SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨. यात पक्ष सत्य छे. डरमा मंगलो मेड हालो सीडी काथ તો બીજાં દાણાઓ તપાસવાની જરૂર ન પડે. વિશેષ સાધન-સામગ્રીઓ તથા પૂર્ણ જ્ઞાનનાં અભાવે, વૈજ્ઞાનિકોને, પ્રભુએ કીધેલ તમામે તમામ બાબતોની સિદ્ઘિ રાડ્ય ન હોવા માત્રથી, પ્રભુએ કહેલ થાતોમાં શંકા ન કરાય. જગદીશચંદ્ર બોઝે તો ઘણાં-ઘણાં પ્રયોગો કર્યા બાદ, વનસ્પતિમાં જીવ તરીકેની સિપ્તિ મેળવીને, દુનિયા સમક્ષ રજૂ કર્યું ત્યાર બાદ આ દુનિયા સ્વીકારે છે. જ્યારે, હજારો વર્ષો પૂર્વે, એક પણ પ્રયોગ વિના, પ્રથમ તિર્થંકર ઋષભદેવ પ્રભુએ તો, પોતાનાં તાનનાં બને આ વાત કહી જ હતી. જગદીશચંદ્ર બોઝનાં જન્મ થયાં બાદ, તેમનાં દ્વારા પ્રયોગો થયાં બાદ, વનસ્પતિમાં જીવ આવી ગયો અને તેમનાં જન્મ પૂર્વે બનસ્પતિમાં જીવ ન હુતો આવું નથી. પરંતુ, તેમનાં જન્મ પૂર્વે પણા વનસ્પતિમાં જીવ તો હતો જ. કોઈ વૈજ્ઞાનિકે સિફ નહોતું કર્યું તે માટે આ દુનિયા સ્વીકારતી ન હતી. અનો દુાલતાં ચાલતાં બેઈન્દ્રિયાદિ જીવોને જીવ તરીકે માને છે. પરંતુ, સ્થિર રહેલા એકેન્દ્રિય જીવોને જીવ' તરીકે નથી માનતા. જ્યારે, આપણા પ્રભુએ તો પૃથ્વીકાય, અપકાયાદિ એકેન્દ્રિય જીવોને પણ ‘જીવ’ તરીકે ઓળખાવેલ છે. શાસ્ત્રમાં તે અંગે પુરાવાઓ પણ મળે છે. તેથી, સર્વત્ત-વિતરાગી એવાં મારા પરમાત્માએ પોતાની પાસે રહેલ કેવળતાન રૂપી electron microscope (સૂક્ષ્મ દર્શક યંત્ર) નાં માધ્યમે, પૃથ્વીકાય, અપકાયાદિ તમામ એકેન્દ્રિયોમાં જીવની અસ્તિત્વની વાત કરતાં હોવાથી, પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય આદિ જીવોમાં તો, જીવની સિગ્નિ કર્યા વગર જ આપોઆપ સિરુ થઈ જશે. (3) પોતાનો ખોરાક મળવાથી પોતાની કાયામાં વધારો થવો અને તેના અભાવે ઘટાડો થવો આવું લક્ષણ તો જીવમાં જ જોવા મળે છે. અનુવ પદાર્થોમાં, આ લક્ષા કદાપિ જોવા ન મળે. પૃથ્વીકાયમાં તો જીવનું આ લક્ષણ સ્પષ્ટપણે જોવા મળે છે. દાત.: કોલસાની ખાણ પૂરેપૂરી ખાલી કર્યા બાદ, ઘોડાં વર્ષો જતાં, ફરી પાછી ભરાઈ જાય છે. તે કઈ રીતે ? શા માટે હું (2) રાણાની આમની ખારે, મિરિ તીર્થના હિનામાં રોબ આરસની અમુ ખાણોમાં તો, માત્ર ૧૫-૨૦ વર્ષનાં ટૂંકા ગાળામાં જ, 33 जाली थयेल खारसनी जाला, दूरी पाछी लरार्ध क्तां कोया भणे छे, (વરસાદનું પાણી વગેરે ખોરાક રૂપે મળતાં ) - ધૂળ સ્વરૂપે રહેલ પૃથ્વીકાય, સમય પસાર થતાં, ધૂળમાંથી ધીરે-ધીરે કરીને ઢેફ્ળ સ્વરૂપે થાય અને ત્યારબાદ, ઠંડી - ગરમી- વરસાદાદિ વાતાવરણમાંથી ખોરાક મળતાં, આગળ જતાં ઘણાં વર્ષે, મોટી શીલા સ્વરૂપે (નક્કર અવસ્થામાં) થતાં જોવા મળે છે કે જેને ઉંચવા માટે, ૧૦-૧૫ માણસો પણ ઓછાં પડે છે. ખોરાકનાં આધારે આવો ઘટાડો કે વધારો તો ટૅબલાદિ અજીવ પદાર્થોમાં ક્યારેય પણ જોવા ન મળે. તેથી પૃથ્વીકાયમાં જીવ છે હવું સિફ ધી નોંધ : સચિત્ત પૃથ્વીકાય સ્વરૂપે રહેલ કાચાં મીઠાનાં તાનકડાં કણિયામાં, એક નાની ચપરીમાં પણ, ઓછામાં ઓછાં અસંખ્ય પૃથ્વીકાયનાં જીવી રહેલ હોવાથી પૃથ્વીકાયની હિંસા થાય ત્યારે, ઓછામાં ઓછાં અસંખ્ય જીવોની વિરાધના થાય તેથી, હિંસાની આટલી મોટી સંખ્યા (uaniy) નજર સામે ૨ાખીને, પૃથ્વીકાયનાં જીવોની હિંસાથી બચવા માટેનાં શક્ય એટલાં પ્રયત્નો કરવાં. ג આત્મ-તત્વ તો દરેક જીવમાં એક સરખો જ હોય છે. પછી ભલે ને તે એકેન્દ્રિય હોય કે બેઈન્દ્રિય હોય કે પંચેન્દ્રિય જીવ હોય. તેથી, કાળજીજાગૃતિપૂર્વક, પૃથ્વીકાયની વિાધનાથી બચવાનો પ્રયત્ન કરવો. કોઈપણ જીવતે મરવું પસંદ નથી. આપણને પણ જો પીડાં અને મૃત્યુ પસંદ ન હોય, તો પછી, બીજા નિર્દોષ જીવોને પીડાં મૃત્યુ આપવાનો આપણને શું અધિકાર છે ? બીજાં જાવોને નવું જીવન આપી શકીએ તો સારું જ છે, પણ જો એ શક્ય ન બને તો પણ કદાચ ચાલશે. પરંતુ, આપણી શારીરિક તા માટે કે પ્રમાદથી, બીજા અસંખ્ય નિર્દોષ જીવોન કિલામના પહોંચાડવી, તે તો જરાય ઉચિત નથી.
SR No.034383
Book TitleJiv Vichar Vivechan
Original Sutra AuthorN/A
AuthorDarshanyashvijay
PublisherUnpublished
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy