SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦: શ્રી આગદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ ૬ . અધિકારમાં ઉપકાર ન કરે તે અધિકારીના અધિકારમાંથી આઘ અને લેપ થાય છે અને એ અધિકારીના લલાટમાં “ધિકાર” રહે છે, અર્થાત તે ધિક્કારને પાત્ર બને છે. રાજા પ્રજાને તૂટે તેને જુલમી કહીએ તે પછી પંચેન્દ્રિય છે પિતાથી ઓછી ઈન્દ્રિયવાળા ઉપર જુલમ ગુજારે, સોટો ચલાવે, શારીરિક, કૌટુંબિક, આર્થિક, વ્યાવહારિક લાભ માટે તેને કચ્ચર ઘાણ કાઢે તે કેમ જુલમી નહિ? પિતાથી હલકી પાયરીએ રહેલા ઉપર જુલમ વર્તાવનારને ખરેખર ધિક્કાર છે. કુદરતના ઈન્સાફમાં સુકા ભેગું લીલું બળતું નથી. કુદરતને ઈન્સાફ ચાખે છે. ત્યાં સુકા ભેગું લીલું બળતું નથી. નરક એ તીવ્રતમ પાપવિપાક ભોગવવાનું સ્થાન છે. એ વિચારી ગયા. નરકે સાત છે. ત્યાં અત્યંત ઠંડી, અત્યંત ગરમી છે. એ ઠંડી, એ ગરમી, શરીર ઉપર કેવી અસર કરે તેવી અસર બીજા કશા સ્પર્શથી નથી થતી. હલક પદાર્થ તથા ભારે પદાર્થની અસર તે અડયા પછી થાય, પણ અડયા વિના અસર કરનાર ઠંડી તથા ગરમી છે. ટાઢ તથા ગરમીને કઈ લેવા બોલાવવા જતું નથી, એ તે આપોઆપ આવીને અસર કરે છે. ત્યાંનું ક્ષેત્ર જ એવું શીત અને ઉષ્ણ છે, કે જેથી ત્યાંનાં તાપ તથા કંડીને સંતાપ સહન કરવું જ પડે, એ વેદના ભોગવવી જ પડે. ત્યાં સુધી તથા તૃષાનું પણ દુઃખ તે છે. ભૂખ તરસ કામે લાગે છે, પરંતુ ટાઢ તથા તાપ તે પ્રતિક્ષણે ભોગવવાં જ પડે છે. આજ્ઞાસિદ્ધ તથા હેતુ સિદ્ધ પદાર્થો શાસ્ત્રોમાં બે પ્રકારના પદાર્થો છે. કેટલાક પદાર્થો એવા છે, કે જે માત્ર શ્રદ્ધાથી જ મનાય, આજ્ઞાથી જ માનવા પડે. અભ કદી ઊંચા આવવાના જ નહિ, અને ભવે ઊંચા આવવાના. આ ભેદ અનાદિના છે. જેની લાયકાત–સ્વભાવ ફરતા નથી. નાલાયકપણું હોય તે તે તેવું જ રહે છે. અભામાં મોક્ષે જવાની લાયકાત નથી તે નથી જ. ભવ્ય અભવ્ય વિભાગ જ્ઞાનીના વચનથી જાણી શકાય. જે પદાર્થો આજ્ઞા કે શ્રદ્ધાગ્રાહી છે, તેવા પદાર્થની યુક્તિમાં ઉતરવું નહિ. યુક્તિમાં ઉતરતાં યુક્તિ રેકાય, ખલિત થાય, તે સામાના હૃદયમાં અશ્રદ્ધા ઉત્પન્ન થાય.
SR No.034381
Book TitleAgamoddharak Pravachan Shreni 186 to 236
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
PublisherAnand Hem Granthmala
Publication Year1981
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy