SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ પર અવલંબેલા છે, તેમાં પહેલે પાયે ભેદપ્રધાન અને વિચાર સંક્રમણ સહિત છે. જ્યારે બીજે પાયે અભેદપ્રધાન અને વિચાર સંક્રમણ રહિત છે. પહેલા બે પાયા પૂર્વધરને હેય છે; કઈ કઈ જીવ પૂર્વધર ન હોય તેને ત્રીજુ ધર્મધ્યાન જે ગુફલધ્યાન તુલ્ય છે તે તેને હોય છે. ઉપશમશ્રેણિ અથવા ક્ષપકશ્રેણિ કરતાં જીવને શુકલધ્યાનને પહેલો પાયે આઠમા-અપૂર્વકરણ, નવમા-અનિવૃત્તિ બાદરસં૫રાય અને દશમા-સૂઢમસંપરાય ગુણસ્થાને હોય છે. ઉપશમણિ કરનાર જીવને અગિયારમાઉપશાંતમહ ગુણસ્થાને પણ સપૃથફવસવિતર્ક સવિચાર ગુફલધ્યાનને પહેલે પાયે હોય છે. પરંતુ તે ધ્યાન પુરૂં થતાં જ જીવન દર્શનમેહ અથવા ચારિત્રમેહને ઉછાળો આવતાં તેનું પતન થતાં તે ક્રમશઃ ગુણસ્થાન ઉતરતે જાય છે અને તે સાતમાં ગુણસ્થાને અથવા ટૂઠા ગુણસ્થાને અથવા પાંચમા ગુણસ્થાને અથવા ચેથા ગુણસ્થાને અથવા પહેલા મિથ્યાત્વ ગુણસ્થાને એ ક્રમે ક્યાંક કયાંક અટકી જાય છે અથવા છેલ્લે નીચે ઊતરી જાય છે. કેઈ કઈ જીવ જ સાતમા, છટૂઠા, પાંચમા અને ચોથા આદિ ગુણસ્થાને અટકે છે; સામાન્યતઃ તે ઘણા જ મિથ્યાત્વ સુધી પહોંચી જાય છે. ક્ષપકશ્રેણિ કરનારને બારમાં ક્ષીણમેહ એ ગુણસ્થાને અપૃથફત્વ સવિતર્ક સવિચાર એ શુક્લધ્યાનને બીજે પાયે હોય છે, જેના પ્રતાપે તે પિતાના જ્ઞાનવરણ દર્શનાવરણ અને અંતરાય કર્મ ખપાવી કેવળજ્ઞાન, કેવળદર્શને પ્રાપ્ત કરે છે. અર્થાત્ તેને પિતાનામાં પ્રગટાવે છે. તેમાં ગુણસ્થાને
SR No.034382
Book TitleSiddhachakra Mahatmya
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Kanchanvijay, Chimanlal D Gandhi
PublisherRamanlal Jechand Shah
Publication Year1963
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy