SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ અપૂર્વ અવસર સ્વાધ્યાય - ૫ નિગ્રંથપદ શ્રેણીનું આરોહણ - (ગાથા - ૧૩,૧૪) સર્વજ્ઞ વીતરાગ ભગવંતોએ મુક્તિના માર્ગની જે પ્રરૂપણા કરી છે, સાધનાનો જે ક્રમ બતાવ્યો છે. જીવને બોધબીજ ની પ્રાપ્તિ થયા પછી પૂર્ણત્વ તરફ પહોંચવા માટેનો જે માર્ગ છે- તે વાત પરમકૃપાળુદેવે અપૂર્વઅવસરના પદમાં મુકી છે. વીતરાગનો માર્ગ કેવા પ્રકારનો છે? બોધબીજની પ્રાપ્તિથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુધીનો ક્રમ શું છે? અને કેવળજ્ઞાનીનું સ્વરૂપ શું છે? અને કેવળજ્ઞાનીની અવસ્થા પૂરી થયા પછી જીવ જે સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરે એનું સ્વરૂપ શું છે? એ યથાતથ્ય, સર્વજ્ઞ પ્રણિત માર્ગને પોતાના જ્ઞાનબળથી, શ્રીમદ્ રાજચંદ્રજીએ, આપણે સમજી શકીએ એવી ભાષમાં ખૂબ સરળતાથી સમજાવ્યું છે. આ વિષય ખૂબ જ ગહન છે. અને સમજવું તથા સમજાવવું બન્ને રીતે કઠિન છે. સમજવા કરતાં પણ સમજાવવું વધારે કઠિન છે. કેમ કે આ વિષયમાં, જૈન માર્ગની જે પ્રરૂપણા કરવામાં આવી છે, અને એમાં કેવળ જૈન પરિભાષામાં જ બધી વાત ચાલે છે માટે કઠિન છે. એક પણ શબ્દ આપણી લૌકિક ભાષામાં બેસતો નથી. બેસાડી શકાય નહીં. એવું આ ગુણસ્થાન આરોહણ ક્રમનું ‘અપૂર્વ અવસર’નું પદ છે. જેમાં દર્શનમોહ ગયા પછી ચારિત્રમોહ નાશ કરવા માટેની વાત છે. ભૂમિકા જ ત્યાંથી છે કે જેનો દર્શનમોહ સમાપ્ત થયો છે, અને જેને ચારિત્રમોહ સમાપ્ત કરવો છે. ચારિત્રમોહ સમાપ્ત થાય તો જ યથાખ્યાત ચારિત્ર, યાને કે સર્વજ્ઞતા, એટલે કે પૂર્ણ વીતરાગ પદની પ્રાપ્તિ થાય છે. જેને કેવળીપદ કહે છે. તો સમ્યક્દૃષ્ટિ આત્મા નિગ્રંથપદની આરાધના કરીને હવે કેવળીપદની કેવી રીતે પ્રાપ્તિ કરે છે. એ વાતની અંદર બાર ગાથા સુધી ભગવાને ચોથા ગુણસ્થાનકથી આ વાત મૂકી છે કે ચારિત્રમોહનો નાશ કેવી રીતે કરવો? તે ગાથાઓનો સ્વાધ્યાય આપણે કર્યો. હવે નિગ્રંથ શ્રેણીનું જે આરોહણ છે તે- જેમ વિમાન Runway થી દોડીને Take off કરે, તેમ આ આત્મા હવે ઉર્ધ્વગતિમાં Take off કરવાનો છે. એ હવે એક વાર Take off કરે પછી ક્યારેય ત્યાંથી પાછો આવવાનો નથી. This is the last take off. આ નિગ્રંથએ લીધેલો Take off એવો છે કે ત્યાંથી હવે એને ધરતી પર ક્યારેય પાછા આવવાનું નથી. એ વાત અદ્ભુત રીતે પરમકૃપાળુ દેવ કહે છે. ૧૦૨ અપૂર્વ અવસર ‘એમ પરાજય કરીને ચારિત્રમોહનો, આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવ જો; શ્રેણી ક્ષપકતણી કરીને આરૂઢતા, અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ જો.’ અપૂર્વ- ૧૩ ‘એમ પરાજય કરીને ચાસ્ત્રિમોહનો’ – એમ એટલે કેમ? કઈ રીતે? આ સાધકે દર્શનમોહ વ્યતિત થયા પછી, દર્શનમોહનો નાશ થયા પછી, જ્ઞાનીના બોધનાં બીજથી, એને જે બોધીબીજ પ્રગટયું છે. એ બોધના આધાર ઉપર આ સાધક, સાધકદશામાં પ્રવેશ કરે છે. આ સાધકદશા તે નિગ્રંથદશા છે. એમાં એણે ચારિત્રમોહનો નાશ કર્યો. કેવી રીતે? તો કહે આગલી બાર ગાથાઓનાં જે steps છે તે ફરી જોઈ લઈએ. જેથી લક્ષની બહાર કંઈ જાય નહીં. કૃપાળુદેવે છવ્વીસ પગથિયાં ચારિત્રમોહનાં નાશ માટે કહ્યાં છે. આ ધારણા કરવાની છે કે આ અપૂર્વઅવસરના એક એક પગથિયાં મારા જીવનમાં ક્યારે પ્રાપ્ત થાય? આવી સાધક દશાનો અવસર પ્રભુ ! મારા જીવનમાં ક્યારે આવશે? એ જ ઝંખના કરવાની છે. આ જ અભિલાષા અને આ જ તમન્ના રાખવાની છે. (૧) બાહ્યાંતર નિગ્રંથ થવાની ભાવના અને મહત્ પુરૂષના પંથે વિચરવાની ભાવના. સર્વ ભાવથી ઉદાસીનતા. જગતની કોઈપણ વસ્તુ પ્રત્યે કોઈ પણ જાતની સ્પૃહી નહીં. જગતની કોઈ વસ્તુ ખપે નહીં. હું મારામાં પૂર્ણ છું. એટલે મારી પૂર્ણતા માટે મારે બહારના એક પણ પદાર્થની કે પરમાણુની આવશ્યક્તા નથી. (૩) આ દેહ છે તે પણ માત્ર સંયમ હેતુ જોઈએ. સંયમ સિવાય દેહની કલ્પના નહીં અને તે પણ મૂર્છા રહિતપણે. દેહની આવશ્યક્તા ખરી પણ સંયમના હેતુથી અને મૂછ રહિત. (૪) ઘોર પરિષહ કે ઉપસર્ગના ભયથી પણ જે સ્થિરતાનો અંત ન આવે એવી આત્મસ્થિરતા. આ ભાવના છે તે અપૂર્વ અવસર છે. (૫) મન-વચન-કાયના યોગનું સંક્ષેપપણું જોઈએ છે. આ યોગ બહુ ફેલાવ્યા ૧૦૩
SR No.034359
Book TitleApurv Avsar
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year
Total Pages99
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy