SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ છો - આચાર્યાદિએ અખતરે કરવાનું નથી, પણ શ્રી જિનેશ્વરદેવના માકને માલ વેચવાને છે-હેંચવાને છે. તીર્થંકર દેવે, ચારિત્ર અને ઘેર તપ દ્વારા કેવલજ્ઞાન પામ્યા પછી જ ઉપદેશ આપે છે. આદર્શ રૂપ બનનાર પૂરતી તૈયારી કરી પછી જ બહાર આવે. સામાન્ય સૈનિક લઢવાને માટે ગમે તે તલપાપડ થાય, પણ પૂરતી તૈયારી વિના જનરલ કદી પણ વેર ડિકલેર કરશે નહિ. શ્રી તીર્થંકરદેવે તે તીર્થ પ્રવર્તાવ્યું છે. પોતાનાં વચને લોકોને માર્ગે પ્રવર્તાવવા છે, માટે પ્રથમ આદર્શરૂપ બનવું જોઈએ. આદર્શરૂપ બનવું હોય તેને આદશને અનુકૂળની ભૂમિકાનું ચા પત્ર લઈને કેવલજ્ઞાન મેળવે, અને કેવલજ્ઞાન મળ્યું એટલે નકકી થયું, કે જાણવાનું કંઈ જ બાકી રહેતું નથી, પછી જ તીર્થકરે ઉપદેશ દે છે, અને તીર્થ સ્થાપે છે. નિસર્ગ તથા અધિગમ સમ્યકત્વ મૂળ વાતમાં આવો. દરેક આત્મ સ્વરૂપે સિદ્ધ સમાન છે. જીવ માત્ર સ્વરૂપે સિદ્ધ ભગવન્તના જીવ જેવા છે. જીવ આટલી હદ સૂકમ એકેન્દ્રિયપણાથી આવે છે. ઘેરથી બંદર સુધી પગેથી ચાલીને જઈ શકાય, પણ મેટી ખાડી કે મોટી નદી ઉતારવામાં પગથી કામ ચાલે નષ્ઠિ, નાવ જોઈએ જ. અકામ નિરાથી વધીને અમુક ઊંચી હદે અવાય, પછી શ્રી તીર્થંકર દેવનાં વચનનું આલંબન જોઈએ અને તે વિના આગળ વધી શકાય નહિ. યથાપ્રવૃત્તિકરણ સુધી વચનની જરૂર નથી. યથાપ્રવૃત્તિકરણથી આગળ વધી અપૂર્વકરણમાં જઈએ, ત્યાં શ્રી તીર્થકર દેવનાં વચનોથી વર્ષોલ્લાસ પ્રગટયા વિના છૂટકો નથી. કદીક એવું બને છે વચન વિના વીલ્લાસ થઈ જાય, પણ તે અપવાનું છે, એ માર્ગ નહિ કહેવાય. અન્ય ધમીને તમે જૈન ધર્મના તત્તે સમજાવે છે, તેમાં ભલે ઈતર બુદ્ધિમાન તે તને સમજી શકે છે, જયારે તમારું બાળક કાંઈ તત્ત્વ સમજતું નથી, છતાં જૈનધર્મ પરત્વે તેની અભિરુચિ કુળાચારે છે જ. બેલનારનું મેં બંધ થઈ ન શકે, કારણ કે કોઈ એમ પણ પથરો ગબડાવે છે કે, “કુળાચારથી થતો ધર્મ તે દ્રવ્ય ધર્મ છે, પણ એમ બોલવામાં ભૂલ છે. જ્યાં આ માના કલ્યાણની બુદ્ધિ ઉત્પન્ન થઈ ત્યાં તેને દ્રવ્ય ધર્મ કહી શકાય ન.િ દેરે જવામાં
SR No.034381
Book TitleAgamoddharak Pravachan Shreni 186 to 236
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
PublisherAnand Hem Granthmala
Publication Year1981
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy