SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ શ્રી આગદ્ધારક પ્રવચન-લેણ વિભાગ છઠ્ઠો ફરક હય, તે જ પ્રમાણે તિય તિર્યંચ વચ્ચે, મનુષ્ય મનુષ્ય વચ્ચે ફળમાં પણ ફરક સમજી લેવું. અધિક પાપનું પરિણામ ભોગવવાનું સ્થાન નરક છે. અધિક પુણ્યનું પરિણામ ભોગવવાનું સ્થાન સ્વર્ગ છે. હાલમાં દેવલેક સંબંધિ અધિકાર ચાલુ છે. પુણ્યના તથાવિધ ભેદ મુજબ દેવલોકમાં પણ ભેદ પડે છે. પૂર્વે જેવું પુણ્ય બાંધ્યું હોય, પુણ્યને જે બંધ કર્યો હોય, તેવું સ્થાન દેવકમાં પણ પ્રાપ્ત થાય છે. દેવતાઓ કાંઈ પૂર્વના સરખા પુણ્યવાળા હોય એમ માનવાનું નથી. સ્થાન, સ્થિતિ વગેરેમાં ફરક જ પુણ્યના ફરકને પ્રત્યક્ષ પૂરાવે છે. અજ્ઞાન તપશ્ચર્યા કરનારા, પંચાગ્નિ તપ કરનારા, ડાભની અણી ઉપર રહે એટલે જ આહાર માત્ર લેનારા, મા ખમણ વગેરે તપસ્યા પિતાની માન્યતાનુસાર કરનારા આ બધા જીવોને તે અનુષ્ઠાનેમાં સમ્યગદર્શન વિવેકાદિ ભલે ન હોય છતાં અકામ-નિર્જરાના ગે પુયબંધ તે કરે છે. તેમને પણ દેવલેકમાં યોગ્ય સ્થાન મળવું જ જોઈએ. એવા તપ કરનારાઓને સચિત્તાદિને પણ ખ્યાલ યદ્યપિ નથી, તથાપિ જે કાંઈ તેઓ કરે છે, તેથી જે જાતનું પુણ્ય બંધાય છે, તે મુજબ સ્વર્ગમાં તેમને સ્થાન મળે છે. જે નિર્મલ-સમ્યક્ત્વ વખતે જ આયુષ્યને બંધ થયે હય, તે આ ઉપર જણાવેલા બધા જ વૈમાનિક જ થાય છે, માટે આયુષ્યના બંધ સમયે આનિયમ છે. સમ્યગદષ્ટિ છે શ્રીવીતરાગ પરમાત્માને પોતાના આદર્શ તરીકે દેવ માને છે. એક નકશા ઉપરથી વિવાથી બીજે નકશે ચિતરે છે. એ જ રીતે સમકિતીઓ શ્રીવીતરાગદેવને આત્માના આદર્શ તરીકે માને છે. શ્રીવીતરાગ પરમાત્માની સ્તુતિ શી રીતે થાય છે?, પ્રામજનમ ગુરૂ મહારાજ પણ આદર્શ રૂપ છે, અને સર્વજ્ઞકથિત ધર્મ પણ આદર્શરૂપ, એવી સમ્યગદષ્ટિની માન્યતા હોય છે. આવી સુંદર લેશ્યાવાળાઓ માનિક થઈ શકે છે, અને આ શ્યામાં વૈમાનિકનું જ આયુષ્ય બંધાય છે. સમકિતવાળો વૈમાનિક વિના બીજું આયુષ્ય ન જ બધે. ક્રિયા બીજાની કામ લાગતી નથી. આદર્શના નિર્ણય પછી, અને પરિણતિની શુદ્ધિ પછી, આચરણની શુદ્ધિ જોઈએ. પારકી ક્રિયા કામ લાગે, એવું જૈનદર્શન માનતું નથી.
SR No.034381
Book TitleAgamoddharak Pravachan Shreni 186 to 236
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
PublisherAnand Hem Granthmala
Publication Year1981
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy