SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ ૧૯૮ શ્રી આગમહારક પ્રવચન શ્રેણી વિભાગ છઠ્ઠો પ્રવચન ૨૨૩ મું संमुच्छिमजलयरतिरिक्खपुच्छा, गोयमा ! दुविहा पन्नत्ता, तं जहापज्जत्तग० अपज्जत्तग० एवं गभवतियावि, समुच्छिमचउप्पयथलयरा एवं चेष गम्भवतिया य एवं जाध समुच्छिमखहयरंगभवतिया य एक्कक्के पज्जत्तगाय अपज्जत्तगाय भाणियव्वा । દેખી શકાય તે બાદર અને ન દેખી શકાય તે સૂક્ષ્મ શ્રી ગણધર મહારાજા પંચમાંગ શ્રી ભગવતીજી સૂત્રના અષ્ટમ શતકના પ્રથમ ઉદેશમાં પુદ્ગલ-પરિણમનને અધિકાર જણાવતાં, જેના ભેદોને અંગે એકેન્દ્રિયદિ જાતિ, પૃથ્વીકાયાદિ ભેદો પુદ્ગલના સંયોગોની વિચિત્રતાને લીધે જ-એ વિચારણા કરવામાં આવી. અહીં એક પ્રશ્ન ઉપસ્થિત કરો, કે જેમ મૂલભેદો પુદ્ગલને આભારી છે. તેમ પેટભેદ પણ પુદ્ગલને આભારી ખરા કે નહિ ? એ પ્રશ્નને અંગે જ પ્રશ્ન ઊભો રહે છે કે મૂલભેદો જે પુદુગલની વિચિત્રતાને આભારી હોય, તે પેટભેદો માટે પણ એમ જ હોય એમાં પ્રશ્ન શાથી?, જ્યારે પૃથ્વીકાયાદિને પુદગલની વિચિત્રતાને આભારી ગણવામાં આવે, તે પછી તેમાં વળી સૂક્ષ્મ, બાદર, પર્યાપ્તા, અપર્યાપ્તા એવા ભેદ કહેવાની જરૂર શી? ભલે પ્રશ્નમાં પ્રશ્ન થયો, પરંતુ પ્રક્ષકારે એક વાત ધ્યાનમાં રાખવાની જરૂર છે કે મૂલભેદમાં સૂક્ષ્મ તથા બાદર એ બે ભેદ–છે શાથી? ફરીને સૂમ તથા બાદરની વ્યાખ્યા સમજી લેવી. પૃથ્વીકાયનાં અસંખ્યાતા શરીરે એકઠાં થાય છતાં પણ ન જોઈ શકાય તે સૂમ, અને પૃથ્વીકાયનાં ઘણું શરીર એકઠાં થાય અને તે દેખી શકાય તે બાદર પૃથ્વીકાય. દેખાવાના સ્વભાવવાળા તે બાદર, અને ન દેખાવાના સ્વભાવવાળા તે સૂમ. જ્યારે કેથળી ભરાવાથી રેત કે અનાજને ભાર લાગે ત્યારે એક દાણામાં પણ અગર રેતના એક રજકણમાં પણ અમુક વજન તે માનવું પડે, પરંતુ એક દિવાનું તેજ આપણા ઉપર પડે કે લાખે દિવાનું તેજ આપણું ઉપર પડે તે આપણે દબાઈ એ ખરા? વા, કેમકે
SR No.034381
Book TitleAgamoddharak Pravachan Shreni 186 to 236
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
PublisherAnand Hem Granthmala
Publication Year1981
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy