SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ OOCNC ાનધારા ક્રિયાઓ સાથે કોઈ મેળ જણાતો નથી. કડકમાં કડક સાધ્વાચાર પાળવા છતાં તીવ્ર કષાયાદિક ભાવોને કારણે સાધક દુર્ગતિ પામે છે, જ્યારે કેટલાક સાધક આત્માઓ સહજ ભાવે પરિણીતનું અવલંબન કરી ઊર્ધ્વગતિ પામે છે. આમ છતાં જૈન દર્શનમાં આચારો પર ભારોભાર વજન આપવામાં આવ્યું છે. સાધક અને બાધક કારણની વિશેષતા : વસ્તુતઃ દર્શનદષ્ટિએ બે જાતનાં કારણો જોવા મળે છે. એક સાધક કારણ અને બીજું બાધક કારણ. સાધક કારણ જેમ સાધનામાં ઉપયોગી છે તેથી પણ વધારે સહયોગી બાધક કારણનો અભાવ છે. બાધક કારણો જ્યાં સુધી પ્રબળ અસ્તિત્વ સાથે ઉપસ્થિત હોય ત્યાં સુધી સાધક કારણને અવકાશ મળતો નથી. જેમ કે, ગાડી ગમે તેટલી સારી હોય છતાં પણ માર્ગમાં પડેલા મોટા પથ્થરાઓ તેને આગળ વધવા દેતા નથી. માટે બાધક કારણોનો પરિહાર નિતાંત જરૂરી છે. આમ આ બાધક કારણોને હટાવવા માટે કઠોર ક્રિયાની આવશ્યકતા છે. ક્રિયા કે તપસ્યા સીધી રીતે મોક્ષની સાધક નથી, પરંતુ પરોક્ષ રીતે બાધક કારણોને હટાવનારી હોવાથી મોક્ષમાર્ગને મોકળો કરે છે. આમ આપ્યંતર અને બાહ્ય સાધના બન્ને સાધક માટે ઉપયોગી છે. તે માટે ‘આચારાંગ’માં સાધુજીવનની આચારસંહિતા દર્શાવી છે. જૈન સાધુઓની જીવનચર્યાનો પ્રભાવ જનસામાન્ય પર પડે છે અને તે અહિંસા ધર્મથી પ્રભાવિત થાય છે, તે જ જિન દર્શનની વિશિષ્ટતા છે. માટે જ જૈન સાધુને વિશ્વની આઠમી અજાયબી ગણવામાં આવે છે. યુગપરિવર્તન : સમય બળવાન છે. માનવ સભ્યતાના પ્રાદુર્ભાવથી એટલે કે રાજા ઋષભદેવના જમાનાથી સમયની માગ યુગેયુગે થતી રહી છે. સહસ્ત્રાદી, શતાબ્દી, દશાબ્દી કે તેનાથી ટૂંકા ગાળામાં પરિવર્તનો થતાં જ રહ્યાં છે. આખીય માનવજાતિનો ઇતિહાસ સમયની મુખ્યતાથી જ રચાયો છે. પછી એ રાજકીય ક્ષેત્ર હોય કે ધર્મક્ષેત્ર હોય, પણ સમયની માગને પહોંચી વળવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પ્રમાણે પરિવર્તનો સદા થતાં જ રહ્યાં છે. પહેલાંના સમયમાં તીર્થંકરો, ગણધરો, કેવળી, શ્રુતકેવળી, પૂર્વધર પુરુષોની પરંપરામાં તેઓ ભારતની ક્ષેત્રમર્યાદામાં રહી વિચરતા હતા. એ જ રીતે જૈન ૧૧૧ CC જ્ઞાનધારા OK ધર્મનો અનુયાયી વર્ગ પણ પોતપોતાના ક્ષેત્રમાં જે ભૂમિ પર જન્મ લીધો હોય ત્યાં જ ભરણપોષણ પામી વ્યવસાય અર્થે પણ ત્યાં જ સ્થિર થતો. સુ-દૂર ભૂતકાળમાં નહોતું સંસારી ગૃહસ્થનું એટલું આવાગમન (ચક્રમણ) કે નહોતું સંસાર ત્યાગી મુનિવર્ગનું વિહાર પરિભ્રમણ. પોતપોતાના ક્ષેત્રમાં રહી ગૃહસ્થ અર્થોપાર્જન કરતો હતો, તો સાધુ-સાધ્વીજી ભગવંતો સ્વ-પરને ઉપકારી સાધના આરાધના કરતાં – કરાવતાં હતાં. આજના ઝડપી પરિવર્તનકાળમાં આર્થિક, ભૌગોલિક, સામાજિક અને રાષ્ટ્રીય પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. અનેક પરિબળોના સંપર્કમાં આવી માનવસભ્યતાનો વિકાસ ત્વરિત થઈ રહ્યો છે. ત્યારે જૈન સમાજ ભારતના પ્રત્યેક પ્રાંતમાં તો વિસ્તર્યો જ, પણ દૂર દેશાવરમાં અધ્યયનાર્થે કે વ્યવસાયાર્થે સ્થિર થવા લાગ્યો તેમ જ રોજરોજ સંખ્યામાં વધારો થતો જાય છે. ત્યારે જૈન સાધુસંતોનો સમાગમ તેમને માટે મુશ્કેલ બની ગયો છે, કારણકે એક તો પંચમકાળમાં સાધુ-સંતોનું સંઘાયણ પણ એટલું ઉત્કૃષ્ટ હોતું નથી કે તેઓ દૂરદૂર સુધી વિહાર કરી શકે. બીજું સાધુ-ભગવંતોની સમાચારી અને સંયમી જીવનની મર્યાદાને કારણે જૈન સાધુ-સાધ્વીજી બધી જગ્યાએ જવા અસમર્થ હોય છે. વળી જ્યાં જૈનોનાં થોડાંઘણાં કુટુંબવાળી વસતિ હોય, પણ વિહારની વિકટ સમસ્યા, વ્રતોની મર્યાદા વગેરે કારણોને લીધે પહોંચી શકતાં નથી. આમ અમુકઅમુક ક્ષેત્રોમાં સાધુ-સંતો પહોંચી શકતા ન હોવાને લીધે ત્યાં વસતાં જૈન કુટુંબો ધીરે ધીરે જૈન સંસ્કારોથી વિમુખ થવા લાગે છે. આવી પરિસ્થિતિ વધારે વખત ચાલે તો આવનારી નવી પેઢી જૈનાચારથી બિલકુલ વંચિત રહી જાય, જેના કારણે ન કેવળ ધર્મસંસ્કાર, પરંતુ આર્ય સભ્યતા તેમ જ ભારતીય સંસ્કૃતિથી પણ સમાજ દૂર હડસેલાતો જાય છે. આમ જૈન પરિવારોને વારસામાં મળેલા જૈન ધર્મના સંસ્કારો લુપ્ત થઈ જાય અને અન્ય ધર્મગુરુ કે ધર્મસ્થળનું આલંબન મળતા નવી પેઢી જિન કથિત અહિંસા ધર્મથી વંચિત રહી જાય ને અન્ય ધર્મ તરફ ઝુકાવ આવે એમાં બેમત નથી. ભૂતકાળમાં પણ આવી વિકટ પરિસ્થિતિનો સામનો જૈન ધર્મે કર્યો હતો. જૈન ધર્મ ઉન્નતિના પંથે હતો, પણ ગામેગામે જૈન સાધુ-સંતો પહોંચી શકતા ન હતા. આથી લોકો ગામમાં પ્રચલિત સનાતન-વૈષ્ણવ આદિ ધર્મ પ્રત્યે આકર્ષણ અનુભવતા. ૧૧૨
SR No.034385
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2014
Total Pages137
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy