SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ OCC જ્ઞાનધારા OC0 દૂર કરવાના સમ્યફ પ્રયત્નોની ચર્ચા અને કરીશું. પ્રવર્તમાન પરિસ્થિતિ : આજે શ્રાવક અને શ્રાવિકાઓ ગુરુભગવંતો પાસે કંઈક યાચનાર્થે જાય છે. તેમને પોતાની કુંડલી, ગ્રહપીડા, જ્યોતિષ, વાસ્તુદોષ વગેરે જણાવવા માટે મજબૂર કરે છે. એના પરિણામે સાધુ-સાધ્વીઓ દોરા-ધાગા, બાધા ઇત્યાદિમાં લપેટાઈ જાય છે. એક રીતે જોઈએ તો ગુરુજનોની આશિષમાં જ એવી વચનશક્તિ હોય છે, જેના થકી ધર્મીજનોનું ભલું જ થાય એમાં લેશમાત્ર પણ શંકાને સ્થાન નથી. શ્રાવકોની ફરજ છે કે સંસારત્યાગી અનાશકિત યોગી-ભગવંતોને સાંસારિક પળોજણથી દૂર રાખે. ઘણા ઓછા શ્રાવકો શુદ્ધ શ્રાવકાચાર, સાધુ સમાચારી, આવશ્યક સૂત્ર કે ગોચરીના નિમયોથી પરિચિત હોય છે. સાધુઓના ઉપાશ્રય કે સ્થાનકમાં સ્ત્રીઓએ એકલા વંદનાર્થે ન જવું એવી લેખિત સુચના હોવા છતાં એનો ભંગ થાય છે. આવી બાબતો ઘણી નાની દેખાય છતાં એમાંથી ઘણી વાર અનિચ્છનીય બનાવો ઉદ્ભવે છે. આવી સ્થિતિમાં ઉપાશ્રયના કર્મચારીઓએ આવનાર મહિલા સાથે રહેવું જોઈએ. શક્ય એટલી કાળજી રાખ્યા પછી પણ જો કોઈ પંચ મહાવ્રતના ભંગનો પ્રસંગ ઉદ્ભવે તો એ ગુર કે સતીજીની બદનામી કરવાને બદલે વિનયયુક્ત વાણીથી એમને સુધારવાનો યત્ન કરવો. જાહેરમાં આવા પ્રસંગોની ચર્ચા નહીં થાય એનું ધ્યાન નગરના શ્રી સંઘે રાખવું. ધર્મસંરક્ષક યોજનાઓ : પ્રથમ વ્યવહાર નયને અનુસરી જૈન ધર્મને રક્ષવા કાજે ધર્મસંરક્ષક યોજનાઓ તૈયાર કરવી. આગમશાસ્ત્રોની સાચી સમજ લોકોને આપવી. જ્યાં ધર્મપ્રવર્તકોમાં તથા શ્રાવકોમાં અજ્ઞાન, કલેશ, અવ્યવસ્થા અને ઉદાર દષ્ટિનો અભાવ હોય ત્યાં સંઘનું બળ તૂટે છે. સંઘની શક્તિના વિકાસાર્થે પિતાતુલ્ય ગુરજીઓની છત્રછાયા જરૂરી છે. સુગરના જોગે શિષ્ય અસાર સંસારના રંગરાગ વિસારે છે અને શુદ્ધ ચારિત્રમાં સ્થિર થાય છે. સર્વ સંઘાડાનાં સાધુ-સાધ્વીજીઓએ અધ્યયન માટે ખૂબ સજાગ રહેવું. તેમણે ગુચ્છભેદ ભૂલી જઈ નિંદ, ખટપટને ત્યાગવાના વિચારો અને જૈન દર્શનનું જ્ઞાન આપવું જેથી જૈન ધર્મની સંકુચિતતા ઘટશે તથા સંઘમાં શિથિલાચાર ઘટી સંરક્ષણની દીવાલો ઘણી મજબૂત થશે. - ૩૫ ૧ XXXC şiI4&I I XXX પૂર્વે ઉદ્ભવેલ સમસ્યાઓ તથા તેનાં સમાધાનો : શાસ્ત્રોમાં અતિજ્ઞાની શ્રી વૃદ્ધવાદી ગરમહારાજ અને પ્રકાંડ શિષ્ય શ્રી સિદ્ધસેન દિવાકરજીની કથા આવે છે. તેઓ ઈ.સ. પૂર્વે ૫૭માં વિક્રમરાજાના સમયમાં થઈ ગયા. શિવે નવકાર મંત્રનો સંસ્કૃતમાં અનુવાદ એક વાક્યમાં કર્યો. “નમોઈત સિદ્ધાર્થોપાધ્યાય સર્વ સાધુળ્યો;” ઉપરાંત અન્ય પ્રાકૃત ગ્રંથોનો પણ સંસ્કૃતમાં અનુવાદિત કરવાની ઇચ્છા જાહેર કરી. આ કાર્યમાં ગુરની રજામંદી ન હતી, કારણકે પ્રાકૃતભાષીય ગ્રંથો સાધારણ મનુષ્ય પણ સમજીને જીવનમાં ઉતારી શકે છે. વળી નવકારમંત્ર ૧૪ પૂર્વમાંથી ઉધરેલ હોવાથી એમાં ફેરફાર ઉચિત ન કહેવાય. ગુરુએ પ્રાયશ્ચિત્ત આપ્યું અને શ્રી સિદ્ધસેનજીને ગચ્છ બહાર મૂક્યા. શ્રી સિદ્ધસેનજી તેમનો સમય તપ અને ઉપદેશ આપવામાં વિતાવવા લાગ્યા. જોતજોતામાં સાત વર્ષ નીકળી ગયાં. ગુરુએ તેમની ખ્યાતિ સાંભળી. જ્યારે શિષ્ય પાલખીમાં રાજદરબારે જતા હતા ત્યારે ગુરુએ સ્વયં તેમની પાલખી ઊંચકી. વૃદ્ધ હોવાને કારણે તેઓ ધીરેધીરે ચાલતા હતા. પાલખીમાં બિરાજમાન સિદ્ધસેન બોલ્યા : “મૂરિબારમશાન્ત: ન્ય: વિ તવ વાધતિ?” (ભાવાર્થ : શું વધુ વજનથી તમારા ખભામાં પીડા થાય છે ?) ગુરએ ઉત્તર આપ્યો અને સાથે એમાં શિષ્યના વ્યાકરણની ભૂલ પણ સુધારી - “ તથા વાધરે યથા વાધતિ વધતે ” (ભાવાર્થ : મારો ખભો એટલી પીડા નથી આપતો જેટલું તમે વાપરેલ ખોટું વધતિ પીડા આપે છે.) સિદ્ધસેનજીએ તરત જ ગુરુને પિછાણ્યા અને તેમને પગે લાગ્યા. અહીં ગુરુદેવ શિષ્યને પ્રાયશ્ચિત્ત આપી પુનઃ ગચ્છમાં લે છે. જૈન શાસનમાં આચાર્ય કાલકની વીર કથાનું ઘણું જ ગૌરવવંતું સ્થાન છે. તેઓ રાજા ગદંભીલ દ્વારા બૂરા આશયથી કેદ કરાયેલ સરસ્વતીને મુક્ત કરાવે છે. દેશ, કાળની પરિસ્થિતિ અનુસાર આવી પડેલ મુશ્કેલીના નિવારણાર્થે સાધ્વાચારમાં છૂટ લે છે. અજેય ગણાતા ગર્દભીલને પોતાની કુનેહથી જાનહાનિ ર્યા વગર હરાવે છે. સાધ્વીને પુન: સંઘાડામાં પ્રવેશ કરાવે છે. આ પ્રસંગ ધર્મરક્ષા અને વીરતાનું - ૩૬
SR No.034385
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2014
Total Pages137
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy