SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવાસનળઃ મું માન્યતા હોય તે ખસેડવાની વાત રાણાવિક હેય જ. તરાએ કેવલજ્ઞાનાવરણયાદને માન્યાં જ નથી, તે પછી ખસેડવાની, તેડવાની, નિર્જરવાની યોજના જે હોય જ કયાંથી!, વૈશેષિકે મેક્ષમાં જ્ઞાન, આનંદ કાંઈ છે નહિ એમ માને છે. જીવા વાસ્તવિક સ્વરૂપને ઈતશ જાણતામાનતા નથી. ઝવેરી તથા કઈ છોકરે હીરાને સાચવે બેય, પેટીમાં રાખે બેય, હીરે જાય તે કલેશ કરે બેય ભલે, પણ હીરાનું મૂલ્ય સ્વરૂપ તે ઝવેરી જ જાણે છે. જેને તત્ત્વનું સ્વરૂપ સમજે છે અને તદનુસાર માને છે. મિથ્યાદષ્ટિ જ્યાં જ્ઞાનાવરણીય જ માને નહિ, ત્યાં તેને જોડવાના પાયની કલ્પના પણ ક્યાંથી કરે? - જ્ઞાનના પાંચ ભેદઃ ૧. મતિજ્ઞાન. ૨. શ્રુતજ્ઞાન. ૩. અવધિજ્ઞાન. ૪. મન પર્યાવજ્ઞાન. ૫. કેવલજ્ઞાન. પાંચ ઈનિદ્રો તથા છઠ્ઠા મન દ્વારા થતું જ્ઞાન તે મતિજ્ઞાન. શ્રવણ અને મનથી થાય તે મૃાાન. ઈન્દ્રિયે તથા મનની મદદ વિના રૂપ પદાર્થો જેથી જણાય તે અવધિજ્ઞાન. જેથી અઢી દ્વીપના સંસી પંચેન્દ્રિય મને ગત પરિણમેલા યુદ્ગલેનું સીધું જ્ઞાન થાય તે બનાવજ્ઞાન. રૂપી કે અરૂપી તમામ પદાર્થોને, ત્રણે કાલના, સર્વત્રના સર્વ દ્રવ્યને, પર્યાને, ભાવોને, ઇંદ્રિયે કે મનની મદદ વિના જેનાથી જણુાય તે કેવલજ્ઞાન. સ્વરૂપ સમાન છે, ફરક આકારમાં છે. જીવ બધા એક સરખા. મુગટ, કલશ વગેરે જુદી જુદી ચીજોમાં સેનું તે એક સરખું જ છે, માત્ર આકારે જુદા જુદા. આકારમાં સેનું તે તે જ રહેલું છે. આકારને અંગે ગ્રાહક જુદા. મુગટમાં તથા કલામાં રહેલા સેનામાં ફરક નથી. ફરક આકાર તથા ઉપગિતામાં છે. સૂત્મનિગેદ અનંતકાયમાંના જીવમાં તથા સિદ્ધના જીવમાં જીવત્વ તરીકે લગીરે ફરક નથી. જે સેનું સુગટ તથા કલશમાં છે તે જ સેનાપણું ધૂળમાં રખડતી સેનાની કણમાં છે. જીવપણું અધે સરખું વિચારાય, સમજાય ત્યારે આત્માને અંગે લેવા દેવાના કાટલાં જુદા હોવાથી કેટલે અન્યાર્ચ થાય છે તે સમજાશે. એક વણઝારે એક ગામમાં, જ્યાં પિને મુકામ કર્યો છે, ત્યાં સોનું વાવવા ગયે. એક ગામથી બીજે ગામ કય વિકલ્લે વેચ કરતા જાય અને ગામેગામ ફરતા જાય; તેને પ્રથમ સમયમાં વધુઝાણ કહેવામાં આવતા
SR No.034381
Book TitleAgamoddharak Pravachan Shreni 186 to 236
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
PublisherAnand Hem Granthmala
Publication Year1981
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy