________________
પ્રવચન ર૨૮ મું
૨૨૧. તૈજસ, કામણ પુગલો પરિણમાવે તે જ પ્રમાણે સાતમી નરક સુધી સમજી લેવું.
દેવતા તથા નારકીને વૈકિય શરીર શા માટે?
હવે નારકીને વૈશ્યિ શરીરની શી જરૂર ?, પ્રથમ જણાવવામાં આવ્યું છે તેમ જાણી લ્યો, કે અહીંના કરેલાં કર્મોનું સંખ્યાત ગણું, અસંખ્યાત ગણું, અનંતગણું–ફળ ભેગવી શકે તેવું શરીર હોય, તે જ પાપને ભગવટ થાય ને ! આ લોકમાં તો એક માણસે એક હજાર ખૂન ક્ય, તેને અંગે ફેસી તે એક વખત થઈ. પણ ૯૯૯ ખૂનની સજા, કયાં ગઈ? ગુન્ડાની સજાની જોગવટામાંથી છૂટી શકાતું નથી. શાસ્ત્રકાર કહે છે, કે પાપ ઓછામાં ઓછું દશ વખત કેડીકેડીગણું પણ ઉદયમાં આવે. જઘન્યપણે દશગણું તો ભેગવવું જ પડે. મધ્યમમાં સંખ્યાત અસંખ્યાત વખત પણ ભેગવવું પડે. હવે તે અનંતગણું ભેગવવું શી રીતે ભગવાય? આ લેકની સત્તામાં તે ભેગવટાની મર્યાદા અતીવ સંકુચિત છે. ખૂનમાં તે ફરી એક જ વખતને ! ચાહે તેટલાં ખૂન, પણ ફાંસી તે એક જ વાર ને! નારકીમાં શરીર જ એવું કે ગમે તેટલી વાર બળે, કાપે, છેદે, કટકા કરે, પણ પાછું શરીર ભેળું થઈ બીજી સજા ભેગવવા તૈયાર. એ શરીરને બળવાથી, કાપવાથી, છેદવાથી તળવાથી જીવને છૂટકારે થતું નથી. આયુષ્ય સંપૂર્ણ થાય નહિ ત્યાં સુધી છૂટકારે જ નથી. સજાના આ જાતના ભેગવા માટે નારકીને વૈક્રિય શરીર છે. નારકી જીવને ઉત્પન્ન થાય ત્યારથી, અપર્યાપ્તાપણામાંથી જ વૈક્રિય એટલે સજા ખમનારૂં શરીર હોય. ઔદારિક શરીર પાણીના પિરા જેવું છે. પિરો પાણી વિના ન રહે, ધનેડું ધાન્ય વિના ન રહે, તેમ ઔદારિક શરીર અનાજ પાણી વિના ટકી શકતું નથી. ઔદારિક શરીરથી અનંતી ભૂખ, ટાઢ, તૃષા, છેદન ભેદનાદિ સહન થઈ શકે નહિ, પહેલી નરકથી સાતમી નરક સુધી એક જ નિયમ. બધે જ પર્યાપ્તા તથા અપર્યાપ્તા હોય અને તે દરેકને ત્રણ શરીર વૈક્રિય, તૈજસ, કામણ માખીને છૂટ બધે બેસવાની, શરીર ઉપર ભલે ગમે ત્યાં બેસે, બેસી શકે તેમજ બીજે પણ ચાહે ત્યાં બેસી શકે, પણ તે બેસે કયાં? કાં તે