SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ અપૂર્વ અવસર પ્રતિબંધ શબ્દ કહ્યો છે. ‘આત્મસિદ્ધિ’માં ઓછામાં ઓછા પારિભાષિક શબ્દો છે. અને “અપૂર્વઅવસર'માં જૈન પારિભાષિક શબ્દોના આધાર ઉપર જ માર્ગની પ્રરૂપણા છે. પ્રતિબંધના ચાર પ્રકાર જ્ઞાનીઓએ કહ્યા છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પ્રતિબંધ એટલે બાધા કરનાર. મતાગ્રહ, મમત્વભાવે, દુરાગ્રહ, બંધન, આત્માને આવરણ કરનાર. એવો મનનો ભાવ, એવો આત્માનો આગ્રહ એ પ્રતિબંધ છે. જે આત્માની શક્તિને, આત્માના સ્વભાવને રોકે છે, રૂંધે છે, રોધે છે તે પ્રતિબંધ છે. આ પ્રતિબંધના જ્ઞાનીઓએ ચાર પ્રકાર કહ્યા છે. દ્રવ્ય પ્રતિબંધ : આહાર, વસ્ત્ર, પાત્ર, ઉપાશ્રય, પુસ્તકો, ગચ્છ, મત, સંઘ, સંપ્રદાય, સંઘાડો, શિષ્યો, શ્રાવકો અને સગાવહાલાઓ, સ્વજનો, પુત્રો, મિત્રો, કલત્રો આ બધાં દ્રવ્ય પ્રતિબંધ છે. મને આના વગર ન ચાલે. કોઈક દ્રવ્યની હાજરી, પરદ્રવ્યની હાજરી, એના વિના મને ન ચાલે એ પ્રતિબંધ છે. અરે! તું પોતે પરિપૂર્ણ છો, તું સ્વયં પૂર્ણ છો. તને કોઈની જરૂર નથી. પણ જ્યાં એમ થયું કે મને ન ચાલે, ત્યાં જ્ઞાની કહે છે તેને પ્રતિબંધ છે. આ પુસ્તક વિના ન ચાલે આ આસન વિના ન ચાલે, આ ઉપાશ્રય વિના ન ચાલે, આ શિષ્યો વિના ન ચાલે આ બધાં પ્રતિબંધ છે. જેને આત્માના વિકાસ સાથે સંબંધ નથી. એવી અનેક પ્રકારની મિથ્યા માન્યતાઓ- આ બધા પ્રતિબંધ છે. પછી વસ્તુ અપેક્ષાએ સમજવાની. આત્માના વિકાસ સાથે સંબંધિત વસ્તુ હોય પણ આત્માના વિકાસને અવરોધ કરે તેનું નામ પ્રતિબંધ. સાચો માર્ગ સુજવા ન દે, આત્માને કર્મથી મુક્ત ન થવા દે એવો આગ્રહ. આવા આગ્રહથી આત્માની મુક્તિ ન થાય માટે તે બધા પ્રતિબંધ કહેવાય. જીવના વિકાસને બાધા કરે, આત્માને રૂંધે, મમત્વ ઊભું કરે એવો આગ્રહ તે પ્રતિબંધ. શ્રીમદ રાજચંદ્રની ઓળખાણ એક શબ્દમાં આપવી હોય તો “અનાગ્રહ’ એટલે ‘આત્મસિદ્ધિ'માં એમણે છ યે દર્શન મૂક્યાં. અને પોતે કહ્યું કે, “અમે આમાં છ એ દર્શન સમાવ્યાં છે. અને છતાં આ સર્વજ્ઞાનીઓનો અને સકળ નિગ્રંથનો માર્ગ છે. કોઈ જગ્યાએ આગ્રહ નહીં એ શ્રીમદ્ રાજચંદ્રજીનું અને એને માનવાવાળાનું લક્ષણ છે. જ્યાં આગ્રહ આવ્યો, આશ્રમનો આવ્યો, વ્યક્તિનો આવ્યો, પુસ્તકનો આવ્યો, પાઠનો આવ્યો, વિશેષ પ્રકારની ક્રિયા-વિધિનો આવ્યો સમજી લેવાનું કે આત્મવિકાસને બાધક છે છતાં મારું છે એટલે કરવું, મમત્વ છે એટલે કરવું, પર અપૂર્વ અવસર હું કહું છું એટલે કરવું આ બધો પ્રતિબંધ છે. જ્યાં સ્વચ્છંદ, અહત્વ અને મમત્વ આધારીત આવા કોઈપણ ઉપકરણ પ્રત્યે ભાવ થયો, જ્યાં સાધન પ્રત્યે ભાવ થયો તો ત્યાં પ્રતિબંધ છે. આનંદઘનજી મહારાજ ઉપાશ્રયમાં રહેતા હતા ને શ્રાવકે એક ટકોર કરી કે, ‘તમારે તો અમારું માનવું જ જોઈએ.’ એમણે કહ્યું, કેમ? અમે તો નિગ્રંથ છીએ.” શ્રાવક કહે, ‘તમને ગોચરી અને વસ્ત્રો અમે આપીએ છીએ.’ આનંદઘનજીએ બધું ઉતારીને સુપ્રત કરી દીધું અને અરણ્યમાં ચાલ્યા ગયા. અવધુત યોગી. પછી ચોવીસીની રચના કરી. એની પાછળ પાછળ યશોવિજયજી ગયા એટલે આપણને આ વારસો મળ્યો. આનંદઘનજી જેવો અવધુત યોગી શોધવો મુશ્કેલ છે. કારણ યોગીઓને પ્રતિબંધ નથી. આ આહાર અને વસ્ત્ર સંયમનાં હેતુથી રખાય તો જ જરૂરી છે. નહીતર એની પણ જરૂર નથી. અને આ કોઈ શ્રાવકના મનમાં આવો ભાવ આવી ગયો તો એ પણ મહા પાપ ઉપાર્જન કરે છે. આપણે પણ સાધુને જ્યારે નમસ્કાર કરીને કહીએ કે ભાત-પાણીનો લાભ દેજો. ત્યારે શબ્દો બોલવા પડે છે કે સુખ-શાતા સંયમે છો જી? આપની સંયમ યાત્રા સુખ-શાતા પૂર્વક છે? એમ એ સુખ-શાતા પૂર્વક રહે એ માટે હે મુનિ! હે નિગ્રંથ! હે મહારાજ! તમે અમને લાભ આપજો. સાધર્મિક ભક્તિ હોય, પ્રભાવના કરતા હોઈએ તો સાધકોને, મુમુક્ષુને, ભાવિકોને, સાધર્મિક બધુઓને કહેવાય કે લાભ આપજો. અમારું તમે સ્વીકારજો, અમારે તમારી ભક્તિ કરવી છે. સૌ લાભ આપીને જમે. આ અમારી ભાવના છે. અને એટલે જ સાધર્મિક ભક્તિ કરતાં પહેલા આવનાર શ્રાવકનાં આપણે દૂધ પગ ધોઈએ છીએ. એ આપણું કંઈ લેવા નથી આવ્યો આપણને લાભાન્વિત કરવા આવ્યો છે. ભાવના ત્યાં છે. ક્ષેત્ર પ્રતિબંધઃ આ ક્ષેત્રમાં જ અમે જશું, અહીંયા જ અમારાં શ્રાવકો છે, અહીંયા જ અમારા સંવાડાનો પ્રભાવ છે, અહીંયા સામૈયા સરખા થાય, અહીંયા અનુષ્ઠાનો સરસ થાય, આવા પ્રકારનો વિચાર વીતરાગના સાધુ ન કરે. જે સગવડ સાચવીને જ ઉપાશ્રય શોધે છે અને કહે કે ધર્મની પ્રભાવના કરીએ છીએ. આ ક્ષેત્ર પ્રતિબંધ છે. કૃપાળુદેવે મુનિને કહ્યું છે, અમુક ક્ષેત્ર અમારું છે માટે ત્યાં જવું તો એ વિચરણ વીતરાગના માર્ગમાં નથી. બીજે હોય તો ભલે હોય તો આ છે ક્ષેત્રબંધ. ૫૩
SR No.034359
Book TitleApurv Avsar
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year
Total Pages99
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy