SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ અપૂર્વ અવસર સંસારની મોહાસક્તિમાં રાચી-માચીને રહેતાં હોય એની છેલ્લી ક્ષણ આવી હોય? ના જેણે સાધના કરી છે એની છેલ્લી ક્ષણ આવી હોય. એવી સાધના કરીએ. પૂર્ણ અબંધ- આ એના પૂર્વ પ્રયોગના કારણે જન્મોજન્મની સાધના, ભવભવાંતરની સાધના, શ્રુતિના સંસ્કાર, આત્માની આરાધનાનું બળ એ એટલું બધું જાગૃત છે કે છેલ્લા સમયે પોતે એટલો બધો નિરાળો છે કે, જગતના એક એક પુદ્ગલ પરમાણુથી પોતાની જાતને જુદી ગણીને આ મહાન પરમાત્મા મહાભાગ્ય, સુખદાયક, પૂર્ણ અબંધ અવસ્થા, અયોગી અવસ્થામાં સૌથી શ્રેષ્ઠ, ઉત્કૃષ્ટ એવી આશ્રવ ૨હિત અવસ્થા પ્રાપ્ત કરે છે. કર્મબંધના કારણોથી રહિતપણું જેને વર્તે છે એવી અવસ્થા પ્રાપ્ત કરીને, અયોગીપદ પ્રાપ્ત કરીને હવે જીવની અવસ્થા શું? કૃપાળુદેવ કહે છે- મોક્ષનું સ્વરૂપ બતાવે છે કે સયોગી આત્માને કર્મની સ્થિતિ શું? અયોગી આત્મા કેવો? તેની કર્મની સ્થિતિ શું? હવે સયોગી પણું ગયું. અયોગી થયો. તો અયોગી થયા પછી આ જીવ ક્યાં રહે? શું કરે ? એની સ્થિતિ શું? એ આ બે ગાથાની અંદર આત્માના મોક્ષ સ્વરૂપની સ્થિતિનું વર્ણન, શુદ્ધ આત્માની સ્થિતિ, શુદ્ધ આત્માના લક્ષણો, શુદ્ધ આત્માના ગુણ, એ ક્યાં છે. અને એની ગતિ કઈ પ્રકારની છે તે જણાવ્યું છે. ‘એક પરમાણુમાત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો; શુદ્ધ નિરંજન ચૈતન્યમૂર્તિ અનન્યમય, અગુરુલઘુ, અમૂર્ત સહજપદરૂપ જો.” અપૂર્વ - ૧૮ મુક્ત આત્માની ગતિ, સ્થિતિ, ગુણ, લક્ષણ, કેવાં છે? આ ગાળામાં પ્રભુ શુદ્ધ આત્માનું વર્ણન કરે છે. એક પરમાણુનો જેને હવે સ્પર્શ રહ્યો નથી. કારણ કે મન, વચન, કાયાના યોગના પરમાણુથી પણ પોતે મુક્ત થયો છે. અયોગી અવસ્થા પ્રાપ્ત કરી છે. એટલે પૂર્ણ કલંક રહિત થયો છે. કર્મ છે તે આત્માને કલંક છે. એટલે નિષ્કલંક થયો છે. કર્મના કલંકથી રહિત અવસ્થા થઈ છે. ‘પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો’ હવે અડોલ છે હવે એનો આત્મા કંપનરહિત છે. નિષ્કપ. નિષ્કલંક, નિષ્કપન, નિસ્પંદન હવે એને સ્પંદનો પણ રહ્યાં નથી. ૧૬૦ અપૂર્વ અવસર યોગ હોય તો કંપન હોય. કંપન પણ નથી. અને કર્મનું કલંક પણ નથી. આવી અડોલ! મેરુ સમાન અડોલ! અને ત્યારે પણ કર્મના વાયરા તો વાતા જ હોય. લોકનું અસ્તિત્વ જ્યાં સુધી છે ત્યાં સુધી છ એ દ્રવ્યો લોકમાં છે જ. અને પુદ્ગલ પરમાણું પણ છે જ. કારણ કે તે પુદ્ગલ દ્રવ્ય લોકમાં છે જ અને બધી કાર્પણ વર્ગણાઓ પણ છે જ. આઠે કર્મના પુદ્ગલની વર્ગણા ત્યાં છે. એની વચ્ચે આ મેરુ સમાન અડોલ રહ્યો છે. અડોલ છે એટલે કર્મના વાયરાથી પણ જે ડગતો નથી. કારણ કે એનું સ્વરૂપ તો ‘શુદ્ધ નિરંજન ચૈતન્યમૂર્તિ અનન્યમય” છે. શુદ્ધ- કર્મની કોઈ મલિનતા નથી. પર પરમાણુની કોઈપણ મલિનતા હવે આત્માના પ્રદેશો સાથે જોડાયેલી નથી. જેમ સોનાની લગડી ગમે ત્યાંથી ભાંગો શુદ્ધ જ હોય. ક્યાંય ભેદ ન હોય. તેમ જ્ઞાનીઓ અહીં શુદ્ધ શબ્દ કહે છે. માત્ર ચૈતન્ય. એના કોઈ પણ પ્રદેશને સ્પર્શ કરો તો માત્ર ચૈતન્ય. કારણ કે એને કર્મની કોઈ મલિનતા નથી. મલિનતા ન હોવાને કારણે એનું ચૈતન્ય ક્યાંય ઝાંખુ થતું નથી. નિરંજન- કર્મના મળના અંજનથી રહિત છે. રંજીતભાવ એ જ જીવને સંસાર તરફ લઈ જાય છે. જીવની અંદર એક રંજીતભાવ છે. રતિ, રુચિ, ઇચ્છાઆ જે ભાવોની વૃતિનું સ્વરૂપ છે અને જ્ઞાનીઓએ રંજીતભાવ કહ્યો છે. જીવ રંજીતભાવે સંસારમાં છે અને નિરંજનભાવથી મોક્ષમાં જાય છે. એટલે આત્માને કહ્યો છે. નિરાકાર, નિરંજન. નિરંજન કહેતા એનામાં જગતના કોઈપણ પરમાણું પ્રત્યે રુચિ નથી, રતિ નથી, ઇચ્છા નથી, રંજનપણું નથી. આવું નિરંજનપણું છે. શુદ્ધ નિરંજન-ચૈતન્ય મૂર્તિ. ચૈતન્યમૂર્તિ- ચૈતન્યની મૂર્તિ જેના રોમેરોમની અંદર, અણુએ અણુની અંદર ચૈતન્ય પ્રકાશે છે.ચૈતન્યનો ઘન જેને કહ્યો છે. આત્મા ચૈતન્યઘન છે. ઘન એટલે બીજો કોઈ પદાર્થ, બીજુ કોઈ તત્ત્વ એની અંદર નથી. કોઈ માણસ બહુ ક્રોધ કરે તો આપણે કહીએ કે ક્રોધની મૂર્તિ છે. એટલે એના રોમેરોમમાં ક્રોધ સળગી ગયો છે. કષાય એનામાં એવો વ્યાપ્ત છે કે શરીરના લોહીનાં બુંદેબુંદની અંદર કષાયભાવ છે. કોઈ લોભની મૂર્તિ! કોઈ કામની મૂર્તિ! અને કોઈ માનની મૂર્તિ! જગતના જીવો કષાયની મૂર્તિ રૂપ છે.પણ અહિંયા કહે છે કે આ કઈ મૂર્તિ છે? ૧૬૧
SR No.034359
Book TitleApurv Avsar
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year
Total Pages99
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy