SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ 1ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ચરણરજ મસ્તકે ચઢાવી કૃતકૃત્ય થવું તથા ગુરુના વિચારોને માન્ય કરવા,' આવી ઉત્કૃષ્ટ ભાવના શિષ્યને સંસારસાગર તરવામાં સહાયક થાય છે એમાં કોઈ જ શંકા નથી. ગુરુનાં વચનો અને વિચારોને પૂર્ણ શ્રદ્ધાથી માનવા એ તેમનો સપર્મણભાવ દર્શાવે છે. બીજું પદ : “તારી કૃપા ગંગાજલે નિર્મળ સદા મનડું રહે, આ દાસ વણ કાલાં અને ઘેલાં વચન તવ કો કહે... તવ બાલુડાના બોલની કિંમત ખરી તું તો ક.......(૨) ગુરુની કૃપાના ગંગાજળથી પોતાનું મન હંમેશ નિર્મળ રહે છે. માતા-પિતા જે રીતે બાળકની કાલીઘેલી ભાષા સમજવા સમર્થ હોય છે તે જ પ્રમાણે શિષ્ય, દાસત્વભાવે ગુરુને જે પણ કંઈ વદે તે જાણવા તેઓ સક્ષમ હોય છે. આ પ્રમાણે અહીં ગુરુ પ્રત્યેની એકનિષ્ઠા દષ્ટિગોચર થાય છે. આગળનાં પદોમાં આચાર્યશ્રી ગુરુની નિષ્કામ સેવાથી થતા લાભોની ચર્ચા કરે છે. ‘‘તવ સેવનાથી જે થતું તે ચિત્ત મારું જાણતું, પ્રગટયા ગુણો મમચિત્તમાં તે ચિત્ત મારું માનતું, તવ સંગતિ સેવા થકી સંસ્કાર આત્મામાં પડચા, ભૂંસાય ના કો કાળમાં જે આત્મની સાથે જડચાં.' ...(૫) સદ્ગુરુની સેવા અને સંગથી સંસ્કારોનો પ્રાદુર્ભાવ આત્મામાં થાય છે. આ જોડાણ જન્મજન્માંતરનું હોવાથી સદા અખંડિત રહે છે. ગુરુ કદી કોઈ કાવાદાવા કે લટપટ- ખટપટમાં પડતા નથી, માટે સતત સમતાભાવમાં જ રમણ કરે છે. તેઓ નિંદા કે સ્તુતિ, માન-માનહાનિ કે અન્ય કષાયોથી ઘણે દૂર નીકળી ગયા હોવાથી તેઓ તો ભાવાબ્ધિ તરે છે, પણ સાથેસાથે ભક્તો પર પણ તારક બની ઉપકાર કરે છે. જો સદ્ગુરુની કૃપા વરસે, તેમની આશિષ મળે અને ભક્ત જો શ્રદ્ધા રાખે તો દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં પલટાય છે, નવનિધિ અને સર્વ લબ્ધિઓ કર જોડીને પાસે રહે છે તથા ભક્તની કીર્તિ સર્વત્ર વિસ્તરે છે. આચાર્યશ્રીએ ગુરુના ગુણને ઉજાગર કરવા માટે પ્રામાણ્ય અને પરમાર્થ શબ્દોના ઉપયોગ કરી ઘણાં પદોની રચના કરી છે. તેઓ પ્રામાણ્ય ગુણ વિશે વર્ણવે છે કે - “વિદ્વાન થાવું સહેલ છે આ વિશ્વમાંહિ માનવું, અધિકારી થાવું હેલ છે, આ વિશ્વમાંહિ જાણવું, ધનવંત થાવું સહેલ, પણ પ્રામાણ્ય ગુણ મુશ્કેલ છે, ૧૧૧ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા પ્રામાણ્ય ગુણને પામવા ના બાળકોના ખેલ છે.... (૪૯) પ્રામાણ્ય જીવન તારું શુભ ભાવથી શોભી રહ્યું, શ્રી સદ્ગુરો ! તવ સંગ તેં પ્રામાણ્યને ભાવે લહ્યું.... (૫૩) ગુરુની વાણીનું પ્રામાણ્ય એટલું હોય કે ખપ કરતાં જરા પણ ન્યૂન-અધિક હોય નહિ. પરિમિત જીવન, સંયમ, મર્યાદા અને સાથે શુભભાવ હોવાથી તેમનું જીવન અન્યોને સદા ઉપકારી થાય છે. પરમાર્થનો ઉપદેશ ગુરુજનો આપે છે - “પરમાર્થ માટે પ્રાણને અર્પણ કરે સંતો સદા પરમાર્થથી પાછા પડે ના સાધુઓ જંગમાં દા...' પ્રસ્તુત ગુરુગીતામાં આચાર્યશ્રીએ ગુરુનાં વિશિષ્ટ લક્ષણોને પણ લક્ષમાં લીધાં છે જેમાં વૈરાગ્યદશા, સમભાવ, બ્રહ્મવ્રત, પ્રતિજ્ઞાપાલન, ઔદાર્યદષ્ટિ, ગુણરાગી, મળતાપણું, દાક્ષિણ્યતા, ગંભીરતા, વાત્સલ્યતા વગેરે મુખ્ય છે. આ સર્વ ગુણોને પ્રગટ કરી એમાં સાથ ઉપદેશનું તત્ત્વ મેળવી ૫૨૦ જેટલાં પદોની રચના કરી. સાધુઓ જંગમ તીર્થ કહેવાય માટે તેઓ વર્ણવે છે કે ગુરુપ્રાપ્તિનું ટાણું ફરીફરી નહીં આવે‘‘ટાણું પામી ગુરુગમ લહી ધર્મમમાં વીર થાજે, ટાણું આવે નહીં ફરી ભક્તિના કુંડ હાજે, જો ચેતે તો અવસર ખરો આ તને રે મળ્યો છે, મીઠી મીઠી અતિરસવતી શેલડીથી ગળ્યો છે.''...(૪૩૮) કેવો સુંદર ઉપદેશ ! આપણને આનંદઘનજીની યાદ તાજી થાય. “અંજલિ જલ જ્યું આયુ ઘટત હૈ ... ... કહા વિલંબ કરે, અબ બાઉ રે .. તરી ભવજલનિધિ પાર પાઉ રે.... શુદ્ધ નિરંજન દેવ ચાઉ રે ..... (૫૩-૧) આચાર્યશ્રી બોધ આપે છે કે તને જે અવસર પ્રાપ્ત થયો છે એ ભક્તિનો સમય તો રસવંતી શેલડીથી પણ વધુ મીઠો છે, માટે આ સમય ખોવાનો નથી, પ્રભુભક્તિમાં ચિત્તને પરોવી દે. આચાર્યશ્રીની ગુરુભક્તિ આગળ વધે છે, ૪૬૩થી ૪૯૦ પદોમાં કવ્વાલીને ‘‘શિષ્યશિક્ષા’’ શીર્ષકથી ગૂંથી લીધી છે. આ ૨૭ પદોમાં શિષ્યને હિતશિક્ષા છે કે તેણે કદી પણ પીછેહઠ કરવી નહિ, કારણકે સંકટો તો જીવનમાં આવતાં જ હોય છે. અંતમાં જ્યારે ગુરુનો વિયોગ થાય છે ત્યારે હૃદય જે વિલાપ કરે છે તેનું ૧૧૨
SR No.034384
Book TitleBharatiya Sanskrutima Guru Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2015
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy