SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ અપૂર્વ અવસર મિત્ર પ્રત્યે સમદર્શિતા છે એટલે વ્યવહારમાં ભેદ નથી, જાણે માત્ર. એ કમઠને પણ જાણે છે અને ધરણેન્દ્રને પણ જાણે છે. ગોશાળાને પણ જાણે છે અને ગૌતમને પણ જાણે છે. છતાં સમદર્શીપણું છે. મહાવીર પર તેજો વેશ્યા છોડાય છે ત્યારે પોતાના શિષ્યને પણ જાણે છે અને ગોશાળાને પણ જાણે છે. બચાવવાની દ્રષ્ટિ હોય તો બધાને બચાવાય. પણ ગોશાળાને બચાવી શકાય એમ નથી અને શિષ્યને પણ નહીં બચાવી શકાય. લબ્ધિનો અભાવ નથી. પણ લબ્ધિનો ઉપયોગ કરતાં નથી. કાનમાં ખીલા ઠોકાય ત્યારે મહાવીર એ પોતાની પૂર્વ જન્મની દુશ્મનાવટને પણ જાણે છે. કે પૂર્વે શૈયાપાલના કાનમાં શીશુ રેડાવી- એવું કર્મનું બંધન મેં કરેલું. કૃપાળુદેવ કહે છે, “દોષ અમારો છે, કર્મ અમે બાંધ્યા છે.” “તારા દોષે તને બંધન છે એ સંતની પહેલી શિક્ષા છે.’ આ સમદર્શીપણું આપણે બરાબર સમજીએ કે જીવનમાં ક્યા ગુણો લાવવા છે? અધ્યાત્મ એટલે શું? ધર્મ એટલે શું? ધર્મ કરવો છે એટલે આવા ભાવ પ્રગટાવવા છે. આ દશા પ્રગટાવવી છે. આત્માના આ અદ્ભુત ગુણો, ચેતનનું આ સામર્થ્ય પ્રગટાવવું છે. જેનો જગતમાં જોટો નથી. કોઈ આ ગુણો બતાવી શક્યું નથી. કારણ કે પામેલો જ બતાવી શકે. આ પુરૂષ પ્રાપ્ત પુરૂષ છે અને સાથેસાથ આપ્ત પુરૂષ છે. પ્રાપ્ત કહેતાં એને (સ્વરૂપની) પ્રાપ્તિ છે અને આપ્ત કહેતાં એ વિશ્વાસ કરવા જેવો છે. એનામાં આપણે વિશ્વાસ મૂકી શકીએ. કારણ કે એ કરૂણાનો અવતાર છે. કેવળ નિષ્કારણ કરૂણાથી છલોછલ ભરેલો છે માટે એને કોઈ પ્રત્યે રાગ-દ્વેષ નથી. એને તો જે સાચું છે એ જ કહેવું છે. જે જગતના હિતમાં છે, જેનાથી જગતના જીવોનું કલ્યાણ છે એ જ વાત કહેવી છે. ‘માન અમાને વર્તે તે જ સ્વભાવ જો.’ શત્રુ અને મિત્રમાં કોઈ વ્યક્તિની અપેક્ષા છે. આ શત્રુ ને આ મિત્ર. એ વ્યક્તિમાં એને સમદર્શિતા છે. માન-અમાન એ પરિસ્થિતિ છે. કોઈએ બોલાવ્યા, કોઈએ ન બોલાવ્યા, કોઈની ગણના કરી ન કરી, આગળ બેસાડ્યા ન બેસાડ્યા. આ પરિસ્થિતિમાં પણ ‘વર્તે’ તે જ સ્વભાવ જો. પોતે પોતાની સ્વભાવમાંથી જરાય ચલિત થતો નથી. કોઈએ આવકાર આપ્યો કે જાકારો દીધો. એને કાંઈ ફરક પડતો નથી. આ નિગ્રંથ મુનિ હવે ઉત્કૃષ્ટ દશામાં જાય છે. અને એટલા જ ૮* અપૂર્વ અવસર માટે ભગવાન મહાવીરને કેટલાક રાજાઓ વંદન કરવા આવે તો યે શું? અને કેટલાક જંગલી પશુઓ દોડાવે તો યે શું? દુઈજન તાપસના આશ્રમમાં ભગવાન મહાવીરને લાગ્યું કે અહિંયા માન-અપમાનની ભાવના છે. ભગવાન ત્યાંથી વિહાર કરીને ચાલ્યા જાય છે. પણ કોઈના પ્રત્યે ભગવાનના મનમાં લેશ પણ અપ્રીતિ ભાવ કે અણગમો નથી. ‘માન અમાને વર્તે તે જ સ્વભાવને. જીવિત કે મરણે નહીં ન્યુનાધિક્તા.’ આ તો જીવનની અને મરણની ઘટના છે. આ ઘટનાઓની અંદર પણ ન્યૂનાધિકપણું નથી. જેને જન્મ થયો તો એમ નથી થતું કે કંઈક વધી ગયું. અને કોઈ મરી જાય તો એમ નથી થતું કે કાંઈક ન્યૂન થઈ ગયું. જેને જગતના જીવોના જન્મ-મરણ પ્રત્યે પણ કોઈપણ જાતનો ન્યુનાધિક ભાવ નથી. It is an incident. પહેલામાં Individual છે. બીજામાં situation છે. ત્રીજામાં Incident છે. પ્રસંગ બને છે. ઘટના ઘટે છે. ઘરે કોઈનો જન્મ થાય તો કાંઈ એને અધિક્તા નથી. અને કદાચ પોતાનો જુવાન પુત્ર મરી જાય તો તેથી તેને કંઈ ન્યૂનતા નથી. એવો ભાવ પણ જેને નથી. ‘નહીં તૃષ્ણા જીવ્યા તણી, મરણ યોગ નહીં ક્ષોભ, મહાપાત્ર તે માર્ગના, પરમ યોગ જિતલોભ.” ઉત્કૃષ્ટતાની કોઈ પરિસીમા છે એમાં એને ન્યૂનાધિક પણું નથી. જન્મને મૃત્યુની ઘટનામાં જેને ન્યૂનાધિક પણું નથી. એ ઘટનાને જે સામાન્ય ગણે છે. ‘ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો.’ હવે ભવ થાય તો યે ભલે અને મોક્ષ થાય તો યે ભલે, આ આપણી દશાની વાત નથી. આત્માર્થીની દશામાં તો ભવે ખેદ કહ્યો છે. અને તે પણ આ જ પુરૂષે કહ્યો છે. શ્રીમદ્ રાજચંદ્રજીને આપણે સમજવા હોય ત્યારે જુદી જુદી ભૂમિકામાં અપેક્ષાએ સમજવાના. વિરોધાભાસ કે વિસંગતતા નથી. ભૂમિકા ભેદ છે. પાત્ર ભેદ છે. આત્માર્થીને યોગ્યતા ઓછી છે એટલે ભવનો ખેદ થાય. પણ આ નિગ્રંથ દશામાં પહોંચેલા મુનિ એકદમ સમભાવમાં છે. હવે કાદચ જન્મ થવાનો હોય તો પણ ભલે. અને મોક્ષ થવાનો હોય તો પણ ભલે. કૃપાળુદેવે કહ્યું છે કે, આત્મસ્વરૂપમાં જેને રમણતા થઈ છે. અને મોક્ષની પણ જેને સ્પૃહા રહી નથી એને હે નાથ ! તુષ્ટમાન થઈને પણ તું બીજું શું આપવાનો હતો? મોક્ષની પણ સ્પૃહાથી હવે રહિત થયો છે. આ
SR No.034359
Book TitleApurv Avsar
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year
Total Pages99
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy