SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા » સુંદર રીતે ઉદાહરણો આપીને રજૂઆત કરી છે. કાવ્યસૃષ્ટિમાં ખંડકાવ્યો ઉપરાંત આત્મા-પરમાત્માની ઉત્તમ ગઝલો અને કવ્વાલીઓ ખૂબ ઉચ્ચ કક્ષાની છે. એમાં પોતાને થયેલા અનુભવોનું વર્ણન છે. એમાં તેમના ઉદાત્ત વિચારોનો પડઘો છે. સ્વીસન્માનના હિમાયતી હોવાની સાથે તેમણે સ્ત્રીઓને ઊંચા પ્રકારની કેળવણી આપવાની વાત પણ કરી છે. તેમના વિચારોમાં સ્ત્રી જ દેશ અને ધર્મને આગળ લાવી શકે એમ છે. એમનું ઉમદા સાહિત્ય એ તેમના આદર્શોનું દર્પણ છે. આચાર્યશ્રીની ગુરુતત્ત્વની રચનાઓ : ગુરુદેવે ગુરુનો મહિમા દર્શાવતો ગ્રંથ ‘ગુરબોધ' અને કાવ્ય “સુખસાગર ગુરુગીતા તથા સ્તુતિઓ અને ગીતોની રચના પણ કરી છે. સદરનો ‘જીવનમાં મહિમા’ દર્શાવતાં ઘણાં કાવ્યોને તેમણે તેમના ભજનપદ સંગ્રહોમાં આવી લીધાં છે. તેમની કાવ્યસૃષ્ટિની સાથે ભાવસૃષ્ટિ બંને સમાંતરે ચાલે છે. પ્રત્યેક રચનાને અનિવાર્યપણે શીર્ષક આપ્યું છે, તેઓ જણાવે છે કે ગુરુને શીર્ષ પર ધારણ કરવાથી જ આત્મજ્ઞાન પ્રગટે છે. ગુરુકૃપા થકી જ અષ્ટસિદ્ધિ પ્રાપ્ત થાય છે. તેમનાં કાવ્ય કે પદને અંતે બુદ્ધિસાગર અથવા બુધ્યન્થિ લખ્યું હોવાથી કૃતિની ઓળખમાં તકલીફ આવતી નથી. ગુરુના ગુણોનો મહિમા દર્શાવતી કેટલીક સુંદર પંક્તિઓ આ પ્રમાણે છે ગુરૂગમ વિણ નહિ જ્ઞાન, સાન તો ક્યાંથી આવે ?” ગુરુ વિના કોઈ જ્ઞાન ન પાવે રે, વાંચો પુસ્તક પોથી પાનાં.” ભાગ્યયોગથી ગુરજી મળીયા, અડવડિયાં આધાર, સાકર શેરડી રસસમ મીઠી, તુજ વાણી સુખકાર, સુણતાં મિયાતમ ઝટ નાઠું, થયો આનંદ અપાર.” ગુરબોધ ગ્રંથ : આચાર્યશ્રીએ એકવાર પ્રભાતના પ્રથમ પ્રહરમાં શાંતવદના પોતાના ગ્રદેવનાં દર્શન થયાં. ગુરુએ પરમાત્મસ્વરૂપ પામવામાં સહાયરૂપ વિનય, વિવેક, શ્રદ્ધા, ભક્તિ, દાન વગેરે ૧૩ રત્નોનું યથાર્થ મહત્ત્વ બતાવ્યું તેનું વિગતથી વર્ણન એમાં આપ્યું છે. સુખસાગર ગુરુગીતા : આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી મ.ની ગદ્ય કે પદ્ય કોઈ પણ કૃતિ હોય, એમાં પ્રભુપ્રેમ, ગુરપ્રભાવ, ગામ-નગર ક્ષેત્રની માહિતી, રાજદરબારની વિગતો, લોકસેવાનાં કાર્યો, તે સમયે વિહરતા ગરજનોની લાક્ષણિકતાઓ તથા વૈરાગી ભક્તજનો વગેરેનાં પ્રચુર વર્ણનો હોય જ. ‘સુખસાગર ગુરુગીતા’ પણ તેમણે પોતાની લાક્ષણિક શૈલીથી જ અભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા રચી છે. અહીં ગુરુને શીર્ષકમાં, અર્થાત્ શીર્ષસ્થાને સ્થાપીને અંતિમ ચરણમાં સ્વયંને સ્થાન આપીને સુરતત્ત્વનું મહત્ત્વ દર્શાવ્યું છે. આ ગીતામાં પ૨૦ પદો છે જેમાં ગુનો અનેરો મહિમા છે. અંતિમ પદમાં તેમણે પોતાનું નામ ગુંથી લીધું છે. “બુદ્ધિસાગરસૂરિ ઘટ, આનંદ હોય હમેશ: આ ગુરુગીતાના પ્રારંભમાં પ્રભુ મહાવીરની પાટ પરંપરા અને ત્યાર બાદ તપગચ્છની સાગરશાખાની વંશાવલી જગન્નુર હીરવિજયસૂરિના શિષ્ય ઉપાધ્યાય સહજસાગરથી આપી છે. તેમની પરંપરામાં આગળ વધતા સુજ્ઞાનસાગરજીનું ચરિત્ર આવે છે; તેમણે ઉદપુરમાં સં. ૧૮૧૭માં અજિતનાથ અને સં. ૧૮૧૯માં પદ્મનાભ દેરાસરની પ્રતિષ્ઠા કરાવી. તેમણે આસપાસનાં ગામોમાંથી જીર્ણ થયેલ હસ્તપ્રતોને વ્યવસ્થિત કરાવી ઉદપુરના જ્ઞાનભંડારમાં સંરક્ષિત કરાવી. ત્યાંના રાણાઓએ શાસનનાં સત્કાર્યો માટે જમીન, અનુદાન વગેરે પણ આપ્યું. મેવાડની માહિતી આપ્યા બાદ આગળની પરંપરાનું વર્ણન કરતાં આચાર્યશ્રીએ અમદાવાદમાં સાગરશાખાના ગુરુમહારાજ નેમિસાગરજીના ઉત્તમ ચારિત્ર વિશે જણાવે છે. શ્રી નેમિસાગરજીએ અમદાવાદમાંથી ઘણા પ્રયત્નો કરીને યતિઓની જોહકમીથી સંવેગી સાધુઓને રાહત અપાવી. તેમના શિષ્ય રવિસાગરજીએ સેંકડો ‘માસકલ્પો' કર્યા હતા. તેમણે જીર્ણોદ્ધાર, તીર્થરક્ષા અને પાંજરાપોળોને સુધારવા માટે ઘણા ઉપદેશો આપ્યા. તેમના ભક્તગણોમાં શેઠ દલપતભાઈ ભગુભાઈ અને શેઠ હઠીશિંગનો પરિવાર હતો. તેમના શિષ્ય શ્રી સુખસાગજી હતા. ગુરુ સુખસાગરના વિયોગમાં બુદ્ધિસાગરજીને પળેપળે ગુજ્ઞા સ્મરે છે. જ્ઞાનીજનોને ગુરવિયોગ વૈરાગ્યાદિ હેતુરૂપ પરિણમે છે. તે રોજ ગુરઉપદેશ યાદ કરીને તે પ્રમાણે ધર્મપ્રવૃત્તિ કરે છે. ગુરુને સંભારીને હૃદયમાં જે અકલ્પિત સ્પંદનો જાગ્યાં તેને પ્રથમ સંસ્કૃતમાં ૧૬ શ્લોકમાં ગૂંથિત કયાં અને ત્યાર બાદ તેમને ગુરુકુપા, ગુરુશરણ અને ગુરસેવાના થકી પરમતત્વ લાવ્યું તે ‘ગુરુગીતા’નાં ૫૨૦ પદોમાં ગૂંથી લીધું. પ્રથમ પદ : “પગલાં પડયાં તારાં અહો જ્યાં તીર્થ તે મારે સદા, તત્વ પદની ધૂલી થકી નહોતો એ ભાવે મુદા, તવ પાદ પવે લોટતાં પાપો કર્યા રેહેવે નહીં તેં ચિત્તમાં જે માનીયું તે માન્ય મારે છે સહી. ” ... (૧) ‘જે ભૂમિ પર ગુરુએ વિચરણ કર્યું હોય તે ભૂમિ શિષ્ય માટે તીર્થ બને અને ગુરુની ૧૦૯ Go
SR No.034384
Book TitleBharatiya Sanskrutima Guru Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2015
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy