SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... Jભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... અર્થ : જેમને આત્મસ્વરૂપનું દર્શન (અનુભવ) થયું નથી તેમનો જનમાં કે વનમાં એ બે પ્રકારે નિવાસ છે, પરંતુ જેમણે આત્મા અનુભવ્યો છે તેમનો નિશ્ચલ નિવાસ તો કેવળ એક શુદ્ધ આત્મા જ છે. અસંગ દશામાં વર્તતા જ્ઞાની ઉદયાનુસાર ઉપદેશ આપે તો તે યોગ્ય છે. જ્ઞાનીને ઉપદેશ કરવા છતાં પણ કર્તાપણું નથી. તેઓ એનાથી નિર્લેપ રહીને ઉદયાધીન બોલે છે તેથી લેવાતા નથી. તે દશા અગમ્ય, ગણી ગહન છે. તેમનો ઉપદેશ જ્ઞાનદશાપૂર્વક હોવાથી તેમ જ નિષ્કામ કરુણાથી યુક્ત હોવાથી મુમુક્ષુને જ્ઞાનદશા પ્રાપ્ત કરાવવા સમર્થ સહાયક બને છે. જ્ઞાનીની સર્વ ક્રિયા કર્મનિર્જરા કરાવનારી હોય છે, જ્યરો અજ્ઞાનીની સર્વ ક્રિયા કર્મબંધ કરનારી છે. શુષ્કજ્ઞાની તત્ત્વની વાત કરતા પણ બંધાય છે, કારણ તેમાં અહંકાર ભળેલો હોય છે. તેના આત્મામાં રાગદ્વેષરહિતપણું, નિર્લેપપણું નથી. એટલે ઉપદેશ દેવાનું જે જ્ઞાનીની ક્રિયા છે તેનું અનુકરણ કરવું ઉચિત નથી. તારે તો તારા શ્રેય માટે એક આત્માર્થે ઉપદેશ ગ્રહણ કરવો એ જ યોગ્ય છે. આગળ શ્રીમદ્ કહે છે કે જપ, તપ, વ્રત આદિ જે શુભ અનુષ્ઠાનો છે, જે આત્માર્થે કર્તવ્ય છે, પણ એ ક્યારે સફળ થાય જ્યારે આત્મજ્ઞાની ગુરૂની આજ્ઞાનું આરાધન કરી યોગ્યતા પ્રાપ્ત કરી સની કૃપા મળે, જ્યાં સુધી જીવને સદ્ગુરુની અનુપમ કૃપા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તેનાં જપ, તપાદિ સર્વ સાધન ભ્રમરૂપ છે, મિથ્યા માન્યતારૂપ, આત્મભ્રાતિ વધારનાર છે, પરંતુ સરની કૃપા તત્ત્વલોચનદાયક અને આશ્મશ્રેયકારક છે, સર્વોપરી શ્રેષ્ઠ છે, તેથી જ જીવ આત્મજ્ઞાન પામી શીધ્ર મુક્તિ પ્રાપ્ત કરી શકે. ‘મોક્ષમૂલ્લું ગુરુપ’ - ગુરુની કૃપા એ જ મોક્ષનું મૂળ છે. ગુરૂઆશા એ જ જપ, તપ સફળ છે. એ ગુરકુપા પ્રાપ્તિ કરવા જીવ જે સ્વચ્છેદે વર્તે છે, અર્થાત્ પોતાની અજ્ઞાન બુદ્ધિથી વર્તે છે, સાચા-ખોટાનો નિર્ણય કરે છે તેને ત્યાગીને આત્માજ્ઞીન સની આજ્ઞાનું અવલંબન ગ્રહણ કર, એ પ્રમાણે આચરણ કરે. પ્રેમ, ભક્તિ અને ઉલ્લાસથી એમની આજ્ઞાનું આરાધન કરવાથી સરુની કૃપારૂપ ગુરગમ પ્રાપ્ત થશે એ જ કર્મક્ષયનો, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનો ઉપાય છે. જેથી આ સંસારચક્રમાં ફરતા રાખવાવાળાં સર્વ કર્મબંધનનો ક્ષય થઈ શાશ્વત સુખમય એવા મોક્ષરૂપ પરમપદની પ્રાપ્તિ થશે. આવી રીતે આ કાવ્યમાં શ્રીમદ્ રાજચંદ્ર સદ્ગની મહત્તા દર્શાવી આત્મકલ્યાણ સાધવાનો સચોટ માર્ગ બતાવ્યો છે. આ કાવ્ય શ્રીમદ્ભા હિંદી ભાષા પરના પ્રભુત્વની અને એમની કવિત્વશક્તિની પ્રતીતિ કરાવે છે. ઉર્યાગિરિના યોગેશ્વર તપસ્વી જગજીવનજી મહારાજસાહેબના દોહરામાં ગુરુવંદના - ડૉ. મધુબહેન બરવાળિયા (ડૉ. મધુબહેને હિન્દી કાવ્યસાહિત્યમાં Ph.D. કર્યું છે. જૈન દર્શનના પરિપ્રેક્ષ્યમાં “શાકાહાર” (અનુવાદ) “અધ્યાત્મ સુધા” અને “અધ્યાત્મ સૂર” (સંપાદન) પુસ્તકો પ્રગટ થયાં છે). ગોંડલ ગચ્છના સુપ્રસિદ્ધ અનશનધારી મહાતપસ્વી શ્રી જગજીવનજી મહારાજ સૌરાષ્ટ્ર કેસરી પૂજ્ય ગુરુદેવ પ્રાણલાલજી મહારાજના શિષ્ય હતા. તેઓશ્રી જન્મજાત કવિહૃદય હતા. તેમણે ગુજરાતી દોહારૂપે ચરિત્ર અને ઉપદેશ કાવ્યોની રચના કરી છે. તે પાછળ પણ તેમનું જનહિત સમાયેલું છે. તેઓ લખે છે આપણાં પ્રાચીન ચરિત્રો ઘણાં જ રસપ્રદ અને શ્રદ્ધાથી ભરેલાં હોય છે. સામાન્ય જન પ્રાચીન કથાઓને પોાતની સરળ ભાષામાં જાણવા માગે છે. આપણાં નવાં સાધુ-સાધ્વીઓ તથા શ્રદ્ધાળુ ભાઈ-બહેનો આ કથાનકોમાંથી વિચારસામગ્રી મેળવી શકે છે. આવા મહાપુરુષનો જન્મ સૌરાષ્ટ્રના ગીર જંગલના એક નાનકડા ગામ દલખાણિયામાં સંવત ૧૯૪૨, માગસર વદી પાંચના દિવસે પિતા મોનજીભાઈ - માતા જકલબાઈને ત્યાં થયો. મડિયા પરિવારના મોટા પુત્રને બાળપણમાં જ માતા-પિતા તથા નાના ભાઈના સ્વર્ગવાસથી વૈરાગ્યનાં બીજ વવાયાં. કાકાના સહારે મોટા થયા. સ્કૂલમાં પાંચ ગુજરાતીનો અભ્યાસ કર્યો. બોટાદ સંપ્રદાયના માણેકચંદજી મહારાજને ત્યાં આચાર્ય પુરુષોત્તમજી મહારાજના પરિચયમાં આવ્યા. ત્યાર બાદ બંધુબેલડી માણેકચંદજી મહારાજ દલખાણિયા પધાર્યા. તેમને ગુરુપદે ધારણ કર્યા. આજીવન કંદમૂળના પચખાણ કર્યા. અમૃતબાઈ સાથે લગ્નગ્રંથિથી જોડાયા. ધર્મપત્ની ધાર્મિક વૃત્તિવાળાં હોઈ જાવજીવ લીલોતરીનો ત્યાગ અને ચૌવિહારના પ્રત્યાખ્યાન કર્યા. છ સંતાન - ચાર દીકરી - બે દીકરા પરિવારમાં. ગામના નગરશેઠ બન્યા છતાં દરેકની સેવા કરવી એમનો જીવનક્રમ હતો. સેવામય જીવન સાથે ઉત્કૃષ્ટ તપ-આરાધના છઠ-છઠનો વરસીતપ ચાલુ હતો. સાથેસાથે વૈરાગ્યભાવ દઢ બન્યો. દીક્ષા ગ્રહણ કરવાના ભાવ જાગ્યા. પુત્રી પ્રભાબહેને સાથ આપ્યો. સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુના ચરણે જીવન સમર્પિત કરવાના દઢ નિશ્ચય સાથે પિતા-પુત્રીની બગસરા - ૧૭૬ : - ૧૫
SR No.034384
Book TitleBharatiya Sanskrutima Guru Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2015
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy