SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ સપાટામાં સપડાયાં. શિયળ રક્ષણાર્થે માતાએ આત્મબલિદાન દીધું. આ જોઈ સૈનિકે ચંદનાને (વસુમતિને) આશ્વાસન આપ્યું. પછી તે વસુમતિ નિક દ્વારા ચૌટે વેચાણ, શેઠથી ખરીદાણી, નામ ચંદન અપાવ્યું. ત્યાં વિચિત્ર કર્મવશાત્ મૂલા શેઠાણીની મહેરબાનીના અભાવે ભેંયરાના કારાગૃહમાં પૂરાણી. મસ્તક મંડિત, હાથપગમાં બેડી, એક પગ અંદર. ત્રણ દિવસની ભૂખી, ભૂખમય સંગમા ઉપગપૂર્વકના અઠ્ઠમ તપવાળી થઈ શેઠની તપાસમાં વ્યતિકર માલુમ પડવાથી બેડી તેડાવવા માટે શેઠ લુહારને બેલાવવા ગયા, પણ તે પહેલાં સૂપડામાં અડદના બાકુળા ખાવા માટે મૂકતા ગયા આ બાકુળા આવા કપરા સંયોગોમાં તેણીએ છ માસના તપસ્વી મહાઅભેગડવાળા સાક્ષાત્ શ્રી મહાવીરદેવને વહેરાવ્યા. આવી હાલતમાં તેણીને “કાઈ પાત્ર આવે તે વહોરાવું” આ ભાવના થઈ એ જ મહામૂલ્યની વસ્તુ છે. ભગવાન આવ્યા, અભિગ્રહમાં ખામી હોવાને લીધે પાછા ફર્યા, તેથી ચદનાને આંસુ આવ્યાં, અને ભગવાન અભિગ્રહ પૂર્ણ થવાથી પાછા વળ્યા અને વહેવું, ચંદનાને કૃતાર્થ કરી, અને ચંદના ધન્યભાગ્ય બની. આ ચંદનાના આંસુનું મૂલ્ય છે. આંસુ તે જગતમાં કયાં થોડાં વહે છે?, જગતમાં કૈંક રડે છે ને આ તે ચંદના કર્મરાજાને રડાવે છે. ક્રિયાની તરતમતા મુજબ ફળમાં તરતમતા સમજવી જ છતી સામગ્રીએ દાન દેવાનું, અને પુણ્ય કરવાનું ન સૂઝે તેની દશા શી થાય ?, જે આદર્શ પ્રત્યે લક્ષ્ય ન આપે એના જીવનમાં ભલીવાર આવે કયાંથી? જે છેક મૂળ નકશા ઉપર ધ્યાન આપે, તે ચિતરે શી રીતે ? શ્રી જિનેશ્વરદેવનું દેરાસર પાસે હોય છે, છતાં થ પૂજા કરવામાં આળસ કરે ત્યાં શું થાય? સંગે સાનુકૂળ છતાં પ્રમાદી અને એને ફળ મળે કયાંથી? આ બધું વિચારણીય છે. એક માણસ દર્શન, પૂજા કરે ખરે, પણ “કર્યા વિના છૂટકે નથી, કઈક ઉપાલંભ આપે માટે કરવું જોઈએ” એમ ધારીને કરે અને એક માણસ આવશ્યક ધારીને હદયલ્લાસથી કરે તેના ફળમાં મહદ્ ફરક હોય જ. જેને હદયમાં એવી ભાવના હોય “ધન્ય ભાગ્ય હું કે આવા સગો મળ્યા! રણું લેકના અંગારરૂપ શ્રીજિનેશ્વર દેવનાં દર્શન થાય એવાં ઉત્કૃષ્ટ
SR No.034381
Book TitleAgamoddharak Pravachan Shreni 186 to 236
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
PublisherAnand Hem Granthmala
Publication Year1981
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy