SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ અપૂર્વ અવસર ‘કેવળ નિજ સ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન; કહિયે કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ. આ.સિ.-(૧૧૩) આ આત્મસ્વરૂપની અખંડતા. આ ભાવસંયમ અને દ્રવ્યસંયમ જ્યારે એકરૂપ થઈ જાય છે. ‘નિશ્ચય રાખી લક્ષમાં સાધન કરવા સોય.” સાધનનો નકાર નહીં. વ્યવહારનો નકાર નહીં. સવ્યવહાર વિના જીવને કોઈ નિગ્રંથ પદની આરાધના જ નથી. કારણ કે જ્યાં મન વચન કાયાના યોગ છે. ત્યાં વ્યવહાર ઊભો જ છે. દેહ છે તે વ્યવહારનું જ પુતળું છે. ચૈતન્ય છે તે નિશ્ચયનું સ્વરૂપ છે. અને જ્યાં સુધી સંપૂર્ણ મુક્ત થયો નથી ત્યાં સુધી દેહ તો છે જ. આવી દશામાં મુનિ જ્યારે દ્રવ્યસંયમ અને ભાવસંયમ સાધે છે ત્યારે એનું આત્મચારિત્ર કેવું પ્રબળ હોય છે કે જે આત્મચારિત્રના આધાર ઉપર એ કેવળીપદની પ્રાપ્તિ કરે છે. એની વાત હવે પછી વિચારીશું. અપૂર્વ અવસર દશામાં કેવો હોઈ શકે એનો ગંભીર આશય સમજવાની પાત્રતા થયે જીવને તેના બધાં પડખાં વિરોધ રહિત સમજાય છે.” આપણે તો પાત્રતા વિના સિદ્ધાંત પકડવા માંડ્યા છીએ. કૃપાળુદેવે કહ્યું છે, ‘પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચર્ય પ્રતિમાન.’ અરે ! પાત્ર વિના તો આ સિદ્ધાંતના જ્ઞાન પણ ટક્તાં નથી. વિપરિત પરિણામને પામે છે. કૃપાળુદેવે લખ્યું છે કે, “કેવળ દ્રવ્યાનુયોગનું સેવન કરનારને ઉન્મત્ત પ્રલાપ પણું થાય છે.' પછી એમાં સન્નિપાત સર્જાય છે. જીવની વર્તના ઉન્મત્ત થઈ જાય છે. એટલે કહે છે કે પહેલાં જ્ઞાનીઓનો ગંભીર આશય સમજો. એટલે ગંભીર આશય સમજવાની પાત્રતા થાય ત્યારે જ એના બધાં પડખાં વિરોધ રહિત સમજાય છે. નહિંતર એને વિરોધ જ દેખાયા કરે. અવિરોધ ભાવે તત્ત્વનું કથન એ વીતરાગની શૈલી છે. સર્વજ્ઞનું દર્શન, સર્વજ્ઞનું તત્ત્વ સદા, સર્વદા અવિરોધ જ છે. પણ નયવાદની દૃષ્ટિએ ન સમજાય. પણ સ્યાદ્વાદની શૈલીએ અપેક્ષાએ સમજાય અને અપેક્ષાએ એક નયથી જ્યારે વસ્તુ કહેવામાં આવે છે. ત્યારે ત્યાં બીજા હજાર નયની વિઘામાનતા છે. તો હંમેશા ખ્યાલમાં રાખવું. આવી રીતે જ્યારે સમજવામાં આવે ત્યારે આવો ગંભીર આશય સમજવા માટેની જીવની પાત્રતા થાય. આવી પાત્રતા થવા માટે સદ્ગુરૂનો યોગ હોય, સપુરૂષનો વિનય હોય, પંચ પરમેષ્ઠિ પ્રત્યે જીવનાં આદર હોય, એનામાં નિરાભીમાનપણું હોય, દીનપણું હોય અને પ્રભુ પ્રત્યે એની પામરતાનો ભાવ વેદાતો હોય. ભલે હું આત્મા સમર્થ અને ત્રિકાળી છું છતાં હું મારા સર્વજ્ઞ પરમાત્મા પાસે પામર છું. આવી કબુલાત જેને નથી તે સર્વજ્ઞના ભાવને નહીં સમજી શકે. સર્વજ્ઞતા કેવી રીતે સમજાય? કૃપાળુદેવે એક જગ્યાએ લખ્યું છે કે સર્વજ્ઞપણું સમજાવું જ કઠીન છે. અને મુનિઓએ કહ્યું કે, ‘તે સર્વજ્ઞ પદનું તમે નિરંતર ધ્યાન કરો.” આપણે એમ સમજીએ છીએ કે ત્રણે કાળનું ત્રણે લોકનું, સર્વ પદાર્થનું અને તેની સર્વ પર્યાયનું જેને જ્ઞાન તે સર્વજ્ઞ કહેવાય. પણ આત્મસ્વરૂપની અખંડતા એ એનો નિશ્ચય છે. જગતને જાણવાની એને કોઈ ખેવના નથી. પરંતુ પોતાના સ્વરૂપથી જે ટ્યુત થતો નથી એવી જેની ખેવના છે, તે સર્વજ્ઞ. કૃપાળુદેવે કહ્યું. આ સત્પુરૂષોનું યોગબળ જગતનું કલ્યાણ કરશે.
SR No.034359
Book TitleApurv Avsar
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year
Total Pages99
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy