SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ અપૂર્વ અસર અંત સમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વીતરાગ થઈ, પ્રગટાવું નિજ કેવળ જ્ઞાન નિધાન જો.’ જન્મોજન્મની જે આંકાક્ષા, આશા, અભિપ્સા કે મારા પુર્ણ સ્વરૂપને પ્રાપ્ત કરું, મારા આત્માના પૂર્ણ જ્ઞાન સ્વરૂપને પ્રાપ્ત કરૂં, કેવળજ્ઞાન, પુર્ણ લબ્ધિના નિધાન પ્રાપ્ત કરૂં- તે પ્રાપ્ત થાય છે. આ જગતની અંદર મોટામાં મોટો વૈભવ હોય તો કેવળજ્ઞાન છે. અરે ! દેવોની અને ઇન્દ્રલોકની સમૃદ્ધિ પણ જ્યાં તુચ્છ છે. આત્માના અનંત આનંદ આગળ જગતની આ બધી વસ્તુ તુચ્છ છે. એટલે સોભાગભાઈ લખે છે કે “માગી ખાઈને ગુજરાન ચલાવીશું પણ હવે કોઈની પાસે યાચના નહિ કરીએ.’ તૃષ્ણા, વાસના બધી છોડી દઈશું. કારણ કે આત્માના અનંત આનંદ આગળ જગતની આ અનંત વસ્તુઓનો ઉપભોગ તુચ્છ છે. વિષ્ટા સમાન છે. મોહ ભાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત; તે કહીએ જ્ઞાની દશા, બાકી કહીએ ભ્રાંત. આ.સિ.-(૧૩૯) સકળ જગત તે એંઠવત્ અથવા સ્વપ્ન સમાન; તે કહીએ જ્ઞાની દશા, બાકી વાચાજ્ઞાન, આ.સિ.-(૧૪૦). આવી મોહ દશા જેણે છોડી, મોહનો જેણે નાશ કર્યો અને આ બારમાં ક્ષીણમોહ નામના ગુણસ્થાનક ઉપર મોહ સમુદ્રને તરીને પહોંચેલો સાધક કહે છે. બાકીના ત્રણ ઘાતી કર્મ હવે પોતે ક્ષીણ થઈ ગયા છે. એટલે જ્યારે જ્ઞાનાવરણીય હટી જાય, દર્શનાવરણીય હટી જાય, અંતરાય કર્મની પ્રકૃતિ સમાપ્ત થાય તો શું પ્રગટે? આત્માને આવરણ કરનારા ચાર ઘાતી કર્મમાં, મોહનો નાશ કરવાનો અને બાકીના ત્રણ એમ જ ભાગી જાય. ચારે કર્મને ભગાવવાનો પુરૂષાર્થ કેવી રીતે કરવો? તો એનો ક્રમ કહ્યો છે કે તું એકનો નાશ કર બાકીના ત્રણ એની મેળે ભાગી જવાના. કૃપાળુદેવે એટલે જ આત્મસિદ્ધિમાં કહ્યું છે, કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ, તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ. આ.સિ.-(૧૦૨) અને મોહનીય હણાઈ જશે તો કહ્યું છે, વર્ધમાન સમક્તિ થઈ, ટાળે મિથ્યાભાસ ઉદય થાય ચાસ્ત્રિનો, વીતરાગ પદ વાસ. આ.સિ.-(૧૧૨) ૧૨૦ અપૂર્વ અવસર બીજા કોઈ કર્મની વાત નથી કરી. એક મોહનીય કર્મ હણાય તો આત્માની મુક્તિનો અચૂક ઉપાય કીધો છે. અચૂક એટલે ફેર ન પડે. એક મોહનીય નો નાશ આ જીવ કરે તો બાકીના આત્માને આવરણ કરનારા ત્રણ ઘાતિ કર્મોનો સ્વયં નાશ થાય. ટકી શકે નહીં. પચ્ચીસ ટકા પુરૂષાર્થ કર તો બાકીના પંચોતેર ટકા વધારાનું બોનસમાં ફળ મળે છે. અહીં ભગવાન કહે છે કે તું એક કર્મનો નાશ કર. બાકીના ત્રણ પોતે નાશ થઈ જશે. આ જૈન દર્શનની વ્યવસ્થા છે. અદ્ભુત છે. થોડો વિચાર કરીએ. પુરૂષાર્થ જેટલો કઠિન છે એટલો જ સરળ પણ છે. કૃપાળુદેવે સરસ વાત મુકી છે. સૌથી સરળમાં સરળ કર્મનો નાશ કરવો હોય તો બ્ધ કર્મ? મોહનીય, વેદનીય કર્મ તો ભોગવ્યા વિના નાશ ન થાય. આત્માને રાડ પડાવી દે. જીવના છક્કા છોડાવી નાખે. વેદનીય કર્મ તો ભોગવવું જ પડે. પણ મોહનીયમાં ફક્ત નક્કી કરે કે હું અને તું જુદા છીએ. જાવા દે, તો વાત પૂરી થઈ ગઈ. સિંહના જેવું પરાક્રમ જો જાગૃત થાય, સિંહ જેવું એટલા માટે કે બકરાના ટોળામાં છે ત્યાં સુધી જ મેં મેં કર્યા કરે છે. પણ જેવું પોતાનું પાણીમાં પ્રતિબિંબ જુએ છે અને સામે સિંહને જુએ છે કે પોતાની જાતનું ભાન થાય છે. તેમ માત્ર જીવને સ્વરૂપનું ભાન થવું જોઈએ. બીજું કાંઈ નથી. એ પરાક્રમ સ્વયં જાગૃત થાય છે. પણ સિંહત્વનું ભાન તો થવું જોઈએ. એટલે જ વેદનીયના નાશ કરતાં પણ મોહનીયનો નાશ કરવો બહુ સરળ છે. અને એટલે જ જગતમાં જેટલા જીવ મુક્તિને પામ્યા છે તેમણે પહેલાં મોહનીય કર્મનો નાશ કર્યો છે. તો મોહનીયના નાશથી કેવળજ્ઞાન છે કે જ્ઞાનાવરણીયના નાશથી કેવળજ્ઞાન છે? મારે કેવળજ્ઞાન - કેવળદર્શન જોઈએ છીએ તો જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીયનો પહેલાં નાશ કરવાનો છે કે મોહનીયનો? આ જ વાતને સમયસાર ની ૨૦૧મી ગાથામાં કુંદકુંદાચાર્યે બહુ સરસ રીતે કહી છે. અણુમાત્ર પણ રાગાદિનો સભાવ વર્તે જેહને; તે સર્વ આગમધર ભલે, પણ જાણતો નહીં જીવને. આગમધર-જ્ઞાનના તો સર્વ આવરણ હટાવી દીધા છે. આગમધર થઈ ગયો છે. કૃપાળુદેવ લખે છે ચૌદ પૂર્વધર ભલે થયો પણ દેશે ઉણો એવો નરક ગતિ ને લાભ. (પત્રાંક-૧૩૯) ૧૨૧
SR No.034359
Book TitleApurv Avsar
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year
Total Pages99
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy