SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ CCCCCC/ C6 ચતુર્વિધ સંઘને મુંબઈસ્થિત ડૉ. રતનબહેને શ્રાવક કવિ ઋષભદાસ કૃત જોડતી કડી ‘વ્રત વિચાર રાસ’ પર શોધ પ્રબંધ લખી Ph.D. ડૉ. રતનબહેન ખીમજી છાડવા કર્યું છે જૂની લિપિ ઉકેલવી M.A.Ph.D. | અને હસ્તપ્રતોનું સંશોધન જૈન ધર્મના પ્રવર્તક તીર્થંકર ભગવાનોનું કરવું તે તેમના રસનો જીવન એટલે આત્માના પરમ કલ્યાણનો માર્ગ. વિષય છે. સમ્યક દર્શન પામી સમ્યક પુરુષાર્થ વડે સમ્યફ ચારિત્ર અને તપના સહારે વીતરાગ બની જેઓએ કેવળદર્શન, કેવળજ્ઞાન પ્રગટ કર્યું અને કલ્યાણ ઇચ્છતા ભવ્ય જીવો માટે કલ્યાણમાર્ગની કેડી કંડારી ગયા, એ જ પ્રમાણે આ અવસર્પિણીના ચોવીસમાં તીર્થંકર ભગવાન મહાવીરને કેવળજ્ઞાન થયા પછી તેમણે પોતાની દશનામાં તીર્થની સ્થાપના કરી કે જે સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘને નામે ઓળખાય છે અને સર્વવિરતિ, દેશવિરતિ ધર્મની પ્રરૂપણા કરી. ‘જે તારે તે તીર્થ’ અથવા જેનાથી આ સંસારસાગરને તરી જવાય અને શાશ્વત સુખરૂપ કિનારાની પ્રાપ્તિ થાય તે તીર્થ. લિંગ અને વ્રતને આધારે તીર્થનું ચાર પ્રકારે વિભાજન કર્યું છે. જેમ કે પંચમહાવ્રતધારી, સર્વવિરતિ, અણગાર એવા પુરુષ કે સ્ત્રીનો સાધુસાધ્વીરૂપ બે તીર્થમાં સમાવેશ થાય છે. જ્યારે પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષાવ્રતરૂપ બાર વ્રતધારી, દેશવિરતિ, આગારી ગૃહસ્થ તરીકે જીવનનિર્વાહ કરતાં સ્ત્રી કે પુરુષનો શ્રાવક-શ્રાવિકારૂપ બે તીર્થમાં સમાવેશ થાય છે, ભક્તિ અને શક્તિના સંતુલન માટે આ ક્રમનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. સાધુ-સાધ્વી માટે અહિંસાદિ નિયમો દેશકાલ નિરપેક્ષ હોય છે, અર્થાત્ કોઈ પણ પરિસ્થિતિમાં લીધેલા નિયમોનું પાલન ફ્રજિયાત કરવાનું હોય છે. જ્યારે શ્રાવક-શ્રાવિકા માટે આ નિયમો દેશકાલ સાપેક્ષ છે, જેમાં તે પોતાની શક્તિ પ્રમાણે ધારણ કરી શકે છે. તીર્થંકર ભગવાન કેવળ અર્થરૂપે જ ઉપદેશ આપે છે અને ગણધર જ તેને બીજાંફમાં પરિણમન કરી વિશાળ દ્વાદશાંગીનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. ત્યાર બાદ શાસન માટે સૂત્રબદ્ધ કરે છે. આગમ સાહિત્યની જે પ્રામાણિકતા છે તેનું મૂળ કારણ ગણધરકૃત છે માટે નહિ, પરંતુ તેના મૌલિક ઉગમરૂપ તીર્થંકરની વીતરાગતા STOCTC જ્ઞાનધારા CCC અને સર્વજ્ઞતા જ છે. સંઘવ્યવસ્થા : જૈન ધર્મ આચારપ્રધાન ધર્મ છે. માટે જ સંઘવ્યવસ્થામાં સૌથી પહેલા આચારની વ્યવસ્થા આવશ્યક જ નહિ, પણ અનિવાર્ય છે. શ્રમણજીવનની સાધનાનું જે ૫વિવેચન ‘આચારાંગ’માં મળે છે તેવું બીજે ક્યાંય મળતું નથી, કે જ્યાં સાધુની સમાચારીનું સંપૂર્ણ વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આચારાંગ નિર્યુક્તિમાં આચાર્ય ભદ્રબાહુએ બતાવ્યું છે કે, મુક્તિના અવ્યાબાધ સુખ પ્રાપ્ત કરવાનું મૂળ સાધન આચાર જ છે. મોક્ષનું સાક્ષાત્ કારણ હોવાથી આચાર સંપૂર્ણ આગમોની આધારશિલા છે. ‘આચારાંગ’માં બાહ્ય અને આત્યંતર બંને પ્રકારના આચારનું ઊંડાણથી વિશ્લેષણ કરવામાં આવ્યું છે. તેના પ્રત્યેક સૂત્ર સાધુજીવનના વ્યવહારને સ્પર્શે છે. સાધકોને પંચાચારની શુદ્ધિનો બોધ કરાવતું, સાધુજીવનના પ્રત્યેક નિયમો અને ઉપનિયમોમાં સૂક્ષ્મતાથી ધ્યાન દોરે છે. તેવી જ રીતે ઔપપાતિક સૂત્ર ‘ઉપાશક દશાંગ’ આદિ સૂત્ર દેશવિરતિ ધર્મરૂપે શ્રાવકોના આચારને પ્રતિપાદિત કરે છે. જૈન દર્શનમાં આચારનું સ્વરૂપ : ‘આચારે અહિંસા અને વિચારે અનેકાંત' આ જૈન દર્શનનું પ્રસિદ્ધ સૂત્ર છે. સમગ્ર આચારનો આધાર અહિંસા છે. સૂક્ષ્મ જીવોથી લઈને સમગ્ર જીવરાશિ સાથે ભદ્રતાનો વ્યવહાર સ્થાપિત કરવો, કોઈ જીવને ઉપદ્રવ ન થાય તેવો વિવેક રાખવો એ અહિંસાનું પ્રધાન લક્ષ્ય છે અને જીવનમાં અહિંસા આવવાથી સ્વયં શુદ્ધ આચાર સ્ફટિત થાય છે એટલે કે અહિંસા અને આચાર કાર્યકારણની જોડીનું મૂર્તિમંત દર્પણ છે. જૈન દર્શન કે નિગ્રંથ પ્રવચન બે ધારામાં પ્રવાહિત થયેલું છે. પ્રથમ આત્યંતર સાધના એટલે કપાયાદિક વિભાવોની મુક્તિ અને બીજી બાહ્ય સાધના એટલે સંપૂર્ણ રહન-સહન, હલન-ચલન, બોલ-ચાલ, આહાર-પાણી, ભોજન આદિની વ્યવસ્થા, નિહાર અને વિહાર બંનેના નિયમો અને ઉપનિયમો વગેરે. આગમ ગ્રંથોમાં તેના પર સૂક્ષ્મ દષ્ટિપાત કરી સૂક્ષ્માતિસૂક્ષ્મ ક્રિયાઓ માટે વ્યવસ્થિત આદેશ-પ્રત્યાદેશનો ઉપદેશ આપવામાં આવ્યો છે. ખરું પૂછો તો બાહ્ય ક્રિયાઓ એ દેકાધિક યોગસંબંધી ક્રિયાઓ છે, જ્યારે આત્યંતર પરિણીત શુદ્ધ કે અશુદ્ધ આત્મદ્રવ્ય સાથે જોડાયેલી સ્વાભાવિક કે વૈભાવિક પર્યાયો છે, પરંતુ બન્ને * ૧૧૦
SR No.034385
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2014
Total Pages137
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy