SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ૨૦૨ સુ (૧૦ ૬૦) આસ્તિકને અનુકપા થયા વિના રહે જ નહિ. તેને અંગ્રે વિકલ્પ ખરા, પણ સમ્યક્ત્વના પાંચ લક્ષણને અંગે વિકલ્પ નથી. જેને અનુકપા થાય, જેનામાં અનુકંપા હોય તે જીવાની ચારે ગતિની હેરાનગતિને જાણી શકે. નાનાં છોકરાઓ રેતીમાં મકાન ખાંધે છે, અને તેમાંથી કઈ જરા ધૂળ લે તે લડી મરે, રમતને અંતે તે ધૂળ વેર વિખેર કરીને જવાતુ જ છે, છતાં એ ત્રણ કલાકમાં કેવા કજીયા કરે. ધૂળથી કપડાં મેલાં કરે પરિણામે નિશાળમાં શિક્ષકની સજા, ઘેર માબાપની સજા ભાગવવી પડે. ચારે ગતિમાં રખડી રહેલા જીવેાની દશા આ માંતયાળ બચ્ચાં જેવી હાય છે. શરીરનાં રક્ષણમાં, જતનમાં, રાત-દિવસ લીન રહેવામાં આવે છે, શરીર ભલે વેંતનું હાય કે પાંચસે ધનુષ પ્રમાણ હોય, પણ તે ય મૂકીને જવાનું તે નક્કી જ છે. કંચન, કુટુ ંબ, કામિની કે કાયા એ ચારમાંથી એક પણ માટે નિકાસની છૂટ નથી. આ ચારમાંથી એક પણ વસ્તુ ભવાંતરમાં સાથે આવવાની નથી. સાથે આવનાર એ જ ચીજ છે. પુણ્ય અને પાપ. એ ચાર માટે ગમે તેટલી મહેનત કરે પણ એ સૌ પરને કાજ છે. જ્યાં સંસારનાટકની ઘડી પૂરી થઈ એટલે રંગમાં ભંગ ! કોઈ પણ ચીજ સંગાથે લેવાની નથી. જનાવરમા પણુ એ જ દશા છે. ચરવું, માલીકને દૂધ આપવુ, સંતાનને જન્મ આપવા અને છેવટે મરવું. જનાવર કેવલ જીવન પૂરૂં કરવા આવે છે. અરે ! આપણાં જીવનમાં પણ છોકરો સામે થઈને મિલકત પડાવી લેવા તફાન કરે, કાઢે ચઢે. પશુની માફક મનુષ્યજીવનમાં પણ જન્મવું, માત્ર ખવું, કમાવું, પરણવું, પારકા માટે ધમાલ કરવી, અને છેવટે પાપમય જિંદગી પુરી કરી ભવાંતરમાં ચાલ્યા જવું. સમકિતીને જીવની વાસ્તવિક દશાને ખ્યાલ આવ્યા વિના રહે જ નહિ. આ દશા માત્ર મનુષ્ય જીવનમાં અને તિય ચમાં જ છે એમ નથી. દેવગતિમાં પણ એ જ દશા છે. ગરીબને મરતાં વલોપાતન હાય. શેઠીયાને વધારે વલાપાત હોય. અહીના શ્રીમંતના વલેાપાત ઉપરથી જ સમજી શકાય કે દેવતાને એ વૈભવ છોડી ચલાયમાન થતાં કેટલું દુઃખ થતુ' હશે ? અહીં તે
SR No.034381
Book TitleAgamoddharak Pravachan Shreni 186 to 236
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
PublisherAnand Hem Granthmala
Publication Year1981
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy