SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ OCCજ્ઞાનધારા O શ્રાવક ભાઈ-બહેનો સ્વીકારશે નહિ તે બનવાજોગ છે. અભિપ્રાય સ્વીકારવો કે નહિ તે દરેક વ્યક્તિનો વ્યક્તિગત અધિકાર છે. (૧૯) હાલનો સમય પંચમકાળનો છે. આ સમયમાં ધર્મ કરાવવો અને કરવો સહેલું નથી. આપણા સાધુ-સંતો કઠિન પ્રયત્ન કરીને સમાજને તથા શ્રાવકશ્રાવિકાઓને ધર્મઉપદેશ આપે છે. તેનાથી ઘણાના જીવનમાં પરિવર્તન જરૂર આવે છે. ધર્મ માટેનું જ્ઞાન સાંભળવા તથા જાણવા શ્રાવકો જાય છે તેનાથી ધર્મ પ્રત્યેનો તેમનો અહોભાવ જાગૃત થાય છે. ધર્મ જાણનારો માણસ ખોટું કરે નહિ અને ખોટાને પ્રોત્સાહન આપે નહિ. સાધુ-સંતોનો સમાગમ તથા સાંનિધ્ય પણ જીવનશૈલીમાં ખૂબ જ ઉપયોગી થાય છે. સાધુ-સંતો પાસેથી મળતી વ્યાખ્યાનવાણીનો લાભ જીવનપરિવર્તન માટે ઉપયોગી છે. વ્યાખ્યાનવાણીનો લાભ શ્રાવકો સુધી પહોંચે તે માટે વીજળીનાં સાધનોનો ઉપયોગ ક્ષમ્ય છે અને તેનો લાભ પ્રમાણમાં ઘણો છે. હજારો શ્રાવક-શ્રાવિકાઓ સાધુ-સંતોની વ્યાખ્યાનવાણી સાંભળવા જાય છે, કારણકે તેઓને ધાર્મિક વાણી સાભળવી ગમે છે. આ બધાં શ્રાવક-શ્રાવિકાઓ શાંતિથી સાંભળી શકે તથા બેસી શકે તેવી સુવિધા કરવાની જરૂર છે. આપણે ધાર્મિક સંસ્થાઓની બહારનાં બીજાં ધાર્મિક વ્યાખ્યાનો માટે એક નોંધ લેવી જરૂરી છે કે વિદ્વાન શ્રાવકો તથા વક્તાઓ પોતાનાં ધાર્મિક પ્રવચનો વખતે શ્રોતાજનોને પણ લાભ મળે તે માટે પોતાના પ્રવચન વખતે આધુનિક સુવિધા પૂરી પાડે છે અને તેને કારણે શ્રોતાજનો મોટી સંખ્યામાં તેમને સાંભળવા જાય છે. આ પ્રકારનાં પ્રવચનોની અંદર યુવાન પેઢી પણ મોટી સંખ્યામાં સાંભળવા જાય છે. આથી સમજી શકાય છે કે પ્રવચન દરમિયાન આધુનિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે તો જૈન સમાજને ઘણો લાભ થાય છે. આ પ્રકારના પ્રવચનકારો તથા વિદ્વાનો ખૂબ જ જાણીતા તથા સન્માનનીય છે. (૨૦) સ્થાનકવાસી સંપ્રદાય સાથે મારો ૬૦ વર્ષનો અનુભવ છે અને તેથી મેં મારા અનુભવોના આધારે મારો અભિપ્રાય લખ્યો છે. દરેક વ્યક્તિને પોતાનો અભિપ્રાય હોય છે. મારા અભિપ્રાયથી જો કોઈનું મન કે લાગણી દુભાયાં હોય તો તે બધાની હૃદયપૂર્વક ક્ષમા ચાહુ છું. 33 ચતુર્વિધ સંઘમાં શિથિલાચારનાં કારણો તથા શિથિલાચારીને ચારિત્રમાં સ્થિર વાતો સમ્યક પુરુષાર્થ ડૉ. રેણુકાબહેને B.Sc., L.L.B., Ph.Dનો અભ્યાસ કર્યો છે. આચાર્ય બુદ્ધિસાગરજી મહારાજ પર શોધ નિબંધ તૈયાર કરેલ. જૈનજગત હિન્દી વિભાગનાં | સંપાદક છે. હાલમાં જૈન પ્રતિમાઓ પર સંશોધનકાર્ય કરી રહ્યાં છે. ડૉ. રેણુકાબહેન પોરવાલ પરિચય : તીર્થંકર મહાવીર દ્વારા પ્રસ્થાપિત થતુર્વિધ સંઘ જૈન સમાજનું સામર્થ્ય છે. એના ચાર એકમો - સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા થકી જ જૈન ધર્મની પ્રભાવના થાય છે. જૈન ધર્મમાં માન્ય ૨૪ તીર્થંકરોની સાથે શ્રી સંઘને જોડીને એની ગણના ૨૫મા તીર્થંકર તરીકે થાય છે. આવું ઉચ્ચ મહત્તમ સ્થાન શ્રી સંઘનું છે. ૨૪ તીર્થંકરોની પ્રાર્થનાવિધિનાં યંત્રો તથા તેનાં સ્વપ્નોમાં ૨૫મા તીર્થંકર તરીકે શ્રી સંઘને નમન થાય છે. દા.ત. પાંસઠિયો યંત્ર. શ્રી સંઘની આમન્યા અને આજ્ઞા મહાન આચાર્યો પણ માને છે. જૈન ધર્મમાં અન્ય ધર્મની તુલનામાં અસંયમીપણું ઘણું ઓછું છે, છતાં એમાં પ્રવેશેલ આચારસંહિતાના ઉલ્લંઘનો રોકવાની દરેક ઘટકોની નૈતિક ફરજ છે. શ્રી સંઘના બે પાયા સાધુ અને સાધ્વી વિશે કંઈ પણ ઉચ્ચારણ કરવાની મારી પાત્રતા નથી. શ્રી સંઘ વિશેના અવર્ણવાદથી પણ કર્મબંધ થાય છે એ આપણે સહુ જાણીએ છીએ. ‘‘વળી શ્રુત, સંઘ, ધર્મ, દેવદેવસ્ય સવળવાનો વર્ઝન મોદનીય ।” (તત્ત્વાર્થ સૂત્ર) અર્થાત્ કેવળી, શ્રૃત, સંઘ, ધર્મ તથા દેવ, દેવી (તીર્થંકરો)ના અવર્ણવાદથી દર્શન મોહનીય કર્મબંધ થાય છે. પ્રાચીન સમયમાં આવી વિકટ સમસ્યાઓનું શી રીતે સમાધાન કરવામાં આવ્યું તે સમજીએ. વર્તમાન સમયમાં આજે સમાજ અતિઆધુનિક સગવડ ભલે ભોગવે છે. સર્વત્ર ટીવી, મોબાઈલ, લૅપટૉપ વગેરે રોજિંદી વપરાશનાં સાધનો બની ગયાં છે પ્રલોભનોના આવા કપરા કાળમાં જૈન સંઘમાં પ્રવેશેલ દોષપૂર્ણ આચરણને ૩૪
SR No.034385
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2014
Total Pages137
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy