________________
પ્રવચન ૨૩૫, મું
૨૭૧
માટે? સમ્યમાર્ગે ચાલનારે એમાંથી બચી શકે તેટલા જ માટે ઓળખાણ આપી કે આ મનુષ્ય આ પરિણતિવાળે છે. માટે પરિચય કરતાં વિચાર કરજે. સમ્યક્દષ્ટિવાળાનું રક્ષણ કરવાનો જ માત્ર મુદ્દો છે, પણ નિહુવને કે મિચ્યોદષ્ટિને સજા કરવાનું રથાન નથી. જેમ તમારે દુનિયામાં નાતબહાર, સંઘબાર એ શબદ ગુનાનો. એ જ જગ્યાએ અમે નાત તરીકે તેમની સાથે વ્યવહાર બંધ કરીએ તે ગુને નહિ એ બેમાં ફરકશે ? ફરક એ કે તેને બહાર કરનારે તેના હક્ક ઉપર ત્રાપ મારે છે, જયારે વ્યવહાર ન રાખનારે માત્ર પિતાના હક્કનું રક્ષણ કરે છે. હું વ્યવહાર ન રાખું તે પોતાના હક્કનું રક્ષણ અને સંઘ બહાર, જણાવ તે–એના હકની લૂંટ છે. એક મનુષ્યને સંઘ કે નાત બહાર કરે તે તેના હક્કની લૂંટ છે. વ્યવહાર આપણે બંધ કરે તે આપણે હક્ક છે. નિન્દવની સાથે બાર પ્રકારને સંભગવ્યવહાર બંધ કરવાનો
તેમજ નિન્દવને અંગે પણ સાધુએ વંદન–નમસ્કાર એમ બાર વાનાં બંધ કરવા. બાર પ્રકારને સંગ તે બંધ કરવું. તે નિન્દવની જાહેરાત તિર્થંકર મહારાજ પાસેથી દેવી સમાચાર લાવે છે. તેવા વખતે બાર પ્રકારને સંબંધ તેની સાથે બંધ કરવામાં આવે છે. આ પ્રમાણે ગઠામાલિની સાથે સંબંધ બંધ કર્યો. એટલે કે બાર પ્રકારને વ્યવહાર બંધ કરવાનો કાઉસ્સગ કર્યો એટલે શ્રાવકો આપોઆપ સમજી જાય. સમ્યકત્વવાળા હોય તેવા પરિચય ભલે કરે તેને સમજાવવા માટે પ્રયત્ન કરે તેથી સમ્યકત્વ જાય નહીં. રાડે નાખે તે કષાયથી, પણ તે ક્રોધ અર્તવ્ય છે, તે વિન્ડવમાં આખા સંઘના બચાવ માટે બાર પ્રકારની સામાચારી તેડી કાઉસ્સગ કરે તે નિ—વની નિંદા માટે નથી, પણ સંઘના બચાવ માટે, સમ્યગૃષ્ટિના બચાવ માટે, મિથ્યાષ્ટિના હલકાઈ માટે નહિ. કેઈપણ જગ્યા પર એમ ન જણાવ્યું કે મિથ્યાત્વીને ઠેકી પાડે તે સમ્યકત્વ શુદ્ધ થાય. અવગુણ સુધી છેષ પ્રશસ્ત, અવગુણી ઉપર દ્વેષ પ્રશસ્ત ન ગણાય. - વાલીએ કરેલે કષાય, કાર્યના વખાણ તરીકે લખતા નથી. વિષ્ણકુમારી અંગે શાસનના રક્ષણનું વર્ણન કરીએ, પણ બાશ છે કે આમામને
*