SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ બોધપાઠ-૩૫ 0 આત્મભાવના-૯ છે ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ “આત્મા સો પરમાત્મા” આ સુત્ર પ્રચલિત છે. આત્મા એજ પરમાત્મા છે તે વચનનો મર્મ સમજવો જરૂરી છે. જો એકાંતે આત્મા જ પરમાત્મા માનવામાં આવે તો પછી પરમાત્મા એવો શબ્દ પ્રયોગ શા માટે ? આત્મા અને પરમાત્માનું દ્રવ્ય એક જ છે, તત્ત્વથી એક જ છે, પરંતુ અવસ્થા ભેદ છે. જીવાત્માને જન્મ-મરણ, ચાર ગતિમાં પરિભ્રમણ છે, દેહનો સંયોગ છે અને દેહમાં થતી રોગાદિ અવસ્થાનું વેદન અનુભવે છે. પરમાત્માને જન્મ, મરણ, પરિભ્રમણ, દેહ વગેરે નથી. આમ છતાં “આત્મા એ જ પરમાત્મા” કહેવાનું પ્રયોજન એ છે કે જે જીવાત્મા ચારે ગતિમાં પરિભ્રમણ કરી રહ્યો છે તે જ આત્મા પરમાત્મા થાય છે. પરમાત્મા કોઈ અન્ય દ્રવ્યથી ઉત્પન્ન થયેલો પદાર્થ નથી, પણ આત્માની જ એક અવસ્થા છે – પરમ શુદ્ધ અવસ્થા છે. જ્ઞાની ભગવંતો આત્માની ભિન્ન-ભિન્ન અવસ્થા બતાવતા કહે છે કે, હાઇakી પ્રજ્ઞાબીજ •96 28689
SR No.034368
Book TitlePragnabij
Original Sutra AuthorN/A
AuthorMadhubhai Parekh
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2018
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy