SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મરત્ન પ્રકરણ ૨૭ તેનાથી “ઘરના છોકરા ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો” એવા શબ્દો બેલાય જ નહિ, આપણે પણ દુનિયાના શબ્દો બોલવાથી ટેવાઈ ગયા છીએ. સંતાન અને ચૈત્યની પસંદગીમાં ચૈત્યની પ્રસંદગી કરી. પુત્રપ્રાપ્તિનાં પરિણામ - પુત્રોમાં પણ બે વાત હોય. કાં તે કૂળનો શણગાર, નહીંતર છેવટે કૂળને અંગાર. વિનયવાળે પુત્ર હોય તે કૂળને શણગાર થવાને. બાપે અત્રીશ ખત્તાં ખાઈને બત્રીસ લક્ષણ મેળવ્યાં હેય. વિનયવાળે પુત્ર ૩૨ ખાત્ત ખાધા વગર ૩૨ લક્ષણ મેળવી શકે તેમ આ શેઠને વિનય તેમજ ઉજજવળ બુદ્ધિવાળે પુત્ર છે. ગધેડીને ૧૦ પુત્રપુત્રી છતાં જિંદગી સુધી ભાર વહે જ પડે છે તેમ માં પણ પુત્રો તરફથી શાંતિ,નિશ્ચિતપણું ન થાય તે જાનવરના વછેરામાં અને મનુષ્યના પુત્રોમાં ફરક કર્યો? જાનવર માટે પાંજરાપોળ છે. મનુષ્ય માટે તેમ નથી. જાનવર નકામાં થાય તે પાંજરાપોળે મૂકી દઈએ. આપણે તે જિંદગીના છેડા સુધી ઘરની ચિતા કરવાની અને “મૂકી જા ને વિસર જાને જાપ જપવાને. રાજીનામું દેવાની સ્થિતિ હજુ નથી આવી? રાજીનામું અને રજા એ બેને ફરક સમજે શેઠ રાખવા માંગે અને આપણે રહેવું નથી, ત્યારે રાજીનામું આપ્યું ગણાય. રજા એને કહેવાય કે આપણે રહેવા માગીએ ને શેઠ રાખવા માગતા નથી, તેમ કુટુંબ રાખવા માગે અને આપણે રહેવું નથી. તે રાજીનામું દઈ કુટુંબ છેડતાં શીખે, રજા દેશે અને છેવટે છોડવું પડશે તે તે કરતાં શા માટે જાતે રજા લઈને નીકળી ન પડવું ? બેમાંથી એક પ્રકારે કુટુંબ તે છોડવું જ પડશે. પુત્રો એનું નામ કે માબાપને રજા દઈને જવાને વખત ન લાવે. મનુષ્યપણાની સંતતિ ડહાપણુવાળી હેય. જાનવરમાં પણ પિતપોતાનાં બચ્ચાં પર દરેકને પ્યાર છે. પરંતુ મનુષ્યમાં વિવેક સાથે ડહાપણ વસવું જોઈએ. છેડવું છે, છૂટવાનું છે, તે રાજીનામું કેમ ને આપવું ? પુત્ર ભાર ઉતારનાર બને. હવે જ્યદેવ પુત્ર પિતાને ભાર ઉતારનાર છે કે ગધેડાના પુત્ર માફક ભાર વહેવડાવનાર છે તે વિચારીએ.
SR No.034381
Book TitleAgamoddharak Pravachan Shreni 186 to 236
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
PublisherAnand Hem Granthmala
Publication Year1981
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy