________________
પ્રવચન ૧૮૬ મું અનંતા ગુણ છે તથાપિ જ્ઞાન ગુણ મુખ્ય કો, શાથી? એ જ કારણ છે કે તેનાથી જ હિતાહિતની માહિતી મળે છે.
ઇંદ્ર મહારાજા જ્ઞાનીના સેવક સ્વેચ્છાએ બને છે
કદાચ કેઈએમ ધારે, અને કહે કે આંખે નહિ દેખતાં છતાં અંધ મનુષ્ય પણ સાવરણીથી કરે તે કાઢી શકે છે ને ?, વાત ખરી. પણ આંધળાની સાવરણીથી વાળવાની ક્રિયામાં જેમ કચરો નીકળી જાય તેમ સાથે સાથે સોનું, મેતી, હીરા વગેરે પડ્યા હોય તે તે પણ નીકળીને ચાલ્યું જ જાય છે. કેમકે નેત્રો તે બન્ધ જ છે ને. શાહુકારની દુકાનમાં કચરો કાઢનાર પણ સમજ, વિવેકી રખાય. અજ્ઞાનીની ક્રિયા આત્માને ઉદય કરી શકે નહિ. આંધળાની સાવરણની ક્રિયાની માફક અજ્ઞાનીની કિયા અહિતનું તથા હિતનું બનેનું નિવારણ કરે. સમ્યકત્વ, સમ્યગૂજ્ઞાન ન થાય ત્યાં સુધી વીતરાગ જેવું, કેવલી જેવું ચારિત્ર અનંતી વખત પાલન કરે છતાંય આત્માનું કલ્યાણ ન થાય. ચારિત્રના ગે સુખ સાહ્યબી, યાવત્ દેવલેક જરૂર મળે. દેવલોકમાં સુખ સાહ્યબી વગેરે ઘણું છે પણ કલ્યાણ છે કયાં? ત્યાંથી ય પાછું વન, પતન તે ઊભું જ છે. ઘણાઓ કહે છે કે અનંતી વખત જે ચારિત્રથી કામ ન સધાયું તે ચારિત્રથી હવે શું વળવાનું ? બીમાં સેંકડો વર્ષો સુધી વૃષ્ટિ થવા છતાં ડ ન થયે એ વાત ખરી પણ વાવેતર થયા પછી છેડ થાય ખરે કે નહિ ? તે જ રીતિએ સમ્યક્ત્વ થયા પછીનું ચરિત્ર સમ્યકત્વ યુક્ત ચારિત્ર કલ્યાણકારક છે. શાસનમાં સમ્યગૂજ્ઞાન પ્રવર્તાવવાને (ચાર) પ્રભાવ (મહિમા) એ છે કે તે હેતુ માટે અતીવ ઉલ્લાસપૂર્વક સ્વયં ઇદ્રમહારાજા પણ વાસક્ષેપને થાળ લઈને ઊભા રહે છે.
નમસ્કાર છે શ્રી સવજ્ઞ દેવને મંગલાચરણમાં નમસ્કાર સામાન્ય દેવને નથી. શ્રી સર્વત્ર દેવને, કેવલજ્ઞાની દેવને નમસ્કાર કરવામાં આવે છે. સર્વ દ્રવ્યના, સર્વ ક્ષેત્રના સર્વ, ત્રણેય કાલના સર્વ બનાવે, સર્વ પદાર્થો, તેના પર્યાયે સંપૂર્ણતયા જાણે છે તે જ શ્રી સર્વજ્ઞ–દેવને જૈન દર્શન દેવ તરીકે માને છે. એવા મન્તવ્યમાં જ જૈનત્વ ઝળકે છે. ગુણ, ગુણના બહુમાન દ્વારા ગુણની પ્રાપ્તિ થાય છે. જ્ઞાન, દર્શન, ચારિત્રમાં પ્રવૃત્તિ કરવા કેઈ અન્ય કામ