SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ૧૧ નિરૂપણ છે, તથા સીધું નિરૂપણ છે. માત્ર વકતવ્ય છે. શ્રી ભગવતીજી પ્રશ્નોત્તર રૂ૫ છે. રાજગૃહી નગરીમાં, શ્રી ગૌતમસ્વામીજીએ કરેલા પ્રશ્નોના, ભગવાન મહાવીર મહારાજાએ આપેલા ઉત્તરેના આ મહાન કલ્યાણકારી સૂત્રનું અષ્ટમ શતક છે. આ શતકની ઉત્પત્તિ રાજગૃહી નગરીમાં છે. ચાર પ્રકારના સિદ્ધાન્તનું સ્વરૂપ ધર્માસ્તિકાયાદિ અસ્તિત્વનો પ્રતિપાદક સ્વતંત્ર સિદ્ધાંત છે, એટલે તે સ્વતંત્રપ્રતિતંત્ર સિદ્ધાંત બીજે સર્વતંત્ર સિદ્ધાંત. “પૃથ્વી આદિ પાંચે છે તે સર્વતંત્ર-સિદ્ધાંત. નાસ્તિકે જ આ માને તે પણ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ આ ચાર તે બધા માને માટે તે સર્વતંત્ર સિદ્ધાંત. ત્રીજો અભ્યપગમ સિદ્ધાંત. જે વાત માનતા ન હોઈએ પણ ઓળખી હાય, “માને કે આમ છે, એમ હૈય” એમ કહેવાથી પરીક્ષા માટે જે માન્યું તે અભ્યપગમ સિદ્ધાંત.ક્ષણવાર માટે, ઘડીવાર માટે માની લીધું માટે ગળે વળગ્યું એમ નહિ. ઈશ્વરને બીજાઓ કર્તા, હર્તા સુખ દુઃખ દેનાર માને છે. જૈન તેમ નથી માનતા. મેત દેનાર ઈશ્વર?, મેત તે ખાટકી આપે !; બધી પ્રેરણા ઈશ્વરની, તે પછી કેઈએ બકરી મારી તેમાં મારનારને શું વાંક?' એ તે બિચારો રાંક છે, પ્રેરણાવશાત્ કરે છે, ગુન્હેગાર તેના પ્રેરક ઈશ્વર જ ને ! જજના હુકમથી ફાંસી દેનાર જલ્લાદને ગૂનૈ ? જલ્લાદ ખૂની ગણાય? ઈશ્વરને કર્તા માનીએ તે તમામની જવાબદારી ઈશ્વરના શિરે જ વળગે છે. તાત્પર્ય કે જેને ઈશ્વરને કર્તા હર્તા તરીકે માનતા નથી પણ ઇતરે માને છે એટલે વાતચીત દરમ્યાન, શાસ્ત્રાર્થ દરમ્યાન, પ્રસંગે, પરીક્ષા માટે, નિર્ણય માટે ઘડીભર ઈશ્વરને તે માનો એ અભુગમ સિદ્ધાંત. ચોથો અધિકરણસિદ્ધાંત જે વાત કથનમાં ન હોય, વાક્યમાં શબ્દથી ન હોયન ક્રિયાપદથી કે ન નામથી, ન વિશેષણથી, ન વિશેષ્યથી હોય છતાં તે માનવી પડે, કબૂલવી પડે, તેને અમલ થાય તે અધિકરણ સિદ્ધાંત. એક માણસને અરધે મણ દહીં લાવવાનું કહેવામાં આવ્યું. વાક્ય શું? “ભાઈ! અરધે મણ દહીં લાવ.” આ વાકયાનુસાર તે અરધા મણ દહીંનું મટકું લઈ આવ્યું. વાકયમાં ભાજનની, પાત્રની, મટકાની વાત (આજ્ઞા) હતી
SR No.034381
Book TitleAgamoddharak Pravachan Shreni 186 to 236
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
PublisherAnand Hem Granthmala
Publication Year1981
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy