SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ છે દીક્ષાની જડમાં ધર્મ છે. બગીચે તૈયાર કર્યો છે ત્યારે તે મહેનત પડે છે. પરંતુ ફળ ખાવાં બધા આવે છે. દીક્ષા થાય ત્યારે સંબંધ વગરનાને પણ કડવી લાગે છે. કયા ગામવાળાને ગુરુ સાધુ નથી જોઈતા? “અમારા ગામમાં માસું પધારે” આમ આગ્રડ પૂર્વક વિનંતિએ સાધુઓને કરાય છે, છતાં થતા સાધુ નથી જોઈ શક્તા, પરંતુ તૈયાર થયેલા સાધુએ માટે જોરદાર વિનતિઓ કરે છે. છોકરાને ડરાવે છે તે કેવી રીતે ? સાપ, ઘો, વીંછીના નામે છેકરાને નથી ડરાવતા. “બાવા આવ્યા’ કહી છોકરાને ડરાવે છે. એ જ છોકરા જયારે ભણી ગણી હોંશિયાર થાય ત્યારે અમારું કૂળ અજવાળ્યું. જન્મ આપતી માતાનું દુઃખ જોઈ શક્તા નથી, પણ છોકરાને રમાડવા સહુ કેઈ તૈયાર છે. તેમ દીક્ષા લેતી વખતે કુટુંબના કલેશને કેટલાક આગળ કરે છે, પણ જ્યારે સાધુ શાસન પ્રભાવનાને કાર્યોમાં જીવન અપનાવે છે, ત્યારે તે સહ કે ઈદેખી આનંદ પામે છે. કહેનારા કહે છે કે ખરેખર માતાના પેટે રત્ન પાળે. છતાં કુટુંબીઓ દીક્ષા પાછળ કલેશ કરે તે પણ તેની જડમાં ધર્મ છે. પણ ફેગટીઆના નશીબમાં તે હાથ ઘસવાના છે. વજસ્વામીની માતાએ રાજદરબારમાં ફરિયાદ કરી. છેવટે પુત્રે તે દીક્ષા જ લીધી. માતાએ વિચાર કર્યો કે પતિએ દીક્ષા લીધી અને પુત્રે પણ લીધી. હવે મારે કેના માટે સંસારમાં રહેવું ? એમ કરી માતા જે કલેશ કરનાર હતી, તેણે પણ દીક્ષા જ લીધી. ફેગટીયા દિક્ષામાં વિરોધ કરનારને માત્ર દીક્ષાને ઠેષ છે. તેના કુટુંબીની દયા કે લાગણું જ હોય તે કેટલાને મદદ કરી ? લગ્ન કરવા જાય ત્યારે ચાર ખારેક માટે ગાળાગાળી બેલનારી વેવાણે જમતી વખતે એક પાટલે બેસી જામશે. એ જ સાધુ માંદા થાય ત્યારે કલેશ કરનારા કુટુંબીઓ તરત દોડતા આવશે, માવજત કરશે, પણ પેલા મફતીયા કલશ કરનારા કોઈ તપાસ પણ કરવા આવતા નથી હવે તમામ સગાંવહાલાં સ્વજને બહુમાન કરવા આવે છે. - જયદેવની સમૃદ્ધિ દેખી માબાપ, સ્વજનો, નગરના લેકે અંતઃ કરણથી પ્રૌતિબહુમાન કરવા લાગ્યા. દેખાડવા માટે કે ખુશામત આતર નહિ. વરને વરની માએ વખાણે તેમાં શી નવાઇ? તેમ નથી,
SR No.034381
Book TitleAgamoddharak Pravachan Shreni 186 to 236
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
PublisherAnand Hem Granthmala
Publication Year1981
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy