________________
૨૨૬
શ્રી આગમાહારક પ્રવચન-શ્રેણી વિભાગ છઠ્ઠો
અંખડ પરિવ્રાજક પણ સ્થર મનના હતો. નાના બાળકના હાથમાં પેડા હોય પણ જો રમકડું સારું આપીએ તો પેઇંડા મૂકી દે. પછી સુશાભિત ઘંટડી આપીએ તે રમકડુ મૂકી દે છે. એ બાળકનાં મનમાં દુષ્ટતા નથી, પણ ચાંચલ્ય છે, ઘડીકમાં માને વળગે અને ઘડીકમાં ધાવ માતાને વળગે, અંખડ પરિવ્રાજકની કઢ’ગી હાલત પણ તેના મનની ચંચળતાને લઇને હતી.
એક વખત તેણે ભગવાન શ્રી મહાવીર દેવને વંદનાદિ કરી કહ્યું:ભગવાન ! હું રાજગૃહી નગરી જાઉં છું' ભગવાને તેની ચંચળતાના દોષ ટાળવા, ધર્મમાં દેઢ કરવા, સુદૃઢ મનવાળી સુલસાને પરચય કરાવવા તેને કહ્યું કે “સુલસાને ધર્માંલાભ કહેવા.” માર્ગોમાં અબડ પરિવ્રાજક હૃદયગત વિચાર કરે છે, શ્રેણિક સરખા રાજાને ધમ લાભ નહિ, અભયકુમાર સરખા મંત્રીને ધર્મલાભ નહિ, ધનાશાલિભદ્ર જેવા શ્રેષ્ઠિઓને ધ લાભ નહિ, અને આ સુલસા શ્રાવિકાને ભગવાને ધમ લાભ કહેવરાવ્યા, માટે જરુર પાત્ર વિશિષ્ટ જ હેવું જોઈએ, છતાં તપાસ કરવામાં શું જાય છે ! વાત વાતમાં મારું મન તા માંસા તેલા થઈ જાય છે, તેા આ સ્ત્રી જાતિનું મન કેવુ સુદૃઢ હશે !”
-
બ્રહ્મા !
અંખડ પરિવ્રાજકે તા રાજગૃહી જઇને માયા પ્રયોગની શરુઆત કરી. પહેલે દિવસે બ્રહ્માનું રુપ કરીને સુ ંદર ઠાઠ જમા. ચાર મુખ, સાવિત્રિ સાથે, વેદનું પઠન ચાલુ, આવેા દેખાવ રમ્યા. ગામમાં વાત ફેલાઈ કે, રાજગૃહીમાં હુંસવાહનધારી સાક્ષાત્ બ્રહ્માજી પધાર્યા છે. નગરમાંથી ટાળાં મધ મનુષ્યા આવે છે. પરિવ્રાજક વેદપાઠ બેલ્ટે જ જાય છે, પણ તેની નજર તા એ જોવામાં રોકાઈ છે કે, ‘ સુલસા આવી છે કે નહિ ?” સુલસા સુદૃઢ સમ્યકૃત્વધારી શ્રાવિકા શાની જાય ?; અબડ પરિત્રાજકે તા એમ વિચાયુ” કે “ સ્ત્રી જાતિને વેદ સાંભળવાના અધિકાર નથી, એમ સમજીને તે ન આવી હેાય તે સ્વાભાવિક છે.” માટે બીજી નવું રૂપ કર્યું.