SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ અપૂર્વ અવસર બેસતાં-ઉઠતાં એ જીવોની દયા, અનુકંપા નહીં હોય તો ત્યારે શું કરુણા આવશે? અંશ પ્રગટે એને જ પૂર્ણતા પ્રગટે. એટલે જૈન ધર્મમાં લોક ઉપકાર, પરોપકાર એ જબરજસ્ત શબ્દ છે. જયવિયરાય સૂત્રમાં આવે છે ‘લોગવિરૂદ્ધચ્ચાઓ, ગુરુજણપૂઆ, પરથ્થકરણ ચ.’ હે પ્રભુ! જ્યાં સુધી મુક્તિ ન થાય ત્યાં સુધી હું લોકથી પ્રતિબંધિત એવું કોઈ કૃત્ય ન કરું, ગુરુજનોની આમના અને આમન્યા સેવું અને ‘પરથ્થકરણ’ એટલે પરોપકાર કરું. કૃપાળુદેવે પણ આ વાત મુકી છે. એટલે જૈન ધર્મમાં દયા ધર્મ પહેલો કહ્યો છે. દયાનો નિષેધ કરનારને કરૂણાનું ભાન નથી. કરૂણા એ વીતરાગનો અંશ છે. જેને પૂર્ણ વીતરાગતા પ્રગટાવવી છે તે જો અંશ નહીં પ્રગટાવી શકે તો પૂર્ણતા ક્યાંથી પ્રગટાવશે? પૂ. કાનજી સ્વામીએ લખ્યું છે, ‘જ્યાં પોતાના સ્વભાવનું અખંડ નિર્વિકલ્પ જ્ઞાન વર્તે છે ત્યાં જગતના અનંત પદાર્થો-પરવસ્તુ-તે નિર્મળજ્ઞાનમાં સહેજે જણાય છે.’ ‘સર્વ ભાવ જ્ઞાતા દૃષ્ટા સહ શુદ્ધતા, કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જો.’ આવું સ્વરૂપ જ્યારે જીવનું થાય છે. ત્યારે જીવ હજી આગળ વધે છે. અને એ ‘આત્મા સંપૂર્ણ પણે અનંત વીર્ય લબ્ધિને પ્રાપ્ત થવાથી એ પાંચે લબ્ધિનો ઉપયોગ પુદ્ગલ દ્રવ્ય રૂપે કરે તો તેવું સામર્થ્ય તેમાં વર્તે છે, તથાપિ કૃતકૃત્ય એવા પરમપુરુષમાં સંપૂર્ણ વીતરાગ સ્વભાવ હોવાથી તે ઉપયોગનો તેથી સંભવ નથી.’ પત્રાંક - ૯૧૫. આવી ચાર ઘનઘાતી કર્મની સ્થિતિ છે અને એમાં જ એણે પૂર્ણતા પ્રગટ કરી છે. બાકીના ચાર અધાતી કર્મની સ્થિતિ હવે કેવી છે? ‘વેદનીયાદિ ચાર કર્મ વર્તે જહાં, બળી સીંદરીવત્ આકૃતિ માત્ર જો; તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે, આયુષ પૂર્ણેક,મટિયે દૈહિક પાત્ર જો.’ અપૂર્વ - ૧૬ ઘાતીકર્મોનો નાશ કર્યો. ભવના બીજના અંકુરનો નાશ કર્યો. કોઈ બીજ હવે ભવનું રહી શકે એવી સ્થિતિ રહી નથી. આ દેહરૂપી ક્ષેત્રમાં કર્મનું બીજારોપણ થાય છે. પણ હવે એની(કર્મની) સ્થિતિ એવી શુદ્ધ કરી છે કે કોઈ બીજ અહીં ઊગી શકે એમ નથી. અગ્નિતાપથી એની ફળદ્રુપતાનો નાશ કરી નાખ્યો છે. હવે ૧૩૮ અપૂર્વ અવસર એકે બીજ આમાં પડે નહી. અને પડે તો ઊગે નહીં. પણ હવેના અઘાતી કર્મની સ્થિતિ તો બહુ વિચિત્ર છે. થાતીકર્મ જ્ઞાન, ધ્યાન અને તપથી ટળે. અધાતી કર્મ ભોગવવાં પડે. પ્રદેશ ઉપર પણ ભોગવવાં પડે. જ્ઞાનીઓ કહે છે કે એ ભોગવવાથી જ નિર્જરે. વેદનીય કર્મ ભોગવવું પડે. નામકર્મ ભોગવવું પડે. દેહ હોય ત્યાં સુધી નામકર્મનો નાશ થાય નહીં. ગોત્રકર્મ ભોગવવું પડે. જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી ગોત્રકર્મ સંપૂર્ણપણે નાશ પામી શકે નહીં આયુકર્મ ભોગવવું પડે. દેહ છે, શ્વાસોશ્વાસ છે ત્યાં સુધી આયુકર્મનો નાશ થાય નહીં. કેવા સ્વરૂપમાં ભોગવવું તે કર્મની સ્થિતિ અને જીવની સ્થિતિ ઉપર આધાર છે. વેદનીય કર્મ અજ્ઞાન અવસ્થામાં પણ આવે અને જ્ઞાનીને પણ વેદનીય કર્મ ભોગવવું પડે. ‘જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ દુઃખ રહિત ન હોય; જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે રોય.’ ભાઈ! વેદનીય કર્મ છે ને એ કોઈને છોડતું નથી. તીર્થંકર પરમાત્માને પણ વેદનીયનો ઉદય આવે છે અને ભોગવવું પડે છે. કોઈને છોડતું નથી. જિનેન્દ્ર, નરેન્દ્ર, શકેન્દ્ર કે ધરણેન્દ્ર કોઈને વેદનીય કર્મ છોડતું નથી. આ બધા કર્મોમાં ઘાતીકર્મની સીધી અસર આત્મા સાથે છે. અધાતીકર્મની સીધી અસર દેહ સાથે છે. ઘાતીકર્મ સ્વરૂપનો નાશ કર છે. અઘાતી કર્મ ગમે તેવા હોય પણ મારા સ્વરૂપનો નાશ કરવાને સમર્થ નથી. આંક-૫૦૯માં કૃપાળુદેવે આ વસ્તુની ખૂબ સરસ રીતે છણાવટ કરી છે. જો જ્ઞાનની ધારા આગળ વધે અને પૂર્ણ કેવળજ્ઞાન થાય તો આ અધાતીયા જે કર્મો છે એની સ્થિતિ હોવા છતાં ‘બળી સીંદરીવત્ આકૃતિ માત્ર જો.’ આ ઉપમા કૃપાળુદેવે ખૂબ સરસ આપી છે. આમા બધું સમજાવી દીધું. અહીંયા સીંદરી વિદ્યમાન છે. સીંદરીનો ઉપયોગ બાંધવા માટે થાય છે. અને કોઈને મુશ્કેટાટ બાંધવો હોય ત્યારે સીંદરી જોઈએ. એમ કર્મો જીવને બંધનરૂપ છે. એ સીંદરી જેવા છે. કૃપાળુદેવ કહે છે આત્માનો જ્યારે પૂર્ણ સ્વભાવ પ્રગટે છે, ત્યારે આ ચારે કર્યો હોવા છતાં, માત્ર તેની આકૃતિ છે. તે મરેલ જેવાં કરી નાખ્યાં છે. ઘાતી ચારે કર્મ વ્યવચ્છેદ કર્યા છે અને અઘાતી કર્મોમાં કોઈ સામર્થ્ય નથી, કોઈ ૧૩૯
SR No.034359
Book TitleApurv Avsar
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year
Total Pages99
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy