SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ 29 જે જ્ઞાનધારા (૧૬) સ્યાદવાદ અને સર્વજ્ઞતા (૧૭) અતિચાર. ઉપરાંત બે પ્રતિક્રમણ સાર્થ : સામાયિક સૂત્ર સાર્થ, જીવનવિચાર સાર્થ. નવતત્વ સાર્થ, આરાધના ચિંતામણિ, જિનગુણ પચાવલી, રત્નાકરપચીશી વગેરે પુસ્તકોનું સંપાદન વિવેચન કરેલ છે. આ પુસ્તકો ઉપરાંત આ સૂક્ષ્મચિંતક પુરુષના પાંચ હજાર જેટલા લેખો અપ્રગટ પડચા છે. તેનું અમીકરણ કરી નાની પુસ્તિકાઓના રૂપમાં પ્રગટ કરવાનું ભગીરથ કામ વિનિયોગ પરિવાર ટ્રસ્ટ તથા શારદાબેન ચીમનલાલ એજ્યુકેશન રિસર્ચ સેન્ટર કરી રહી છે. ગ્રંથ ‘સેનપ્રશ્ન’ : લેખક પ્રભદાસ પારેખ - પ્રકાશક- વિનિયોગ પરિવાર ધર્મ-અર્થ-કામ અને મોક્ષના ચતુર્વિદ્ પાયા પર આધારિત આર્યાવર્તની આ મહાન ધરા ઉત્કૃષ્ટ ધર્મના નિયંત્રણ હેઠળ સમસ્ત વિશ્વના કલ્યાણની ભાવના સાથે પોતાના જીવની જીવતી આવી છે. આ ભરત ખંડની આર્ય પ્રજાઓ મૂળતઃ એક જ, પરંતુ સ્વરૂપે કંઈક કંઈક અલગ એવા વૈદિક અને જૈન ધર્મને અનુસરતી આવી છે. જૈન ધર્મના તારક તીર્થંકર દેવોના ઉપદેશો દ્વાદશાંગીમાં વર્ણિત છે જેને આધારે આગમોની અને અન્ય શાસ્ત્રોની રચના થઈ. રત્નત્રયી મનાથી સમ્યક્ દર્શન, સમ્યગ્ જ્ઞાન અને સમ્યગ્ ચારિત્રની સરિતામાં સમ્યગ્ જ્ઞાનના ક્ષેત્રે ભાવિક જીવોને અનેક સંશયો-પ્રશ્નો ઉદ્ભવ્યા કરે છે અને આવા કેટલાક સંશયોના ખુલાસાવાર જવાબ શ્રી તપાગચ્છધિપતિ ભટ્ટારક શ્રીમાન્ વિજયસેનસૂરિશ્વરજી મ.સા.એ આગમ ધર્મશાસ્ત્રોની વિવેચનાને આધારે આપ્યા છે. તે સંશયો-પ્રશ્નો અને તેમના ખુલાસા એ જ “સેનપ્રશ્ન” - જૈન શાસનનો એક મહામૂલો ગ્રંથ. આ ગ્રંથ મૂળ સંસ્કૃતિમાં (પરમ પૂજ્ય હિરસૂરીશ્વરજી મ.સા.ના કાળ પછી) લખાયેલ અને ત્યાર બાદ તેનો ગુજરાતી ભાષા પર્યાય પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી વિજયકુમુદસૂરિશ્વરજી મ.સા. દ્વારા સંવત્ ૧૯૯૫માં કરવામાં આવ્યો. ગુજરાતી ભાષા પર્યાયની પ્રસ્તાવના લખવાનું કાર્ય શ્રાવકરત્ન, સંસ્કૃતિ હિતચિંતક અને ભગવાન આદિનાથ પ્રભુની મહાવ્યવસ્થાના પ્રખર હિમાયતી વિદ્વાન પંડિતવર્ય પ્રભુદાસ બેચરદાસ પારેખને સોંપાયું. મૂળ ગ્રંથની મહાનતા-ગરિમા અને મહત્ત્વને ન્યાય આપી શકે તેવી વ્યક્તિ પંડિતજી સિવાય ભાગ્યે જ કોઈ મળત. જાણે કે સ્વર્ણ અને સુગંધનું મિલન થયું. ઉચ્ચ કોટિની બુદ્ધિપ્રતિભા ધરાવનાર પંડિતજીએ ૬૭ પાનાંની પ્રસ્તાવના લખી, ૫૭ હું સર્જકની વિચારસૃષ્ટિ તેમની વેધક પ્રજ્ઞા કોઈક દિવ્યદષ્ટાની જેમ કાળના વહેણને તેના અતિસૂક્ષ્મથી અતિવિશાળ સ્વરૂપમાં ઓળખતી હતી અને ક્રમે ક્રમે પેસતા જતા નરસાપણાથી વ્યથિત થતી હતી. જેમ ‘સેનપ્રશ્ન’ એ સંશયોના નિરસનનો ગ્રંથ છે, તેમ પંડિતજીએ લખેલ પ્રસ્તાવના વહેતા કાળના નરસાપણા સામેમાત્ર લાલબત્તી જ નહીં, પરંતુ સંશયરહિત સચોટ માર્ગદર્શિકા છે. સને ૧૯૪૨થી વિશ્વવ્યવસ્થાના સરળ પ્રવાહમાં જે ખળભળાટ, વિનાશક પરિબળોનો ઉદ્ભવ થયો તેની સામે રક્ષણ માટેના કર્તવ્યની દિશા પંડિતજીએ સ્પષ્ટ શબ્દોમાં આપી છે. અતિશય પાયાની ભલામણ સહુ પોતપોતાના ધર્મને મડાગાંઠની જેમ વળગી રહો-થી શરૂઆત કરી અર્થ પુરુષાર્થ, કામ-પુરુષાર્થ, સમાજવ્યવસ્થા, રાજ્યવ્યવસ્થા, મોક્ષમાર્ગની આરાધના, જીવદયા, સાચી અહિંસા, કેળવણી, શ્રાવક-શ્રવિકાઓના ધર્મોકર્તવ્યો અને સહુથી સવિશેષ તો શ્રમણ વર્ગની જવાબદારી બાબત પંડિતજીએ ખૂબ વિનયપૂર્વક પરંતુ દૃઢતાપૂર્વક દિશા-નિર્દેશ કર્યો છે. પશ્ચિમના શયતાની કાવતરાએ આપણી વ્યવસ્થાના દરેક સુદઢ બળને તેના સાચા સ્વરૂપમાં ઓળખ્યો છે, તેનો અભ્યાસ કર્યો છે અને તેને નામશેષ કરવાની યોજના કરી છે. ધર્મગુરુઓ તે સુદઢ તે બળોમાંના સર્વાધિક બળશાલી આધારસ્તંભો છે અને તેમના ઋષભ કંધો પર સમસ્ત વિશ્વના કલ્યાણની વ્યવસ્થા જાળવવાની જવાબદારી છે, તેથી તેમને નબળા પાડવાના સવિશેષ પ્રયત્નો થયા છે, થઈ રહ્યા છે અને થશે. તેની સામે સજાગ થઈ ચતુર્વિધશ્રી સંઘના ક્ષેમની કાળજી માટે શું કરવું તેનો દિશા-નિર્દેશ પણ પંડિતજીએ આપ્યો છે. બૃહદ સ્તરના મૂળભૂત સિદ્ધાંતોથી માંડી, ઝીણામાં ઝીણી બાબત-બધાનો સમાવેશ આ પુસ્તક છે અને તે લખાયા બાદ ૬૦ વર્ષોના વીતેલા સમયમાં જ્યારે તેમણે વ્યક્ત કરેલા લગભગ દરેક અંદેશા દુર્ભાગ્યે સાચા પડચા છે ત્યારે તેમણે સૂચવેલા દિશા-નિર્દેશો વધુ ધ્યાન, કાળજી અને ક્રિયાન્વય માગે છે. ‘‘સેનપ્રશ્ન’’ની ગૂંચો અને ઉકેલોનો અભ્યાસ એ આધાર પર છે કે જયવંતા શ્રી જૈન શાસનના અસ્તિત્વ સામે કોઈ ખતરો નથી. એ ગ્રંથ તેના અભ્યાસુને સમ્યગ્ જ્ઞાનના વધુ ઊંચા ધરાતલ પર લઈ જાય છે. જ્યારે પંડિતજીની પ્રસ્તાવના એવા સંદર્ભમાં છે જ્યાં શ્રી શાસનના અસ્તિત્વ સામે ભયંકર ખતરાઓ માથું ઊંચકી રહ્યા છે અને સમસ્ત શ્રી સંઘે ‘‘ફાયર ફ્રાઈટીંગ’’ની કપરી અને તત્કાલની જવાબદારી અદા કરવાની છે. પ્રસ્તાવનાનું આગવું મહત્ત્વ પિછાણી તેને એક સ્વતંત્ર નિબંધ તરીકે પ્રકાશિત ૫૮ 29 R
SR No.034386
Book TitleGyandhara 12 Sarjakni Vichar Srushti
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherPravin Prakashan P L
Publication Year2015
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy