SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ અપૂર્વ અવસર જા, જ્ઞાની પુરુષનું શરણ લે. નિશ્ચયની અંદર આરૂઢ થા. આવો મનુષ્યભવનો યોગ મળ્યો છે તો આત્મામાં સુસ્થિત થા. પછી બીજા ભવમાં ખબર નહીં વિચાર કરવા જેવી પણ પાત્રતા મળશે કે નહીં. આવી પરિપૂર્ણતા માનવદેહની મળી છે. આવી પરિપૂર્ણતામાં પણ પૂર્ણપદનો વિચાર ન કર્યો તો આ દેહને અધિષ્ઠિત એવા આત્માને અનંતવાર ધિક્કાર છે. સંઘયણ હીન છે, આયુષ્યની અલ્પતા છે. માટે કહે છે કે પુરુષાર્થ તો છે પણ ચારે બાજુના આવા સંજોગોમાં અમે આગળ વધી રહ્યા છીએ. છે મનોરથ પણ ગજા વગરનો છે. એટલે કે Dream. મનની કલ્પના છે. પણ શ્રીમદ રાજચંદ્રજી એ બીજો શબ્દ મૂકી દીધો. ‘તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો.’ ભલે કોઈકને મનોરથ લાગે કે “મોક્ષની વાત આ કાળમાં કરવી નહીં. કળિયુગ છે ખબર નથી? ભરતક્ષેત્ર છે – આ કંઈ મહાવિદેહ ક્ષેત્ર છે? શું આવા કંઈ સંઘયણ છે?” આવાં બધાં વચનો બોલીને જીવના પુરુષાર્થને પામર કરે એવા પંડિતોની ભરમાર વચ્ચે આ પુરુષે શબ્દ કીધો કે આ મનોરથ નથી. નિશ્ચય છે. આ તો જગતના જીવોને લાગે કે મનોરથ છે. જગતના જીવોને લાગે કે આ મનોરથ તો શેખચલ્લીના વિચાર છે. અહીં કાંઈ આત્મા પમાય? મોક્ષ જવાય? પણ કૃપાળુદેવે અહીં ખૂબી પૂર્વક શબ્દ મૂક્યો છે, ‘નિશ્ચય’. ‘તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો. પોતાનો નિશ્ચય છે. આ કાવ્ય એક જ એવું છે એમનું જેમાં એમણે ‘રાજચંદ્ર’ શબ્દ મૂક્યો છે. જે પરિપૂર્ણ દેહની અંદર એમણે પૂર્ણ પદની પ્રાપ્તિનું લક્ષ કર્યું એટલું જ નહીં પણ એ પદ લીધું. It is a question of time. The Goal is achieved એટલે કહે છે કે ‘નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો.' રાજચંદ્ર. અહીંયા પોતાનું સ્વરૂપ પણ બતાવે છે અને કહે છે કે આવો રાજમાર્ગની અંદર ચાલનારો જે મુમુક્ષુ છે એના મનનો જો નિશ્ચય હોય તો થાય. બધું જ પ્રતિકૂળ હોય પણ એક વાત જગતમાં વિદ્યમાન હોય તો પણ નિશ્ચયને સાકાર કરી શકાય. અને તે વાત એટલે પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો.’ ભલે કાળ બળ પ્રતિકૂળ છે. ક્ષેત્ર પ્રતિકૂળ છે. ભલે અમારું આયુષ્ય અલ્પ હોય અને ભલે અમારું સંઘયણ હીન છે પણ આશરો કોનો લીધો છે? પ્રભુની આજ્ઞા. પ્રભુની આજ્ઞાએ અમે તે જ સ્વરૂપ થાવાનાં. ક્યું સ્વરૂપ? જે પ્રભુનું સ્વરૂપ છે તે. જે સર્વજ્ઞ એના જ્ઞાનમાં દીઠું છે તે જ. ‘તે જ’ શબ્દ મૂક્યો છે. તે ૧૯૨ અપૂર્વ અવસર જ’ સ્વરૂપ બીજું નહીં. આ એક એક શબ્દની કેટલી કિંમત છે? તેનું સામર્થ્ય કેટલું છે તે તો તેનો અર્થ લઈએ ત્યારે જ ખબર પડે. ‘પ્રભઆજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો.’ જેના જીવનમાં “પ્રભુ આજ્ઞા” છે, જે જીવ આજ્ઞામાં છે અને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જે સ્વચ્છંદમાં છે એણે કોઈ દિ તરવાની કામના રાખવી નહીં. મુક્ત થવાની ઇચ્છા રાખવી નહીં. સ્વચ્છંદમાં રહેલો જીવ ક્યારેય સંસાર સાગરને પાર કરી શકશે નહીં. પણ પ્રભુ આજ્ઞામાં રહેલો જીવ, આજ નહીં તો કાલે પણ અવશ્યમેવ તે જ સ્થિતિને પ્રાપ્ત કરે. એવી સ્થિતિની અંદર કૃપાળુદેવે છેલ્લી ગાથામાં લખ્યું ‘તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો’. ‘તો પણ’ શબ્દ છે. Inspite of that પ્રકાર છે. આવાન છે. આત્મશ્રદ્ધાનો રણકો છે. ‘તો પણ શબ્દનો અર્થ કે આ બધી વસ્તુ તમને મનોરથરૂપ લાગે ગજા વગરની વાત લાગે, આ આપણું કામ નથી, એમ લાગે છતાં કહે છે, “પ્રભુઆજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો.’ એવું નિશ્ચય બળ વર્તે છે. જીવને ક્યારેય નિશ્ચય આવ્યો નથી. સ્વરૂપની પ્રાપ્તિની નિશ્ચય થયો નથી. નિશ્ચય થયે સ્વરૂપ દૂર નથી. એક તસુ પણ અસમીપ નથી. ‘સત્’ સત્ છે. સરળ છે. સુગમ છે. અને સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે. પણ આ જીવનું દુર્ભાગ્ય એ જ છે કે એણે ક્યારેય જ્ઞાની પુરુષની આજ્ઞાએ પોતાના સ્વરૂપની પ્રાપ્તિનો નિશ્ચય ક્યું નથી. આ જ સુધી જગતના અભિપ્રાયથી કુછંદે જ ચાલ્યો છે. સ્વચ્છંદ અને કુછંદ બન્ને સાથે જ રહે છે. અને જ્ઞાની પુરુષની સરળતા અને વીતરાગનું આજ્ઞાધીનપણું એણે સ્વીકાર્યું નથી. અને એટલા જ માટે જૈન દર્શનની અંદર બધી જ સાધના થતી હોય અને એ સાધના પરિપૂર્ણતા ઉપર હોય ત્યારે એક જ ભાવ કીધો છે. ‘અરિહંતે શરણં પવઝામિ. સિદ્ધ શરણે પવજામિ. સાહુ શરણે પવઝામિ. કેવલી પન્નતો ધમ્મો શરણં પવઝામિ.’ ગમે તે પ્રકારની પોતાની સ્થિતિ હોય તો પણ એ અરિહંતનું શરણું, એ સિદ્ધનું શરણું, એ સાધુનું શરણું, એ ધર્મનું શરણું કે જે ધર્મ કેવળીએ ગાયો છે, જે ધર્મ સર્વજ્ઞએ ગુંચ્યો છે, એ ધર્મનું શરણું લેવું. કારણ કે જીવને આ સંસારમાં ભવરણને પાર કરવા માટે જો કોઈ આધાર હોય તો તે વીતરાગના માર્ગનો છે. અને તે વીતરાગ પુરુષ માટે એક શબ્દ પ્રયોગ કૃપાળુદેવે કર્યો છે. ‘આપ્તપુરુષ’. આપ્ત ૧૯૩
SR No.034359
Book TitleApurv Avsar
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year
Total Pages99
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy