SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ૧૪ મું પ્રવચન ૧૯૪ મું अथवा औदारिकादिवर्गणारुपा चीनसया निष्पादिताः सन्तो ये जीवप्रयोगेणैकेन्द्रियादिशरीरप्रभृतिपरिणामान्तरमापादितास्ते मिश्रपरिणताः, મિશ્રસાપરિણત પુદગલે શાસનની સ્થાપના સમયે, ભવ્યજીના ઉપકારાર્થે, શ્રીગણધરદેવે કરેલી દ્વાદશાંગીની રચનામાં, પંચમાંગ શ્રીભગવતીજી સૂત્રના અષ્ટમ શતકને પ્રથમ ઉદેશે ચાલે છે. વ્યાખ્યાકાર શ્રીઅભયદેવસૂરીશ્વરજી મહારાજાએ વ્યાખ્યામાં જણાવ્યું કે પુદ્ગલના પરિણામે ત્રણ પ્રકારના છે. એ ત્રણ પ્રકાર આપણે જોઈ ગયા, અને કાંઈક વિચારી પણ ગયા. એ ત્રણ પ્રકાર કયા?, ૧. સ્વભાવ–પરિણત, ૨. પ્રગ–પરિણુત, ૩. મિશ્ર–પરિણુત. નામકર્મના નિર્માણકર્મોદયે જીવના જે વ્યાપારથી પુદ્ગલો શરીરાદિપણે પરિણમે છે તે પુદ્ગલેને પ્રગ-પરિણત કહેવાય. આ રીતે તે શરીર, મન, અને વચનપણે તે પુદ્ગલો પરિણમે છે. જીવના વ્યાપારથી શરીર રચાય છે, છતાં એ શરીર જીવ પિતે ધારે તેવું મોટું અગર નાનું અગર અમુક પ્રકારનું બનાવી શક્યું નથી. પોતાના પ્રયાસથી થતું શરીર પણ તેવું કેમ ન બનાવાય?, એ પ્રશ્ન થઈ શકે છે; માટે સમાધાનમાં સમજી લે કે ઘાટને આધાર નિર્માણ કર્મના ઉદય પર રહ્યો છે. ધાર્યા મુજબ તમે અક્ષર પણ કાઢી શકે છે? કેઈના અક્ષર મતીના દાણા જેવા અને કેઈન જેવાય ન ગમે તેવા. મેટી વયવાળો મનુષ્ય ધારે તે ય ન્હાનાં બાલક જેવા અક્ષર કાઢી શકતા નથી, તેમ જ ન્હાને બાલક મોટા મનુષ્ય જેવા અક્ષર નથી કાઢી શક્ત. વસ્તુ અભ્યાસ પ્રમાણે જ બને છે. અક્ષર લખનાર પિતે છે, છતાં ત્યાં મરજી ચાલતી નથી. તે જ રીતિએ જીવ શરીર ધારણ કરે છે, બનાવે છે, બાંધે છે, વધારે છે એ તમામ વાત સાચી, તથાપિ તેને તમામ ઉદ્યમ કર્માધીન હોવાથી જેવું નિર્માણ નામકર્મ હોય, તેવું જ શરીર જીવથી બની શકે છે, અને બનાવી શકાય છે. નિર્માણ નામકર્મની આધીનતામાં રહેલા છે તથાવિધ પ્રયત્નપૂર્વક પરિણમવેલા પુદ્ગલોનો પરિણામ તે પ્રગપરિણામ કહેવાય. દશ્ય પદાર્થો માત્ર (તમામ)માં પુદ્ગલે પ્રગ-પરિણંત
SR No.034381
Book TitleAgamoddharak Pravachan Shreni 186 to 236
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
PublisherAnand Hem Granthmala
Publication Year1981
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy