SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ રાખીને તેનો કૃપાપાત્ર બને તો સમજાય અને તે પછી પુરુષાર્થ થાય તો ઉપકારી થાય. આ માટે સદ્ગુરુને પોતે સમર્પિત થવું પડે, પોતે કંઈ જ જાણતો નથી તેનો સ્પષ્ટ વિચાર રહેતો હોય અને ગુરૂઆશાને ઈશ્વરઆજ્ઞા તુલ્ય માનીને આરાધના-સાધના કરે તો ભાગ્ય યોગે ધર્મનો મર્મ પમાય છે. સત્ય પુરુષાર્થનું કારણ બને છે. પોતાની મતિ-કલ્પના કે જેનો આધાર થોડું કે વધુ અજ્ઞાન છે તે અનુસાર, ગમે તેટલી સાધના કરે તો પણ નિષ્ફળ છે. આ સ્વચ્છંદનું સ્વરૂપ છે, તે ઉપરાંત પોતાની માન્યતાનો એકાંત આગ્રહ, મતનો કે ગચ્છનો - સંપ્રદાયનો આગ્રહ રહેતો હોય તે પણ સ્વચ્છંદ છે. માટે આવા સ્વચ્છંદનો તુરંત ત્યાગ કરીને સદ્ગુરુની આજ્ઞાએ પ્રવર્તન કરવું જરૂરી માનવું. - જ્ઞાની ભગવંત કહે છે કે જે જીવ સ્વચ્છંદ છોડીને શ્રી સદ્ગુરુની આજ્ઞાએ નિષ્ઠાપૂર્વક, ભક્તિભાવથી સાધના કરે છે તે દશા જ સમકિતની દશા છે. સમકિતનું પ્રત્યક્ષ કારણ છે. અને સમકિત, વ્યવહાર સમકિત હોય, નિશ્ચય સમકિત હોય કે ક્ષાયિક સમકિત હોય બધા મોક્ષનું કારણ છે. આવા સાધકને વધુ લાંબો સંસાર ન હોય, ત્રણ, પાંચ કે પંદર ભવમાં જ તે મોક્ષ પામે છે. આવું જિનવચન છે ત્યાં શંકા શું? “મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર; કરુણા કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર.” સ્વછંદનો ત્યાગ અને આજ્ઞાધીન દશામાં ઉપરોક્ત ગુણો પ્રગટ જોવામાં આવે છે. ની&િઇટને પ્રશાબીજ •144 base
SR No.034368
Book TitlePragnabij
Original Sutra AuthorN/A
AuthorMadhubhai Parekh
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2018
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy