SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ને સર્જકની વિચારસષ્ટિ) િજ્ઞાનધારા) ચોક્કસ ગ્રંથોનું અધ્યયન અને તેમાં જ વિશેષ દ્વારા મળી શકે તેવો પ્રબંધ થાય તો સાધકની તન્મયતા, એકાગ્રતા અને તે ક્ષેત્રમાં કુશળતા વધી શકે અને બિનજરૂરી અધ્યયન પાછળ સમય, શક્તિનો વેડફાટ ટાળી શકાય. શ્રેયસ્કર માર્ગ સાધકની ધર્મઆરાધનામાં થતી પ્રગતિ, વર્તમાન જીવનમાં સંતોષ અને પ્રસન્નતા, ઊંડી શાંતિ અને તૃપ્તિ, એ અધ્યાત્મ જીવનના આવશ્યક અંગો અને ધર્મજીવનનું વરદાન છે. અનુભવી સંતોના અને વિદ્વાનોના ઉપદેશમાંથી, તેમની રૂબરૂમાં જરૂરી પ્રેરણા અને માર્ગદર્શન મેળવી દરેક સંસ્કારી યા સન્યાસી સાધકે પોતાના જીવનઘડતરમાં રસ લેવો. શીલ, સદાચાર આદિ આત્માના ગુણોનો વિકાસ અને બળ વધારવું. સાધનામાર્ગને અવરોધતા અવગુણો અને બિનજરૂરી પ્રવૃત્તિઓથી મુક્ત થઈ, પોતાની દરેક પ્રવૃત્તિઓનું સતત આત્મનિરીક્ષણ કરતા રહી પેતાના નિર્ધારિત લક્ષ્ય ભણી દોરતા સાધનામાર્ગે આગળ વધતા રહેવું એ જ દરેકને માટે શ્રેયસ્કર માર્ગ છે. ઉપસંહાર જીવનભર થતી રહેલી પ્રવૃત્તિઓમાં પૌષધ, આયંબિલ, વિશિષ્ટ પૂજનો, આગમોનું વાંચન, સંયમ, પર્યાયના વર્ષોની ગણતરીઓ કરાય છે, પરંતુ આ બધી આરાધનાથી આપણી વૃત્તિઓમાં કેટલું પરિવર્તન આવ્યું ? સ્વાર્થવૃત્તિ કેટલી મોળી પડી? મોહ કેટલો ઘટ્યો ? મૈત્રી આદિ ભાવો કેટલા સ્થિર થયા તેની ગણતરીઓ મૂકવાની જરૂરિયાત જ જણાતી નથી. પોતાનાં નામ અને કામની યશોગાથાની હોડમાં આત્મસાધના વિસરાઈ તો નથી ને ? ત્યાગ-વૈરાગ્યમાં અટકી ગયા કે અટવાઈ ગયા છીએ ? જીવનભર ઔપચારિકપણે થતી રહેતી પ્રવૃત્તિઓને કારણે ક્યાંક પહોંચવાનું છે તેનું ભુલાઈ ગયેલું ભાન, તેનાથી ઉપર ઊઠી નિજ ભાન જગાડી, દરેકેદરેક સાધનાને હૃદયસ્પર્શી બનાવી આત્મજાગૃત બનીએ. “આત્મનિરીક્ષણ સાથે અને સતત જાગૃતિપૂર્વક થતી સમગ્ર સાધના, દેહ અને મનથી પર થવા માટે છે.” આ છે પૂ. અમરેન્દ્રમુનિશ્રીનો દિવ્યસંદેશ. આપણે આત્મનિરીક્ષણ “હવે ક્યારે" કરીશું ? - ઇતિ સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગર જૈન ફિલોસોફીકલ ઍન્ડ લિટરરી રીસર્ચ સેન્ટર મુંબઈ - ઘાટકોપર સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણલાલજી મહારાજ સાહેબની વ્યુતપ્રભાવના વિશિષ્ટ હતી. શાસ્ત્રગ્રંથોનું પરિશીલન, તાડપત્રીય ગ્રંથોને સંગ્રહ અને જાળવણી, શાસ્ત્રાભંડારો અને પાઠશાળાની સ્થાપનામાં એમનું અનેરું યોગદાન હતું. આ સંદર્ભમાં પરિપ્રેક્ષ્યમાં અધ્યાત્મયોગિની પૂ લલિતાબાઈ મ.સ.ના વિદ્વાન શિખ્યા પૂ. ડૉ તરુલતાજીની પ્રેરણાથી સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણસુર જન્મશતાબ્દી સમિતિ, મુંબઈના સહયોગથી ગરદેવની સ્મૃતિ ચિરંજીવ રાખવા પૂજ્યશ્રીની જન્મશતાબ્દી પ્રસંગે સંસ્થાએ સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુર જૈન ફિલોસોફી ઍન્ડ લિટરરી રીસર્ચ સેન્ટરની સ્થાપના કરી છે. સેન્ટર ઉદ્દેશ આ પ્રમાણે છે : * જૈન તત્વજ્ઞાન અને સાહિત્યનું અધ્યયન, સંશોધન, સંપાદન અને પ્રકાશન કરવું. * સંસ્કૃતિ, ધર્મ અને અધ્યાત્મના સાહિત્યનું પ્રકાશન કરવું. * જૈન ધર્મનાં તત્ત્વોની વૈજ્ઞાનિક રીતે રજૂઆત કરવી. * પ્રાચીન હસ્તલિખિત અને તાડપત્રીય ગ્રંથોનું સંશોધન અને પુસ્તકાલયની પ્રવૃત્તિ કરવી. : જૈન ધર્મને કેન્દ્રમાં રાખી માનવ ધર્મની પ્રવૃત્તિનો વિકાસ કરવો. * જૈન સાહિત્યના અધ્યયન અને સંશોધનના માટે Work-shop કાર્ય - શાળાનું આયોજન કરવું. * જૈન સાહિત્ય જ્ઞાનસત્રનું આયોજન કરવું. * વિદ્વાનો અને સંતોનાં પ્રવચનોનું આયોજન કરવું. * ધર્મ અને સંસ્કારનો વિકાસ અને સંવર્ધન થાય તેવી શિબિર અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવું. સંસ્કારલક્ષી, સત્ત્વશીલ અને શિષ્ટ સાહિત્યનું પ્રકાશન કરવું. * અભ્યાસ નિબંધ વાંચન (Paper Reading), લિપિ - વાચન અને પ્રાચીન જૈન ગ્રંથો... Old Jain, Manuscript)નું વાચન * જૈન ધર્મ પર સંશોધન M.A., Ph.D., M. Phill કરનારાં જિજ્ઞાસુ. શ્રાવક, સંત-સતીજીઓને સહયોગ અને સંશોધિત સાહિત્યનું પ્રકાશન. * જૈન પ્રાચીન ગ્રંથો, ચિત્રો, શિલ્પ, સ્થાપત્યના ફોટાઓ વગેરેની સી.ડી. તૈયાર કરાવવી. દેશ-વિદેશમાં જૈન ધર્મ પર પરિસંવાદ, પ્રવચન-આયોજન, ઈન્ટરનેટ પર ‘વેબસાઈટ' દ્વારા જૈન તત્વજ્ઞાન અને સાહિત્ય વિષયક માહિતીનો પ્રચાર કરવો સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ આપના સક્યોગની અપેક્ષા સાથે જૈન ફિલોસોફિકલ ઍન્ડ લિટરરી રીસર્ચ સેન્ટર, ટ્રસ્ટી અને માનદ્ સંયોજક અહંમ સ્પિરિટ્યુઅલ સેન્ટર ગુણવંત બરવાળિયા E-mail : gunvant.barvala @ gmail.com મો. : 09820215542 - 198
SR No.034386
Book TitleGyandhara 12 Sarjakni Vichar Srushti
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherPravin Prakashan P L
Publication Year2015
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy