________________
પ્રવચન ૨૩૪ મું
૨૫૯
છે. તેની ફરજ છે કે માલિકના માલનું રક્ષણ કરવું જોઈએ. અન્યાયથી, અધર્મથી ગાયને મળવું જોઈએ-એ દષ્ટાંત ન દેતાં ઘાટના કૂતરાનું દષ્ટાંત આપવામાં આવ્યું છે. નદીમ ઘાટનું પાણી વહી રહ્યું છે. ત્યાં કૂતરે બેઠે છે ને તે ત્યાં ગાય-ભેંસને પાણી પીવા દેતું નથી. આમાં માલિકને માલ કે તેના રક્ષણનો સંબંધ નથી. ફક્ત કેઈને કામમાં આવવા ન દેવું. ચાહે તે કુતરો પીવા દે, ન પણ પીવા દે તે પણ પાણી તેટલું ને તેટલું જ વહી જવાનું. પીવા દે તે દરિયામાં ઓછું જવાનું નથી, ન પીવા દે તેવી ખાવાનું નથી. ન પીવા દે તેથી ઘાટમાં વધારો થવાને નથી. બીજા કોઈ પી ગયા તે ઘટાડે પણ થવાનો નથી. જ્યાં ઘટાડે વધારો નથી ત્યાં, કૂતરે બેસીને કરવાનું શું? ઘાટનું વહેતું પાણી પી ગયા કે ન પી ગયા. તે વધવા-ઘટવાનું નથી. ઘાટની જગ્યાએ તે હિસાબ તેને તે જ છે. જે વસ્તુ રાખી રહેવાની નથી, તેવી વસ્તુ માટે કૂતરે પ્રયત્ન કરે તો તે નિરર્થક ગણાય. તેવી જ રીતે આ મનુષ્યપણું કિંમતી છે, મુશ્કેલીથી મળેલું છે, પણ રાખ્યું રહેવાનું નથી, તે પછી તેનું રક્ષણ કે તેમાં પ્રયત્ન શા માટે જોઈએ? ફેરફાર કરી શકાય તેને માટે તે પ્રયત્નની જરૂર, પણ જેના રક્ષણ માટે પ્રયત્ન કરીએ તે પણ રક્ષણ થવાનું નથી, તે પછી તેના રક્ષણ માટે પ્રયત્ન કેણ કરે? શેરડી સીંચી લેવી:
તળાવમાં પાણી આવ્યું. ચાહે ઉપગમાં લે તો પણ માસું બેસવાની વખતે લગભગ ખાલી, ઉપગમાં ન લે તે પણ ચોમાસા બેસવા અગાઉ ખાલી, પછી ડહાપણ શામાં? એ પાણીએ શેરડી સીંચાય તે સીંચી લેવી, એ પાણીને ઉપયોગ ન કરે તેથી વધવાનું નથી ને ઉપગ કરે તે પણ ઉનાળે સૂકાઈ જવાનું છે. તે તેમાંથી રડી ન ઉગાડી લે તે મૂર્ણો જાણવે તેમ આ મનુષ્યજીવનરૂપી તળાવ એક સો વર્ષે તે સૂકાવાનું છે. અહીં તેનાથી ધર્મ કરે કે ન કરે તે પણ એકસો વર્ષે તે સુકાવાનું છે, તે પછી આ દેહ પામી જે ઉદય ન સાધી લઈએ તે ખરેખર આપણી મૂર્ખાઈ ઉદયમાં કરવું શું ? તળાવમાં પાણી હોય, સૂર્ય, ચંદ્ર, મહેલ, મહોલાત વગેરેનાં પ્રતિબિંબ અંદર પડે, ને જે મનહરતા લાગે, તે શેરડી સીંચવાના વખતમાં મનહરતા ન હોય, પણ