SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ૧૮૬ મું અનંતુ જાણવાને અંત કઈ શંકા કરે છે કે –“વસ્તુ અનંતી કહેવામાં આવે છે અને જાયું તમામ કહેવામાં આવે છે એ તે પરસ્પર વિરુદ્ધ છે. કેમકે તમામ જાણ્યું એટલે તે અંત આવ્યે ને? અંતવાળું જાણ્યું ને ? હું મૂ છું એવું કથન વદને વ્યાઘાત રૂપ પ્રત્યક્ષ છે. આ શંકાના સમાધાન માટે સહજ વિચારણાની જરૂર છે. આ રકાબીને આખે કાંઠે તેની ગેળાઈ જાણે છે કે નહિ? જાણે છે. તે કહે કે છેડે કયાં? વર્તુલને છેડે બતાવી શકે છે? નડિ; બતાવી શકતા નથી, શંકાના હિસાબે તે જેને છેડો ન જણાય તે બધું જાણ્યું ન ગણાય પણ એમ નથી. અહીં તે બધું જાયું ગણે છે ને ? જે વસ્તુ છેડા વગરની હોય તેને છેડે જણાય શી રીતે ? જ્ઞાન પણ અનંત છે. વસ્તુ પણ અનંતી છે. અનંતાને અનંતા રૂપે જોવામાં અંત છે. તે વખત એક ભેળા થાય તે “” કહેવું પડે. અનંત પર્યાયે અનંતી અવસ્થાઓને જાણવાને અંત સાધનાર અનંત જ્ઞાનવાન, અનંત ઐશ્વર્યવાન આત્મા તે શ્રી સર્વજ્ઞ દેવ! તે જ શ્રી ઈશ્વર? શું આત્મા કાયમને ગુલામ છે?, ના, - જૈનત વિના, અન્ય મતમાં આત્માને ગુલામી હાલતમાં હોય તે (ગુલામ) માનવામાં આવ્યું છે. અન્યમતનું મન્તવ્ય એ છે કે સદ્દગતિ-દુર્ગતિ આપનાર પરમેશ્વર છે. કર્મ આત્મા કરે, ફલકાતા પરમેશ્વર જૈનદર્શનનું મન્તવ્ય એથી ભિન્ન છે, અલગ છે. અહીં તે આત્મા પોતે જ પિતાનાં કર્તવ્ય માટે જવાબદાર છે, જોખમદાર છે. અન્ય સમગ્ર દર્શનકારે ઈશ્વરને જગતને બનાવનાર તરીકે માને છે, જ્યારે જૈને ઈશ્વરને જગતના બતાવનાર તરીકે માને છે. જગતને મેલને માર્ગ, નરકને રસ્ત, ધર્મ-અધર્મનું સ્વરૂપ બતાવનાર ઈશ્વરની જરૂર છે. હીરાને તથા પથ્થર, માટી વગેરેને સૂર્ય જેમ બતાવે છે પણ બનાવતા નથી હિત–અહિત, પુણ્ય–પાપ, બંધ નિર્જરા ઈશ્વર બતાવે છે, તેમ જ્ઞાન કરાવે છે એવું જૈન દર્શન માને છે. આપણે રખડતી જાતના છીએ, એટલે રખડેલા. ભટકતી જાત બે મહિના અહીં રહે, બે મહિના બીજે રહે તેવી ભટક્ત જાત તેમ પણ મિલકત, દલ્લો તે સાથે રાખે છે. પરંતુ આપણી હાલત તે નથી. કયા ભવમાં શરીર, ઈન્દ્રિયે, મન, વચનની
SR No.034381
Book TitleAgamoddharak Pravachan Shreni 186 to 236
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
PublisherAnand Hem Granthmala
Publication Year1981
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy