SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ અપૂર્વ અવસર સમજવાની જરૂર છે. એ શબ્દની પાછળ રહેલો પરમાર્થ સમજવાનો છે. ‘ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવતા.” ‘માન પ્રત્યે તો દીનપણાનું માન જો.’ અને માન જ્યારે જીવનમાં જાગૃત થાય, હું મોટો, હું પૈસાદાર, મને બધા પૂછવા આવે, મારું માન રાખવું જોઈએ. જ્યારે આવું સત્તાનું, ધનનું, લક્ષ્મીનું, પદનું, પ્રતિષ્ઠાનું, કુટુંબનું, જાતિનું, માન જીવમાં ઘર કરી જાય અને માનને કારણે જયારે જીવમાં કષાય થાય તો તે સમયે સાધક એમ વિચારે કે ‘દીનપણાનું માન.” હે પ્રભુ ! હું તો તારા દાસનો પણ દાસ છું. કૃપાળુદેવ કહે છે કે “અમે તો મુમુક્ષુઓના દાસ છીએ.’ મુમુક્ષુઓનો ભગવાન આમ કહે છે કે, “અમે તો મુમુક્ષુઓના દાસ છીએ.” દીનપણું. આ જગતમાં જે જીવો પ્રભુની ભક્તિ કરે છે, આત્માની આરાધના કરે છે તે સર્વે જીવોનાં અમે દાસ છીએ. ‘અમને તો તેવા ભક્તોનું દાસત્વ નિરંતર પ્રિય છે.” કૃપાળુદેવ- ભોજો ભગત, નિરાંત કોળી, નરસિંહ, મીરા- આ બધાને માટે લખે છે કે ભલે એ લોકો કોઈ પણ દશાએ પહોચ્યા હોય, પણ પોતાની સમજણ પ્રમાણે એ પરમતત્ત્વની આરાધના કરી રહયા છે. માટે અમને તો એમનું દાસત્વ નિરંતર પ્રિય છે. આ પુરૂષની દશા તો જુઓ ! નિગ્રંથદશામાં વિહરમાન આ પુરૂષ, જેનો દર્શનમોહ વ્યતિત થઈ ગયો છે, સિદ્ધપદનો આરાધક થયો છે, નિગ્રંથપદની આંતરભૂમિકા તો છે પણ બાહ્ય ભૂમિકામાં જવા માટેની ઝંખના છે અંતરંગમાં તો નિગ્રંથતા જ છે- એ પુરૂષ જગતના આત્મઆરાધકોને વંદના કરે છે. આવું ‘માના પ્રત્યે તો દીનપણાનું માન.પૂ. કાનજી સ્વામીએ સરસ રીતે આ સમજાવ્યું છે. એ કહે છે, “સાધકને પૂર્ણ શુદ્ધ પરમાત્માસ્વરૂપની પ્રતીતિ અંતરમાં વર્તે છે. તેથી જાણે છે કે મારી વર્તમાન દશામાં અસ્થિરતાને નબળાઈને લીધે હું પામર છું હું પરિપૂર્ણ નથી. કારણ કે વર્તમાનમાં જે મારી સ્થિતિ છે એમાં સંપૂર્ણ વીતરાગતા પ્રગટી નથી અને જ્યાં સુધી સર્વજ્ઞપણું કે કેવળજ્ઞાન પદ સિદ્ધ થયું નથી ત્યાં સુધી હું પામર છું.’ પ્રત્યેક છદ્મસ્થની આ ભાવના હોય બારમાં ગુણસ્થાનકના અંત સુધી હું પામર છું પ્રભુજીએ કહ્યું હતું કે, “આપણે બધા તો પામર છીએ આ એક જ આપણા ગુરૂ કૃપાળુદેવ સમર્થ છે. આની સમર્થાઈનો કોઈ માપ નથી આપણે એનું અપૂર્વ અવસર માપ લઈ શકીએ એવું આપણું ગજુ નથી.’ અને આવી જબરજસ્ત વિભૂતિએ પણ કહ્યું કે, ‘જો -જો અમને વળગી ના પડતા.” કૃપાળુદેવને ભુલશો નહિ, વડવાના સ્થાપક ભાઈશ્રી પોપટભાઈએ પણ મુમુક્ષુઓને- પંચભાઈની પોળમાં છેલ્લા શબ્દો એ કહ્યાં કે, ‘તમને ઘણો અમારા પ્રત્યે આદર છે, પણ અમારી તમને એક જ શિખામણ છે કે કૃપાળુદેવને ભૂલશો નહિ.” બીજાને ગળે વળગવામાં આ પુરૂષની ગૌણતા થાય, તો જીવને એના જેવું બીજું અકલ્યાણનું એક કારણ નથી. હાથમાં આવેલો હીરો ફેંકી દેવા જેવું થશે. માટે ક્યારેય મનમાં વિકલ્પ નહીં કરવાનો. પ્રભુશ્રીએ કહ્યું તેમ આપણે બધા સાધક છીએ. અને આ પુરૂષની પાસે તો આપણે બધા પામર છીએ. આ તો સાક્ષાત્ પરમાત્મા છે. અને એ એમણે પોતે જ કહ્યું છે કે, ‘અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ.” આ એક કળિકાળનું આશ્ચર્ય છે. અને એમાં આપણે શંકા કરવાની નથી. સાક્ષાત્ પરમાત્મા સ્વરૂપે આવેલો આ પુરૂષ આપણને તીર્થંકરના માર્ગનો બોધ આપે છે. જે સર્વજ્ઞએ બોધ આપેલો એની દેશનાનું એને અનુસંધાન છે. એટલે કહે છે કે, ‘હું પામર છું અને પૂર્ણ સ્વરૂપનો દાસાનુદાસ છું.” એવો વિવેક હોવાથી વીતરાગી સત્પુરૂષનું બહુમાન કરે છે. પરમાર્થે પોતાના સ્વરૂપની તે ભક્તિ છે. સપુરૂષોનું બહુમાન તે પરમાર્થે પોતાના સ્વરૂપની જ ભક્તિ છે. મારો પૂર્ણ સ્વભાવ હજુ ઉઘડ્યો નથી. માટે અભિમાન કેમ કરૂં? હું પૂર્ણ છું પણ મારો એ સ્વભાવ હજુ ઉઘડ્યો નથી. તો મારે અભિમાન કેમ કરાય? આપણા સ્વરૂપની ભક્તિ કરવાની હોય તો બીજા બધાનો છેદ ન ઉડાડાય. જ્ઞાની પુરૂષો વિવેકથી આ સમજાવે છે કે, હું પૂર્ણ છું પરંતુ મારો પૂર્ણ સ્વભાવ હજુ ઉઘડ્યો નથી.' તે જાણતો થકો તે મર્યાદામાં વર્તે છે. શ્રી તીર્થંકર પ્રભુની મહાનતા પાસે પોતાની પામરતા વિચારવી એ જ માન ગાળવાનો સર્વ શ્રેષ્ઠ ઉપાય છે. જીવમાં માન આવે તો દીનપણાનું માન કરવું કે, હું અધિકમાં અધિક દીન છું, હું અધિકમાં અધિક દાસાનુદાસ છું. ‘અધમાધમ અધિકો પતિત, સકળ જગતમાં હું ય; એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શું ? વીસ દોહરા. આ નિશ્ચય આવ્યા વિના પરમાર્થના ક્યા સાધન જીવને તારશે? નવ પૂર્વ ભણ્યો હોય કે કૃપાળુદેવ કહે છે એમ ચૌદ પૂર્વ ભણ્યો હોય પણ મિથ્યા માનમાં 33
SR No.034359
Book TitleApurv Avsar
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year
Total Pages99
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy