SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... મુકામે દીક્ષા થઈ. થોડાં વર્ષો બાદ પુત્ર જયંતીની દીક્ષા વેરાવળમાં અને ચાર વર્ષ બાદ નાની દીકરી જયાબહેનની દીક્ષા સાવરકુંડલા થઈ. આ રીતે એક જ કુટુંબમાંથી ચાર આત્માઓ સંયમના પંથે ચાલી નીકળ્યા. થોડાં વર્ષોમાં જ જયંતીમૂનિના અભ્યાસ અર્થે ગુરઆજ્ઞા શિરોધાર્ય કરી બનારસ, પૂર્વભારતમાં વિહારની વાટે ચાલી નીકળ્યા. પિતાપુત્ર સંતની જોડી ઉગ્ર વિહાર કરી આગ્રા ચાતુર્માસ માટે પધાર્યા. જયંતમુનિએ મુનિના અભ્યાસ અર્થે બનારસ તથા અનેક ચાતુર્માસ પૂર્વભારતમાં કર્યો. ગુરઆજ્ઞાથી અને પૂર્વભારતના શ્રાવકોની વિનંતીને ધ્યાનમાં લઈ અનેક જગ્યાએ ઉપાશ્રક્ય, જૈન ભવન બનાવવાની પ્રેરણા થાકવકોને આપી. પૂર્વભારતના સ્થાનકવાસી સમાજનું સંગઠન કરાવ્યું અને “સમસ્ત પૂર્વભારત જૈન સંઘ'ની સ્થાપના થઈ. અંતિમ ચાતુર્માસ ધનબાદ કર્યું. ત્યાં ૧૬ ઉપાવાસની આરાધના કરી. ચાતુર્માસ બાદ રાજગૃહી તરફ વિહાર કર્યો. ૮૨ વર્ષની જૈફ વયે રાજગૃહીના પાંચ પહાડની યાત્રા કરી પાછા ફરી ત્રણ પહાડની તળેટીમાં જ્યાં ગણધર સુધર્માસ્વામીએ અનશન કરેલ તે જગા પોતાની અંતિમ સાધના માટે નક્કી કરી. જયંતમુનિને કહે, તમે મારા ગુરુ. શાસ્ત્રોક્ત ભાવે સંથારો ગ્રહણ કર્યો. એકસાથે ૧૫ ઉપવાસના પચ્ચખાણ ગ્રહણ કર્યા. સંથારાનો પ્રથમ દિવસ ૨૩-૧૨-૬૭, શનિવારે શરૂ થયો. પંજાબનાં ૫. શાંતાબાઈસ્વામી, અધ્યાત્મયોગિની પૂ. લલિતાબાઈસ્વામી - બાપજી, પૂ. તરુલતાબાઈસ્વામી-આ.ઠા. પણ કોલકાતાથી ઉગ્ર વિહાર કરી અનશનઆરાધક પૂ. જગજીવનજી મહારાજની સેવામાં પહોંચી ગયાં. ૪૦મા ઉપવાસે પાણીનો ત્યાગ કરી દીધો. તેમનાં સુમધુર વચનો દ્વારા તેમની સમાધિની ઉત્કૃષ્ટ અવસ્થાનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. ઇચ્છાઓ બધી શાંત થઈ ગઈ છે, વાતાવરણ મધુર બની ગયું છે. દિવ્ય દષ્ટિ સામે ઊભી છે, કર્મબંધના લબાચા ખરી પડ્યા છે. આનંદઆનંદ વર્તાઈ રહ્યો છે.” ૪૫મા દિવસે મહા સુદ-૭, ચડતા પહોરે સોમવારના કાળધર્મ પામ્યા. આવા મહાન તપસ્વી યોગીરાજના આત્માને ભાવભરી શ્રદ્ધાંજલિ, ગુણભરી ગુણાંજલિ ! પૂજ્યશ્રીના અનશન વ્રતની પવિત્ર ધરા રાજગૃહીમાં જગ-જયંત આરાધના ભવન આજે પણ પૂજ્ય તપસ્વીજીનું પાવન સ્મરણ કરાવે છે. પૂજ્ય તપસ્વી મહારાજનાં કાવ્યો વાચતાં મંત્રમુગ્ધ બની જવાય છે. ઉપમાઅલંકારની ભવ્ય અનેરી છટા આ કાવ્યકૃતિઓમાં જોઈ શકાય છે. ખરેખર આ બધાં કાવ્યો ઉચ્ચ કોટિની સાહિત્ય શ્રેણીમાં મૂકી શકાય તેવાં છે. કાવ્યોમાં કોઈ પણ એક ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... કથાનું અવલંબન લઈ સાહિત્ય છટાની એક અદ્ભુત સરિતા પૂ. તપસ્વીજીએ પ્રવાહિત કરી છે. તેમની કૃતિઓમાં નીતિબોધ, વ્યાવહારિક જ્ઞાન અને આધ્યાત્મિક જ્ઞાનનાં દિવ્ય દર્શન થાય છે. તપોધની પૂ. જગજીવનસ્વામી બહુમખી પ્રતિભા ધરાવનાર જૈન સંત હતા. તેઓ ગૃહસ્થાશ્રમમાં દલખાણિયા તેમના વતનમાં હતા ત્યારે ગામડાંમાં નવરાત્રિ ઉત્સવમાં તેમની આગવી કોઠાસૂઝથી સાત્ત્વિક મનોરંજનની દષ્ટિએ સુંદર નાટકોનું આયોજન કરતા. તપસ્વી ચિંતક, કવિ અને લેખક હતા. પૂ. જયંતમુનિ બનારસમાં અભ્યાસ કરતા હતા તે સમય દરમિયાન તપસ્વી પૂ. જગજીવનજી મ.સા., પૂ. અમોલખ ઋષિજીના અનુવાદિત ૩૨ આગમોનો સાવંત સ્વાધ્યાય કરેલો. આ પરિશિલનના પરિણામરૂપે આગમ કથિત સિદ્ધાંતો સહિત તત્ત્વજ્ઞાન તેમના કાવ્યસર્જનમાં અનેક સત્યો અને તથ્યો ઊતરી આવ્યાં. પૂજ્યશ્રીએ કૃષ્ણ ચરિત્ર', ‘ઋષભદેવ મહાકાવ્ય', ઈલાયચી ચરિત્ર', ધર્મબુદ્ધિ પાપબુદ્ધિ ચરિત્ર', 'સુદર્શન ચરિત્ર', પુણ્યબુદ્ધિ પ્રધાનને રાજાનું ચરિત્ર', ‘મંગલ વિહાર' (કુંડલાથી કાશી સુધીની વિહારયાત્રાનો કલામય રસાળ ગ્રંથ)નું લેખન કર્યું. પછી તો આ કાવ્યયાત્રા અવિરત ચાલી. વીશ હજારથી પણ વધુ દોહા સાહિત્ય, જેમાં ઉપર્યુક્ત ત્રણ ગ્રંથો ઉપરાંત ગુરુ ગુણ માલા બાર ભાવના તિર્યંચ પ્રાણીકથા (પુશWા), ‘ગુરુપચ્ચીશી', અંતિમ ‘મહાકથારસ', ‘લા’ મિઝરેબલ'ના દોહા અનુવાદ વગેરે વિશાળ સાહિત્યસર્જન કર્યું. ‘ઉદયગિરિના યોગેશ્વર’ પોતાના જીવનચરિત્રના ગ્રંથનો પુર્વાર્ધ ભાગ પણ તેમણે ખુદ લખેલો. કવિશ્રીએ અપ્રમતભાવે લોકભોગ્ય શૈલીમાં વિપુલ સાહિત્ય સર્જન કર્યું હતું. ઉદયગિરિના યોગેશ્વર તપોધની પૂ. જગજીવનજી મહારાજસાહેબે દોહારૂપે ચરિત્ર અને જે ઉપદેશકાવ્યોની રચના કરી છે તેમાં ૩૧૭૬ દોહામાં ઋષભ ચરિત્ર મહાકાવ્યની એક અદ્ભુત રચના પણ કરી છે. આ મહાકાવ્યની રચના કરતાં પહેલાં તપસ્વીજીએ પોતાના ગુરુને પ્રથમ વંદના કરી છે. ગુરુવંદનામાં કવિ ગુરના ઉપકારોનું સ્મરણ કરે છે અને માનસિક શક્તિ ખીલવવા માટે બુદ્ધિ, શ્રુતિ અને મતિની જાળવણી માટે જીવનમાં ગુરનો અનન્ય મહિમા છે તેનું વર્ણન કરે છે. દેશી કાઠિયાવાડી દોહરામાં ગુરુ પ્રત્યેનો ભક્તિસિંધુ લહેરાઈ રહ્યો છે. ૧૭૮ ૧૭
SR No.034384
Book TitleBharatiya Sanskrutima Guru Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2015
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy