SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ અપૂર્વ અવસર જોડાયેલું હોતું નથી. મન વાણીના યોગમાં ક્યારેક જોડાયેલુ હોતું નથી. મન જુદુ ચાલે છે અને દેહની ક્રિયા જુદી ચાલે છે. અને વાણીની ક્રિયા જુદી થાય છે. ક્યારેય એકરૂપતા નથી થતી. આપણે એમ માનીએ કે હું એક જ છું તો આપણે પણ એક નથી. આપણાંમાં પણ ત્રણે પ્રકૃતિ જુદી ચાલે છે. તે આપણને ખબર જ નથી. કારણ કે ક્યારેય અભ્યાસ કર્યો નથી. જગતને જોવામાંથી નવરા પડીએ તો આપણને જાતને જોવાનો સમય મળે ને? આ જીવ બોલે એક, વિચારે બીજું અને કરે ત્રીજું. He speaks what he does not mean and what he means, he never speaks. આવી છેતરપ્પડી, આવો માયાચાર, આવો દંભ આપણે આચરીએ છીએ. જીવનમાં ક્યારેય દંભને મીટાવવાનો પ્રયત્ન નથી કર્યો. જ્ઞાનીને આત્માનું જયારે ભાન થાય છે, ત્યારે તે મન-વચન-કાયાના યોગની જે ક્રિયા બહાર ચાલે છે તેને આત્મા સાથે જોડી દેવાનો પુરુષાર્થ કરે છે. યોગ એટલે આત્મા અને મન-વચન-કાયાના યોગનું જોડાણ. “મોક્ષને યોજનાત સઃ યોગઃ” હરિભદ્રસૂરિ આચાર્ય “યોગદૃષ્ટિ સમુચ્ચય’ ગ્રંથનાં પ્રારંભમાં જ યોગની વ્યાખ્યા કરે છે. યોગ એટલે મન-વચન-કાયાની એકરૂપતા આત્મા સાથે સાધવાનો પ્રયત્ન કરવાનો છે. જ્ઞાની પુરુષે સાધનાના પ્રારંભમાં જે કહ્યું છે તે તો પહેલા સમજીએ. યોગ એટલે ધ્યાન કે આસનસિદ્ધના પ્રયોગો તે જ માત્ર યોગ નથી. યોગ એટલે આત્મા સાથે મન-વચન-કાયાની એકરૂપતા સાધવાની છે. પણ પોતે દેહથી ભિન્ન છે એવું ભાન નથી તો એકરૂપતા કેવી રીતે સધાય? યોગ એટલે આત્માનું ક્રિયા સાથેનું જોડાણ. આત્માના અનુસંધાન સાથેની મન-વચનકાયાની ક્રિયાને મનોયોગ, વચનયોગ અને કાયયોગ કહે છે. આ જીવ શુભાશુભ કર્મ ઉદયમાં આવે ત્યારે નિમિત્તની સાથે ભળી જાય છે. કારણ કે દેહ છે એ કર્મનું સ્વરૂપ છે. અને કાળ સ્થિતિ પ્રમાણે કર્મ ઉદયમાં આવે. તે જ પ્રમાણે નિમિત્ત અને સંજોગોની રચના થાય અને એમાં આ જીવ ભળી જાય. તેની વર્તના ઉદયાધીન થઈ જાય. પણ જ્ઞાનીને હવે આત્મસ્વરૂપની જાગૃતિ હોવાને કારણે હું આ સર્વથી ભિન્ન છું, શરીરના મન-વચન અને કાયાના યોગ તેમજ બહારના નિમિત્ત અને સંજોગોના યોગથી હું ભિન્ન છું. એવું જ્ઞાન થતાં તદાકાર થવાની જે વાત હતી તે મંદપણાને પામે છે. એ તન્મય થતો નથી, એટલે કે ત્યારે ઉપયોગની જાગૃતિ વર્તે છે. સમ્યક્દર્શન થાય, ભેદજ્ઞાન થાય ત્યારે ઉપયોગની જાગૃતિ વધતી જાય અને અપૂર્વ અવસર જેમ ઉપયોગની જાગૃતિ વધતી જાય તેમ મન-વચન-કાયાની પ્રવર્તના સંક્ષિપ્ત થતી જાય તેને કહે “આત્મસ્થિરતા.” “મુખ્યપણે તો વર્તે દેહ પર્યત જો’ આ પ્રવૃત્તિ આખરે તો શરીર છે ત્યાં સુધી ચાલશે. જો દેહ નહી હોય તો મન-વચનકાયા ક્યાં હશે. પછી તો કેવળ આત્મા છે. પણ જ્યાં સુધી આ જીવ દેહધારી છે ત્યાં સુધી મન-વચન-કાયાનું પ્રવર્તન છે. મન-વચન-કાયાના યોગ છે તો જ એ યોગને જન્માવે, ક્રિયામાં જોડાવે એવાં નિમિત્તો પણ છે. અને તો જ આપણું આયુષ્ય છે. આયુષ્ય જ્યાં સુધી છે ત્યાં સુધી આવી નિમિત્તની રચના ઊભી જ છે. આ તો પુરુષાર્થથી એની સાથે છેડો ફાડવાનો છે. નહીતર આપણી પાસે તો અનંત જન્મોના કર્મોનો Stock છે. આત્મસિદ્ધિમાં શિષ્ય પ્રશ્ન કર્યો જ છે કે ‘કર્મો કાળ અનંતના શાથી છેદ્યાં જાય?’ જ્ઞાની જવાબ આપે છે, ‘કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતા સમાય; તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય.’ આ.સિ.-(૧૧૪) અરે! ભલેને જીવે કોટિ વર્ષના કર્મો બાંધ્યા હોય, પણ એક વખત જો આત્માની જાગૃતિ આવી અને મન-વચન-કાયાના યોગ નિર્મિત થયેલાં શુભાશુભ કર્મના ઉદયમાં ન જોડાય, તદાકાર ન થાય તો જીવ એ કર્મથી છૂટી જાય. પોતાની જાતને ત્યાંથી સંક્ષિપ્ત કરી લે તો જીવ કર્મથી છૂટી જઈ શકે છે. અંધકાર ગમે તેટલો જૂનો હોય, પણ એકવાર જો પ્રકાશની જ્યોત જાગી, તો પછી અંધકાર ટકી નહીં શકે. તે અંધકાર કેટલો જૂનો છે તેને કાળ સાથે સંબંધ નથી. પ્રકાશ થાય એટલે અંધકારને જાવું જ પડે. એક ક્ષણનો પ્રકાશ થાય તો કોટિ વર્ષના અંધકારને દૂર કરે. કારણ કે પ્રકાશના અસ્તિત્વ સામે અંધકાર ટકી શકે એવી કોઈ વ્યવસ્થા નથી. એમ આ જીવ કર્મ બાંધીને આવ્યો છે અને અનંતકાળનું પરિભ્રમણ થઈ શકે એટલો કર્મનો સંચય, એટલી કર્મની તાકાત અત્યારે પણ આપણા આત્મપ્રદેશ સાથે જોડાયેલ છે. પોતાના કર્મ તો હરપળે, હંમેશાં પોતાની સાથે જ છે. હું આત્મા છું તો મેં કરેલાં અનંત કર્મોનો જથ્થો મારી સાથે જ છે. એ કર્મો કોઈ રાખી શકે એમ નથી. ‘પરભવમાં પરિણામ મળશે પુણ્યના ને પાપનાં.' સિકંદરના ફરમાનમાં કહે છે કે, “આ લાવ-લશ્કર, વૈદ-હકીમ, આ સમ્રાટપણું કાંઈ બીજા ભવમાં સાથે આવતું નથી. પણ શુભાશુભ કર્મ ભેગાં જ આવશે.” ૩૬
SR No.034359
Book TitleApurv Avsar
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year
Total Pages99
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy