SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ અપૂર્વ અવસર ચારિત્રમોહ કર્મ કહેવાય છે. એ કષાય અને નોકષાયના પચ્ચીસ પ્રકારના ભેદ છે. તે ચારિત્ર મોહનીયના ભેદ છે. ચોથા ગુણસ્થાનકથી આ પ્રક્રિયા શરૂ થાય. એમાં અનંતાનુબંધીની પ્રકૃતિ ગઈ. પણ હજુ પ્રત્યાખ્યાની, અપ્રત્યાખ્યાની, સંજવલન અને નવ નોકષાય છે તેની પ્રકૃતિઓ ક્ષય કરવાની છે. તેથી હવે ચારિત્રમોહ ક્ષય કરવાની પ્રક્રિયા શરૂ થાય છે આ નિગ્રંથપદની સાધના શરૂ થાય છે. જેને દર્શનમોહ વ્યતીત થવાથી હું દેહથી ભિન્ન છું, કેવળ ચૈતન્ય સ્વરૂપ છું એવો સ્પષ્ટ બોધ થયો છે. તે હવે ચારિત્રમોહને ક્ષય (નાશ) કરવાનું આચરણ શરૂ કરે છે. આત્મ સ્વરૂપને આવરણ કરે તે દર્શનમોહ. અને આત્મ ચારિત્રને આવરણ કરે તે ચારિત્રમોહ. દર્શનમોહ ને નાશ કરવા માટેનું કારણ બોધ. અને ચારિત્રમોહને નાશ કરવા માટેનું કારણ વીતરાગતા. આખો માર્ગ વીતરાગનો છે. આખો માર્ગ નિગ્રંથનો છે કૃપાળુદેવે આત્મસિદ્ધિમાં કહ્યું છે કે, ‘કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ; હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ.’ આ.સિ.-(૧૦૩) ભાઈ ! આ મોહનીય કર્મના બે ભેદ છે. દર્શનમોહનો નાશ કરવા માટેનો અચૂક ઉપાય બોધ છે. ચારિત્રમોહનો નાશ કરવા માટેનો અચૂક ઉપાય વીતરાગતા છે. બોધ થઈ ગયા પછી આ વીતરાગતા આચરવી પડે છે. ‘અપૂર્વ અવસર”નું આખું પદ ચારિત્રમોહના નાશનું પદ છે દર્શનમોહનો નાશ તો થયો જ છે. પછી જ આ પદનો પ્રારંભ થાય છે એ સાધકે, એ મુમુક્ષુ, એ જીવાત્મા જેના દર્શનમોહનો નાશ થયો છે તે આ નિગ્રંથપદની આકાંક્ષા, અભિલાષા, સેવના કરે છે. અને એવી ભાવના કરે છે કે હું આ ચારિત્રમોહનો પરાજય કરી શકું. એવી નિગ્રંથપદની ભાવના કરે છે કે જેમાં બધાજ બંધનો જીવને છુટી જાય. અંતર બાહ્યની ગ્રંથિથી જીવ છૂટો થાય અને બધા તીક્ષ્ણ બંધનોનો નાશ થઈ, જગતના સર્વ ભાવ પ્રત્યે ઉદાસીનતા હોય. દેહ ઉપર પણ જીવને કિંચિત્ પણ મૂછ નવ થાય. અને કોઈપણ કારણે જગતની કોઈપણ વસ્તુ જીવને કહ્યું નહીં. એવા પ્રકારના ચારિત્રમોહનો નાશ કરવા અમે આગળ વધીએ. એટલે કહે છે કે જેના દર્શનમોહનો નાશ થયો છે તે સાધક હવે એવી અભિલાષા કરે છે કે, ‘તેથી પ્રક્ષીણ ચારિત્રમોહ વિલોકિયે’ હવે ચારિત્રમોહ પ્રક્ષીણ થાય. ‘પ્રક્ષીણ’ અપૂર્વ અવસર એટલે ફરીથી એનો ઉદ્ભવ જ ન થાય. મૂળથી નાશ. જેનું ફરી ઊગવાપણું કે આવવાપણું રહે જ નહીં. એવા પ્રકારનો નાશ કરવાનો છે. અને આ ચારિત્રમોહ ને પ્રક્ષીણ થતો વિલોકિયે છીએ. સમયે સમયે અનંતા કર્મો નાશ થતાં જાય છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં, ભગવાન મહાવીરે, એમની અંતિમ દેશનામાં બહુ સરસ વાત કરી છે કે, “દર્શન વિના જ્ઞાન નથી, જ્ઞાન વિના ચારિત્ર નથી, ચારિત્ર વિના મુક્તિ નથી અને મુક્તિ વિના નિર્વાણ નથી.’ એ ઉત્તરાધ્યયન સુત્રના અઠ્ઠાવીસમાં અધ્યયનમાં ગાથા ૩૦ થી ૩૫ની વચ્ચે આ વાત આવે છે. અહીં કહે છે કે મુક્તિ વિના એટલે કે મોક્ષ વિના નિર્વાણ નથી. કર્મથી મોક્ષ થાય તો જ શરીરનું ફરીથી ઉત્પન્ન થવું સંભવી શકે નહીં. બધા જ કર્મ પ્રક્ષણ કરવાના છે. આયુષ્ય કર્મનાં દળિયાં એવા નાશ પામે કે ફરીથી એક પણ ભવનું આયુષ્ય બંધાય નહી. જે વાત ઉત્તરાધ્યયન સૂત્રમાં આવી છે એ જ વાત પરમ કૃપાળુદેવે આત્મસિદ્ધિની ગાથામાં કહી છે. ‘દેહાદિક સંયોગનો, આત્યંતિક વિયોગ, સિદ્ધ મોક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખભોગ.’ આ. સિ.-(૯૧) એક બાજુ કેવા ગહન સૂત્રમાં આગમવાણીમાં આ વાત કહી છે. અને બીજી બાજુ ફક્ત ‘આત્મસિદ્ધિ’ના એક દોહરામાં આ વાત સમાવી લીધી છે. દેહાદિક સંયોગનો આત્યંતિક વિયોગ - આત્યંતિક એટલે પ્રક્ષણ. ફરીથી ઉદ્ભવે નહી તેવો. આ જ વાતને કૃપાળુદેવે પત્રાંક - ૭૫૫માં સમજાવી છે કે, “જેમ જેમ સમ્યફદર્શન શુદ્ધ થતું જાય છે તેમ તેમ સમ્યક્ષ્યારિત્ર પ્રત્યે વીર્ય ઉલ્લસતું જાય છે.” સમ્યકજ્ઞાનના બળથી સમ્યગ્દર્શન શુદ્ધ થતું જાય છે અને એ સમ્યક્યારિત્ર - એટલે કે પૂર્ણ સ્થિર સ્વભાવને- પ્રાપ્ત થતું જાય છે. આ સમ્યકજ્ઞાન-દર્શનચારિત્રની અભેદ એકતા છે. ત્રણે ભિન્ન નથી. એ ત્રણેની એકતા અભેદભાવે છે ત્યારે જ આ વસ્તુ સમજાય. એટલે કહે છે કે સમ્યદર્શનને પણ શુદ્ધિની જરૂર છે અને સમ્યગ્દર્શન થયા પછી જ્ઞાન શુદ્ધ થયું છે અને વધતું જ્ઞાન સમ્મદર્શનને વિશુદ્ધ કરે છે. અને દર્શનવિશુદ્ધિનો માર્ગ ચારિત્રને પમાડે છે. ચારિત્રમોહનું આવરણ દૂર કરે છે. અને શુદ્ધ યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ કરાવે છે. કારણ કે એમાં વીર્ય ઉલ્લસતું જાય છે. એટલે સમ્યક્દર્શન થયા પછી ચારિત્રમોહનો નાશ ૨૪ ૨ ૫
SR No.034359
Book TitleApurv Avsar
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year
Total Pages99
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy