SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ અપૂર્વ અવસર ચૌદમાં ગુણસ્થાનકની સ્થિતિ જૈનદર્શન સિવાય ક્યાંય જોવા, સાંભળવા મળશે નહીં. કારણ કે આટલી સૂક્ષ્મ અનુભૂતિ, કેવળજ્ઞાન થયા પછીની અને સિદ્ધાલયમાં ગયા પહેલાંની સ્થિતિ અને એમાંયે અઘાતી કર્મની સ્થિતિ બળી ગયેલી સીંદરી જેવી છે. આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય એને બાધારૂપ થતાં નથી. પણ મન,વચન અને કાયા તો સાથે જ છે ને? અયોગી ગુણસ્થાનકનો- હવે આ જીવનો ચૌદમાં ગુણસ્થાનકનો પુરુષાર્થ કેવો છે? એનો કાળ બહુ ઓછો છે. પાંચ હ્રસ્વ સ્વર બોલે એટલો અથવા ઉત્કૃષ્ટમાં જાય તો અંતર્મુહૂર્તનો. કૃપાળુદેવે એક વાત એની અત્યંતર નોંધમાં લખી છે. કે અયોગી દશામાં પણ કર્મ હોય ત્યાં સુધી આત્મા છૂટી શક્તો નથી. એ કેવી રીતે? એ સરસ રીતે સમજાવ્યું છે. જૈનદર્શનમાં એક પ્રયોગ આવે છે. એને કહે છે કેવળી સુમુદ્ધાત'. આમાં એક પ્રયોગ છે. જગત સાથેના કર્મોનો સંબંધ છૂટી ગયા પછી મન, વચન, કાયાના સર્વ પુદ્ગલ પરમાણુઓને આત્માના પ્રદેશ ઉપરથી ખેરવવાની ક્રિયા કરે છે. આપણી અજ્ઞાન અવસ્થામાં આપણા દેહના પરમાણુઓ અખંડ અને સંગઠિત હોય અને જીવ નીકળી જાય. અને કેવળી પોતે અખંડ, અવિચલ અને અડોલ રહે અને આ પુદ્ગલના પરમાણુઓને ખેરવતાં જાય. અહીં કહે છે કે એવો સમુદ્યાત અપૂર્વ અવસર અઘાતી કર્મોની સ્થિતિ વધારે હોય ત્યારે સમુદ્ધાતની ક્રિયા કરવામાં આવે છે. અને ત્રણે યોગની સ્થિરતાના કારણે, પુરુષાર્થના કારણે, ત્રણે યોગની પ્રવૃત્તિ સંક્ષિપ્ત થતાં ક્રમશઃ ક્ષીણ થતાં અંતે તેનો રોધ થાય છે. પછી આ મન, વચન, કાયાના યોગને કોઈ પ્રવૃત્તિ નથી. એનું સંક્ષિપ્તપણું આપણે આગલી ગાથામાં જોયું હતું કે, તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં; અંતે થાયે નિજ સ્વરૂપમાં લીન જો.’ એટલે હવે મન, વચન, કાયાના યોગની જે અવસ્થા છે તે અવસ્થા-તે યોગને કેવળી રૂંધે છે. યોગ રૂંધનની ક્રિયાનો જે પુરુષાર્થ તેને જૈન દર્શનમાં અયોગી કેવળી- ચૌદમા અયોગી ગુણસ્થાનકનો પુરુષાર્થ કહ્યો છે એ એવો અદ્ભુત કહ્યો છે કે એ વસ્તુ જગતના જીવોના ખ્યાલમાં આવી શકે નહીં. કારણ કે છદ્મસ્થ એવા આપણે આ ગ્રહણ નથી કરી શકતા. કારણ કે આપણી બુદ્ધિ એટલી સીમાને પાર જઈ શક્તી નથી. આપણે સસીમ છીએ અને આ વાત અસીમની છે. આપણે સમજણની હદમાં છીએ અને આ વાત બેહદની છે. આપણે રૂપી ની વાત જાણીએ અને વિચારીએ, આ વાત અરૂપી તત્ત્વની છે. એટલે સમજવામાં કઠણ પડશે. પણ ચૈતન્ય એનું Grasping કરી શકે. આવરણ જેટલું ઓછું, ક્ષયોપશમ જેટલો વધુ તેના પ્રમાણની અંદર અને ભગવાન પ્રત્યેની ભક્તિ જો બરોબર હોય, સર્વજ્ઞતામાં જો શંકા ન હોય, તો તેના કહેલા બોધમાં કોઈ શંકાનું કારણ રહે નહીં. એટલે કૃપાળુદેવ કહે છે, “એને કોઈ પણ પ્રકારે બંધ દેશા ઘટે છે.અને તે બંધની નિવૃત્તિ કોઈ પણ પ્રકારે નિઃસંશય કરવી ઘટે છે.” આવો જેને પરમાર્થમાર્ગનો અડગ નિશ્ચય થયો છે, એ અડગ નિશ્ચયના આધાર ઉપર પ્રયોગ કરે છે. પોતાના શેષ કર્મો જે છે તેને ખપાવવાનો પ્રયોગ કરી, મન, વચન અને કાયાના યોગને રૂંધે છે અને આત્માના પ્રદેશોને તેથી છૂટાં કરી નાખે છે. જે એક ક્ષેત્રે, એકાવગાહી છે ત્યાં એવી ધટના બને છે કે આત્માના પ્રદેશો આ કાર્મણ વર્ગણાથી છૂટા પડે છે. ક્ષીર અને નીર-દૂધ અને પાણી જેમ ભેગાં થઈ ગયા હોય છે અને અગ્નિના પ્રયોગથી એ બન્ને છૂટા પડે છે. એમાં ક્ષીર- ક્ષીરના સ્થાને રહે; અને એના પરમાણુ છૂટા પડે અને પાણીના પરમાણુઓ બાષ્પીભવન થાય. અને પાછા તે પરમાણુ સંગ્રહિત કરવામાં આવે તો આપણને પાણી રૂપે મળે. કોઈપણ દ્રવ્ય પાણી ૧૪૫ કરે. આયુકર્મ કરતા બાકીના ત્રણ કર્મોની સ્થિતિ જ્યારે વધારે હોય એટલે આયુકર્મ ઓછું હોય અને બાકીનાં ત્રણ કર્મ નામ, ગોત્ર અને વેદનીયની સ્થિતિ જ્યારે વધારે હોય, એ ત્રણે કર્મોની કાળસ્થિતિ થોડી લાંબી હોય, સ્થિતિ એટલે કાળ સ્થિતિ-પ્રદેશ-પ્રકૃતિ-રસ અને સ્થિતિ- એ વધારે હોય ત્યારે કેવળી ભગવંત પોતાના આત્માના સામર્થ્યથી, પોતાના આત્માના પ્રદેશને લોકમાં વિસ્તારીને, લોક પ્રમાણ થઈને, ઉદીરણાનો પ્રયોગ કરીને, એ બધાં કર્મોને પોતાના તરફ ખેંચી લાવે છે. અને પ્રદેશ ઉપર લાવીને, ભોગવીને એને ખેરવી નાખે છે. એટલે કર્મોને ખેંચી લાવીને ભોગવે છે. આ ક્રિયાને ‘સમુદ્ધાત' કહે છે. બધા જ કેવળીને આવો સમુદ્ધાત હોય એવું નથી. પણ જેને કોઈપણ પ્રકારના પુણ્યનો કે અશુભ કર્મનો ઉદય હશે, અને સ્થિતિ એવી હોય કે આયુષ્ય કર્મ કરતાં બીજા 163
SR No.034359
Book TitleApurv Avsar
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year
Total Pages99
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy