SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ અપૂર્વ અવસર છે. મુંડભાવ-કેશલોચન-જેથી કરીને શરીરનો દેહ ભાવ પ્રબળ ન થાય. અને લોચ શબ્દ મૂક્યો છે. મુનિ હાથેથી પોતાના વાળ ઊતારે છે. કારણ કે શરીર પ્રત્યે જરાપણ માયા હોય, મોહ હોય, આસક્તિ હોય તો શરીર જરાપણ વેદના સહન કરવા તૈયાર ન થાય. પણ મુનિ શરીરની સામે જ્યારે જાય છે ત્યારે લોચ કરે છે. અસ્નાન-મુનિ સ્નાન રહિત છે. ત્યાં કોઈએ પ્રશ્ન કર્યો કે મુનિ સ્નાન ન કરે તો ત્યાં અશુચિ થાય? સ્નાન એને કરવાં પડે કે જેનામાં પાપકર્મ ભરેલાં પડ્યા છે. એક બહુ સરસ નિયમ કહ્યો છે. જેમ જેમ મુનિ દશામાં, એ સાધક આત્મા આત્મસ્વરૂપની સાધનામાં લીન થતો જાય તેમ તેમ એના અશુભ કર્મો સમાપ્ત થતા જાય. સામાયિક, પ્રતિક્રમણ, કાઉસગ્ગ, પ્રત્યાખ્યાન, આ બધાં અશુભકર્મોનો નાશ કરતાં જાય અને અશુભ કર્મોનો જેમ જેમ નાશ થાય, તેમ તેમ અશુભ વૃતિનો નાશ થાય. અને અશુભ વૃત્તિનો નાશ થાય ત્યાં એવા અશુભ પુદ્ગલ પરમાણુઓ પણ રહી શક્તા નથી. આત્મામાં અશુભ વૃત્તિ રહેતી નથી તેમ શરીરમાં અશુભ પુદ્ગલ પરમાણુઓ પણ રહેતા નથી. આત્મા શુદ્ધ થતાં શરીરના પુદ્ગલ પરમાણુ પણ શુદ્ધ થાય છે. આ ખ્યાલમાં રાખવાનું છે. એના સંગનો એને રંગ લાગે છે. અત્યાર સુધી પરમાણુનો રંગ આત્માને લાગતો હતો. પરમાણુની મલિનતા આત્માને લાગતી હતી. આત્મબળથી તે મલિનતા ખસેડી. હવે આત્માની શુદ્ધતા પરમાણુને શુદ્ધ કરે છે. પરમાણુને પલટાવે છે. એટલે તીર્થકર જ્યારે દીક્ષા લે છે, સંયમને ધારણ કરે છે પછી એના કેશ-નખ કાંઈ વધતું નથી અને શરીરની કાંતિ દિન-પ્રતિદિન વધતી જાય છે. અને શુદ્ધ ચારિત્રનો ઉદય થાય ત્યારે તીર્થંકરના દેહ જેવી કાંતિ જગતમાં કોઈની નથી. આપણે આપણા લૌકિક ધોરણ પકડી રાખ્યાં છે. પરમાર્થ ને સમજવા પ્રયત્ન કરીએ. જ્યાં અશુચિ છે તેનું કારણ અશુભ પરમાણુના ઢગલે ઢગલા આપણામાં ખડકાયા છે. આત્મામાં અશુભ વૃત્તિ રહેતી નથી. તેમ શરીરમાં અશુભ પરમાણુ પણ રહેતાં નથી. અશુભ પરમાણુને કેમ શુદ્ધ કરવા? દરેક પદાર્થ પરિવર્તનશીલ છે. અશુભને શુભમાં ફેરવી શકાય છે. કર્મગ્રંથ વાંચીશું તો ખ્યાલ આવશે. અશુભ કર્મને શુભ કર્મમાં ફેરવી શકાય છે. આ તાકાત લેશ્યાની છે. વૃત્તિને પલટાવી શકાય છે. આ અપૂર્વ અવસર લેશ્યાની તાકાત છે. કૃપાળુદેવે એના બનેવીની વૃત્તિને પલટાવી હતી. એમણે કહ્યું કે, વેશ્યા પરિવર્તન કરી શકાય છે. યોગબળથી વેશ્યા પલટાવી શકાય. આત્માની શક્તિ અમાપ છે. કર્મ કરતાં આત્મા મહાન છે. જડ કરતાં ચૈતન્યનો મહિમા વધારે છે આ ગણિત ભુલાવું ન જોઈએ. એટલે કહે છે કે ચંડકૌશિક દંશ દે ત્યારે મહાવીરના અંગુઠે દૂધની ધારા નીકળે. આંખમાં અમીની ધારા વરસે. પ્રભુ બોધ દે ત્યારે મુખમાં અમૃતની ધારા વરસે અને આખા શરીરમાં શાંત રસની ધારા વરસે. જેની કાયા પ્રશમ ઝરતી, સૌખ્ય આનંદ આપે, જેની આંખો અમી વરસતી, ચિત્ત સંતાપ ટાળે; જેની વાણી અમૃત ઝરતી, આત્મનો બોધ આપે, એવા ગુરૂનું દર્શન રૂડું, મુક્તિનો પંથ કાપે.” અરે ભગવાન! તમારા શરીરનું વર્ણન શું કરવું? એટલે “ભક્તામર સ્તોત્ર'ની અંદર માનતુંગસૂરિશ્વરજીએ તીર્થંકરના આ દેહના પરમાણુનું વર્ણન ક્યું છે. કે આવા પરમાણુ જગતમાં ક્યાંય નથી. લોકો અજ્ઞાનતાથી એમ કહે છે કે ‘ભક્તામર’માં ભગવાનના દેહનું જ વર્ણન છે. અરે ! પણ જે આત્માની મહાનતા કારણે જેણે દેહના પરમાણુઓને પણ પલટાવી નાખ્યા છે, શુદ્ધ, શુભ્ર અને પવિત્ર બનાવી દીધાં, વૃત્તિઓને પલટાવી નાંખી એવા પ્રભુના આત્મસ્વરૂપનો મહિમા કેવો હશે? તો અહીં આત્માનો મહિમા ગાયો કે પુદ્ગલોનો મહિમા ગાયો? પણ જીવ જ્યારે એકાંતમાં ખેંચાઈ જાય છે ત્યારે કાંઈ પણ બોલ્યા કરે છે. ધર્મમાં પણ ઘેલછાઓ આવી જતી હોય છે. એમાંની આ એક ઘેલછા છે કે “ભક્તામર’ એ તો દેહનું સ્તોત્ર છે. એમાં આત્માની ક્યાં વાત છે? અરે! આ દેહના પુદ્ગલ પરમાણુ આટલા જબરજસ્ત પ્રભાવશાળી થયાં તે શેના પરિણામે થયા? ત્યાં આત્માની મહાનતા કીધી છે. પણ સમજાવી જોઈએ. ‘અદંતધાવન” એણે દાંત ધોવાનું કે મુખ પ્રક્ષાલન કરવાનું પણ હોતું નથી. કેશ, રોમ, નખ કે અંગે શૃંગાર નહીં. ‘દ્રવ્યભાવ સંયમમય નિગ્રંથ સિદ્ધ જો.’ એનો સંયમ દ્રવ્ય અને ભાવ બન્ને રીતે ઉત્કૃષ્ટ હોય. એક પણ સંયમની ત્યાં માફી નથી. (બાદબાકી નથી.) મુનિ આહાર જ એવો લેતા હોય કે મુખની અંદર કોઈ બગાડ ન થાય. ઉ૪ ૭૫
SR No.034359
Book TitleApurv Avsar
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year
Total Pages99
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy