SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ સર્જકની વિચારસૃષ્ટિ) જ્ઞાનધારા કરવાની તાતી જરૂર જણાતા, તે પ્રયત્ન હાથ ધર્યો છે જેથી માત્ર શ્રી જૈન સંઘ જ નહીં પરંતુ આર્યાવર્તની મહાન સંસ્કૃતિની રક્ષા માટે સંચિત એવા તમામને માર્ગદર્શન મળે અને જે હેતુથી પૂજ્ય પંડિતજીએ આ મહામૂલી પ્રસ્તાવના લખી તે સિદ્ધ થાય. આર્ય સંસ્કૃતિને ટકાવી રાખવા માટે આર્યસંસ્કૃતિ અને પૂર્વાપરના પવિત્ર સંસ્કારની વારસદાર આર્યપ્રજાને જગતમાં ટકાવી રાખવા માટે આર્ય સંસ્કારોને વળગી રહેલી; આદર્શ મનાતી અને જીવનમાં સાક્ષાત્ જીવતી, ભારતીય આર્ય લોહીવાળી પ્રજાનો ભારતવર્ષ સાથેનો સંબંધ કાયમ ટકાવી રાખવા માટે અને તે સર્વના અતિમહત્ત્વના કેન્દ્રભૂત જૈન શાસન; તેનાં તત્ત્વો; તેનો પૂર્વાપરનો વહીવટ; અને તેના મુખ્ય મુખ્ય પ્રતિકો ટકાવી રાખવા માટે; મુનિ મહારાજાઓએ પણ દર્શના શુદ્ધિના કર્તવ્યની દૃષ્ટિથી હાલના જમાનામાં હવે પછી કઈ જાતના ઉપદેશો આપવા તરફ વલણ ધરાવવું જોઈએ ? અને આર્યપ્રજાનું તદનુકુળ માનસ ઘડવા માટે કયા પ્રયત્નોને સંમત થવું જોઈએ ? તે વિશે અત્યંત ટૂંકાણમાં નિર્દેશ વગેરે વિષયોને આ પુસ્તકમાં આવરી લેવામાં આવ્યા છે. આર્ય સંસ્કૃતિને બચાવવા આપણું કર્તવ્ય કેવું હોવું જોઈએ તેની માહિતી પંડિતજીએ આપી છે. માનવતાનું મીઠું જગત : કવિવર્ય નાનચંદ્રજી મ.સા.ની વિચારસૃષ્ટિ - ડૉ. મધુબહેન જી. બરવાળિયા ( મુંબઈ સ્થિત ડૉ. મધુબહેન જી. બરવાળિયાએ હિન્દી સાહિત્યમાં Ph.D. કર્યું છે. તેમના જૈનદર્શનના પરિપ્રેક્ષ્યમાં ‘શાકાહાર', અધ્યાત્મ સુધા અને અધ્યાત્મસૂર સંપાદિત પુસ્તકો છે. સંતો, મહંતો અને વીરોની ભૂમિ સૌરાષ્ટ્રમાં અન્ય પ્રદેશોની સરખામણીમાં સૂકા ગણાતા ઝાલાવાડનું એક નાનકડું ગામ સાયલા. આ ગામના લાલા ભગતથી પ્રભાવિત થયેલી આસપાસના વિસ્તારની જનતા આ સાયલાને ભગતના ગામથી જ ઓળખતા હતા. આ ગામમાં જેચંદ જસરાજનું જૈન વણિક કુટુંબ. એ કટુંબના પાનાચંદભાઈ અને રળિયાતબહેન બને વિરલ દંપતી. પાનાચંદભાઈ ધર્મપરાયણ અને નીતિનિષ્ઠ તેવાં જ રળિયાતબાઈ ભદ્રહૃદયા અને દયાળુ સંવત ૧૯૩૩નો શિયાળાનો સમય અને રળિયાતબાઈની કુક્ષિએ પુત્રરત્નનો જન્મ થયો. નામ પાડયું નાગરદાસ. સ્થાનકવાસી સંતો આ ગામોમાં આવતા બાળક નાગરને કુતૂહલ થતું કે મહારાજ સાહેબ આવા કપડાં કેમ પહેરે છે? શું વાંચે છે? વડીલો બાલસહજ જીજ્ઞાસા સંતોષતા. પાંચ વર્ષની ઉમરે બાળક નાગરએ માતા રળિયાતબાનું છત્ર ગુમાવ્યું.નાગરદાસે સાયલાની તાલુકાશાળામાં શિક્ષણ લીધું એકવાર ગામમાં એક સાધુ આવેલ, તે બીમાર પડે છે. ત્યારે જ નાગરદાસ ભાભુ સાંકળીમા સાથે ઉપાશ્રયે ગયા. સાધુને ઝાડા-ઉલટી થયાં પણ સાંકળીમા કશું કરી શકતાં નથી અને નાગરને સમજાવે છે કે એક સ્ત્રી સાધુને અડી ન શકે તેથી તે સાફ કરી શકતાં નથી. સાધુના કોઈ શિષ્ય પણ નથી. એ સમય ઉલ્લાસભાવથી નાગર, સાધુની ૬o.
SR No.034386
Book TitleGyandhara 12 Sarjakni Vichar Srushti
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherPravin Prakashan P L
Publication Year2015
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy