SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨ શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ૬ લટકાવી નીચેથી અગ્નિ સળગાવે. બાંધીને એના ઉપર સર્પો, વીંછી, સિંહ, કાગડા છેડે, જેથી બિચારાના અંગોપાંગ ઉપર ડંખ દે, કરીને ખાય. વાંસલા અને રંદાથી શરીરની ચામડી લે છે. તે ઉપર મીઠાના પાણી છાંટે છે. ઉકળતા તેલમાં તળે છે. કુંભમાં ઘાલીને પકાવે છે. કરવતથી કાપે છે. અંગારામાં સુવડાવે છે, બળદ માફક ગાડામાં જોડી ખૂબ ભાર ખેંચાવે છે. બરાબર ન ચાલે તે તફણ આપવાળી પણ પીઠમાં ભેંકે છે. વળી ખીલાવાળી શય્યામાં સુવડાવી ઉપરથી ઘાણના માર મારે છે. વાઘ, દીપડા, શિયાળ, કૃર બિલાડાં, નોળીયા, સાપ, ગીધ, ઘુવડના રૂપ બનાવી, તેની સામે ઊભું કરી કુરતાથી ભક્ષણ કરાવે છે. તપેલી રેતીમાં ચલાવે છે. તલવારની ધાર જેવા પાંદડાવાળાં વૃક્ષના વનમાં પ્રવેશ કરાવે છે, નીચેથી પગ અને ઉપરથી પાંદડાં પડે તે અંગે તરત કપાઈ જાય. શા માટે પરમાધામીઓ આ બિચાર નિરાધાર અશરણને આવી રીતે સંતાપ કરતા હશે? બિચારા બીજાને દુઃખ આપી તેમાં જ આનંદ માનનારા હોય. મહેમાંહે વિરુદ્ધ રૂપ કરી લડતા નારીને દેખી રાગ દ્વેષ અને મેહથી પરાભવ પામેલા પાપાનુબંધી પુન્યવાળા આત્માને અતિશય આનંદ ઉપન્ન થાય છે. આવું દેખીને પરમાધામીઓ અટ્ટહાસ્ય કરે છે, ખડખડ હસે છે વસ્ત્રો ઊંચાં નીચા ઉછાળે છે, નાચે કૂદે છે, માટે સિંહનાદ કરે છે. દેવલેકમાં બીજા અનેક સુખનાં સાધને હવા છતાં, માયા નિયાણ મિથ્યાત્વશલ્ય તત્ર કષાયના ઉદયે કરેલા વ્રત નિયમની આલેચના ન કરી હોય, તેથી આવા હલકા દેવલોકમાં ઉપ્તન થાય છે, જ્યાં પાપાનુબંધી પુન્ય ભેગવે છે. અગર બાલતપસ્વીપણાથી પણ આવા દેવ થાય છે, જેથી પ્રીતિના કારણભૂત અનેક બીજા દેવલેકના વષ, ભેગે હોવા છતાં, બીજાને દુ:ખી દેખી આનંદ પામે છે. આવું નિરંતર અતિ તીવ્ર દુઃખ અનુભવતાં મરણની ઈચ્છા કરે, તે પણ મરણ આવતું નથી. ત્યાં કોઈને કોઈનું શરણ નથી. તેમજ ત્યાંથી નાસી છૂટાતું નથી. ત્યાંના સ્વભાવથી દાઝી ગયેલાં, ફાડી નાખેલાં, કપાઈ ભેદાઈ ગયેલાં કે શત થયેલાં શરીરે તરત રૂઝાઈ જાય છે. જેમ વહેતાં પાણીમાં કઈ દંડ મારી પાછું
SR No.034381
Book TitleAgamoddharak Pravachan Shreni 186 to 236
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
PublisherAnand Hem Granthmala
Publication Year1981
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy