SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મરત્ન પ્રકરણ ૩૨૩ ઘાસ કાપવા માટે તે સામાન્ય દાતરડું ઉપયોગમાં લેવાય, પરંતુ ચંદ્રહાસ જેવી કિંમતી તલવારથી ઘાસ કાપનાર મૂર્ખ ગણાય, જે ક્રે ઘાસ કપાય, પણ ઉત્તમ વસ્તુને ઉપગ અધમ વસ્તુ માટે કરાય તે નરી, અવિવેક દશા ગણાય. તેમ મનુષ્યપણાને ઉપગ મનુષ્યગતિથી સાધ્ય ધર્મરત્નમેળવવામાં ન કરતાં સર્વ ગતિમાં સાધ્ય એવા ભેગોમાં અને વિશ્વમાં કરે, એના જેવું બીજું શું શોચનીય હોઈ શકે?, અર્થાત જાનવર કરતાં મનુષ્ય વધારે શું કર્યું ? ઉત્તમોત્તમ ઉત્તમ મનુષ્યપણાથી ધમરત્ન મેળવે. માળા કરનાર પક્ષીઓ પોતાનાં બચ્ચાં માટે ઘર-માળે બાંધે રક્ષણ છે, કરે છે. પક્ષીઓ પશુઓ પણ પિતાનાં બચ્ચાનું ઉછેર-રક્ષણ-પોષણ નેહથી કરે છે. કુતરૂં કે ગાય પિતાનાં બચ્ચાને જન્મ આપે, તે વખતે માલિક પણ જે પાસે જાય તે કુતરૂં કરડવા દેડશે, અને ગાય શીંગડું. મારશે, કારણકે પિતાનાં બચ્ચાં ઉપર પ્યાર હોવાથી ઘરધણીના માલિકને પણ તે જાનવરને ભરોસે હેતે નથી. સંતાનનું પાલનપોષણ રક્ષણ જાનવ પણ કરે છે. અને તમે પણ કરે છે, તેથી તમે વધી જતા નથી. વસ્તુતઃ તેમાં મનુષ્યભવની સફળતા નથી. પાપરૂપ વિષય-કષાયને ત્યાગ કરી કુટુંબ, સગાં નેહી, પુત્ર, સ્ત્રીના રંગરાગમાં રાચ્યા વગર ધર્મરત્ન પ્રાપ્ત કરી વિવેકપૂર્વક વર્તે તે જ મહા મુશ્કેલીથી મળેલું મનુષ્યત્વ સફળ થાય. કુદરતે મળી ગયેલું મનુષ્યપણું તેનું રક્ષણ કુદરત નહી કરે. મળેલા ધર્મરત્નનું રક્ષણ આત્મવીય જ કરશે. પશપાલે. ચિંતામણિ રત્ન મેળવ્યું પણ ગેરસમજથી પિતાના હાથે જ અમૂલ્ય અલભ્ય તે રન ફેંકી દીધું, તેમ આપણે પણ આપણે આ ઉત્તમ મનુષ્ય જન્મ અણસમજણથી પ્રમાદમાં ગુમાવી નાખીએ છીએ. તે ન ગુમાવતાં ઉત્તમ સાધનથી ઉત્તમોત્તમ ધમ ચિંતામણિ મેળવે. મળતાં ક્ષણ, પણ રક્ષણમાં જીવન. ચક્રવર્તિને ઘેર પ્રથમ પુત્ર જપે, પણ તરત જ મરી ગયે. કહે કે તે જીવે શું મેળવ્યું? પાટવી કુંવર તરીકે તે રાજપુને જેટલું ગુમાવ્યું નથી, તેના કરતાં તે મનુષ્ય થયા અને ધમરત્ન ખાયું તે ધર્મરત્ન કમાવનારના ભવભવ બગડે છે. રાજપુત્રે એક ભવનું રાજય ગુમાવ્યું, અને શ્રાવકકુળમાં આવેલા આંત્માએ તે અનેક જન્મ સુધી
SR No.034381
Book TitleAgamoddharak Pravachan Shreni 186 to 236
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
PublisherAnand Hem Granthmala
Publication Year1981
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy