SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ૧૮૭ મું ૧૧ કે જાય, પુત્ર મરી જાય તે પરમેશ્વર કયું ! ત્યારે તમારે પુણ્ય–પાપનું ફલ નથી જ ને ?, “આકારવાળી વસ્તુ પરમેશ્વરે બનાવી, કથનના પ્રત્યુત્તરમાં ક્ષુલ્લકે ઉપહાસ્ય કર્યું કે “વિષ્ટામાં આકાર કરવામાં શું પરમે શ્વરને પ્રવેશ છે?” જી દ્વારા આકાર ફરે છે. વર્ણાદિક જેથી ફરે છે. જેમાં પુદ્ગલના પરિણામને સમજતા નથી, તેઓને જ પરમેશ્વરે આમ કર્યું, પરમેશ્વરે તેમ કર્યું એમ કહેવું પડે છે. પુદ્ગલ–પરિણામાન્તર ન માને તેને ઈશ્વરને વચમાં ઘાલવું પડે. પુદ્ગલમાં ફેરફારને, પરિવર્તનને સ્વભાવ છે. લીલાનું લાલ ને કાળું થવું, સુગંધીમાંથી દુર્ગધી થઈ જવું, ત્રિખૂણિયામાંથી ચતુષ્કોણ થઈ જવું-એ તે પુગલને સ્વભાવ છે. બીજાઓ પુદ્ગલના પરિણામને નથી સમજતા, નથી માનતા, અને પુદ્ગલના પરિણામને સ્વતંત્ર નથી માન્યા જે કે પરમાણુ અમુક હદ સુધી સ્વતંત્ર સ્વાભાવિક પણ છે. જીવ જન્મે ત્યારે દેહ એક વેંત ચાર આંગળને. આહાર દ્વારા શરીર વધ્યું ભૂમિતિથી શરીર કેણે નકકી કર્યું, જૈન મત એ જ માને છે, સ્વીકારે છે કે ઉપગપૂર્વક ઉભય રીતિએ આકારનું ઉત્પાદન છે. ઈશ્વર કહે છે તે વાત, તે તત્વ જેને કદાપ સ્વીકારી શકે નહિ. દેખાતા પુદ્ગલપરિણામે સંસારી જીવનાં કહેલાં છે. પૃથ્વી, પાણીના પિંડે તે તે કાયાના છાએ પરિણુમાવેલા છે. અગ્નિ, વનસ્પતિ, ત્રસના છાએ તે તે આકારેને રૂપ આપ્યું છે. જે જે શરીર દેખાય છે, તે તે શરીર માત્ર, જેના પરિણુમાવેલા છે. સંસારી જીવ કર્મયુક્ત છે. કર્મ મળવાથી પરિણુમાન્તર થાય છે. દુનિયામાં પણ કહેવત છે કે “કાળીયાની જોડે જોળીએ બાંધે તે, વાન ન લે તે સાન તે લે.” ઇતરનાં લક્ષણો તે જુઓ ! “જણવામાં જેરૂ, પરણવામાં-પરણવામાં પંડ અને ભૂંડામાં ભગવાન ! પુત્રને પ્રસવ થાય તે લખાય કે, “અખંડ સૌભાગ્યવતી ફલાણું બાઈએ પુત્ર રત્નને જન્મ આપે, પરણવવામાં લખાય કે –“ફલાણુના ચિરંજીવીનાં લગ્ન ફલાણાની પુત્રી સાથે નિરધાર્યા છે, પરંતુ કાંઈ માઠો બનાવ બને તો, “પરમેશ્વરને ગમ્યું તે ખરૂં શું પરમેશ્વરને માઠું ગમે છે ? - જીવ માત્રને બાંધ્યાં ભેગવવાં પડે છે. કરેલાં કર્મો પિતાને જ ભાગવવાં પડે છે. આવી સ્પષ્ટ વાત છતાં દોષનો ટોપલે ઈશ્વર માથે !
SR No.034381
Book TitleAgamoddharak Pravachan Shreni 186 to 236
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
PublisherAnand Hem Granthmala
Publication Year1981
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy