SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ અપૂર્વ અવસર જૈનમાં દેહને પણ છોડવાની એક ક્યિા છે સંથારો. દુનિયામાં એની જબરજસ્ત ચર્ચા ચાલી રહી છે કે સંથારો એટલે આત્મહત્યા ગણાય કે નહીં? સંથારાની અનુમતિ આપવી જોઈએ કે નહીં? Is it mercy kiling? Mercy killingની ચર્ચામાં - આ એક ચર્ચા ચાલે છે કે ભારતમાં એક જૈન દર્શન છે, અધ્યાત્મદર્શન- એમાં આ એક સંથારાની વિધિ ચાલે છે અને જૈન મુનિઓ સંથારાથી પોતાનો દેહ ત્યાગ કરે છે. તો Is it suicide? આ પ્રશ્ન બુદ્ધિના ચકરાવે ચડ્યો છે. પણ બુદ્ધિથી એનો અંત આવી શકે નહીં. અને અહીં કહે છે કે જ્ઞાનીઓનો દેહ તો પોતે પૂર્વે ઉપાર્જન કરેલા એવા કર્મ નિવૃત્ત કરવા અર્થે હોય, અથવા અન્યની અનુકંપાને અર્થે હોય.” અને જ્યારે દેહ એ કારણ ન આપે ત્યારે જ્ઞાનીઓ તે દેહથી છુટા પડી જાય છે આ સંલેખનાની ઉત્કૃષ્ટ ભાવના છે. ‘દશવૈકાલિક સૂત્ર'ની અંદર આ વાત મૂકી છે. સ્વયંભૂસૂરિ આચાર્ય મહારાજ, પોતાના મનક નામનો શિષ્ય જે પોતાના પૂર્વનો (ગૃહસ્થાશ્રમનો) પુત્ર છે. છ મહિના જેનું આયુષ્ય બાકી છે એને છ મહિનામાં વીતરાગદર્શન પમાડીને મુક્તિ ઉપર લઈ જાવો છે. એમણે પોતાના જ્ઞાનમાં આ જોયું છે. મનક પિતાની શોધમાં જ આવ્યો છે. એને ખબર નથી કે આ આચાર્ય મારા પિતા છે. પણ પિતાના જ્ઞાનમાં આવી ગયું કે આ શિષ્ય છે તે મારો પુત્ર છે. જે માતાના ગર્ભમાં હતો ત્યારે તેને છોડીને મુનિ દીક્ષિત થયા છે. આવા સ્વયંભૂસૂરિ આચાર્ય ‘દશવૈકાલિક સૂત્ર'ની રચના કરે છે. કારણ કે એમને થાય છે છ મહિનાના ટૂંકા આયુષ્યમાં આ ચૌદ પૂર્વ અને આગમો ભણી શકાશે નહીં. એટલે ભદ્રબાહુસ્વામી પાસે જઈને સ્વયંભૂસૂરિજીએ બધા જ આગમોને પોતાની અંદર ઉરધૃત કર્યા અને ઉરધૂત કરીને એમાંથી દશવૈકાલિક સૂત્રની રચના કરી. આ સૂત્રમાં એમ આવે છે કે સંયમી-પુરુષો સંયમના ઉપકરણો, રજોહરણ, વસ્ત્ર, પાત્રા, કંબલ- આ બધાને સંયમના નિર્વાહ માટે ધારણ કરે છે. તેના પરની મૂછ કે આસક્તિ એ પણ પરિગ્રહ છે એટલે કહ્યું, ‘અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં. કોઈ બીજા કારણે અમને કશું જોઈતું જ નથી આવો અવસર અમને ક્યારે પ્રાપ્ત થાય? હવે ત્રીજી ગાથામાં કહે છે, અપૂર્વ અવસર ‘દર્શનમોહ વ્યતીત થઈ ઊપજયો બોધ જે, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો; તેથી પ્રક્ષીણ ચારિત્રમોહ વિલોકિયે, વર્તે એવું શુદ્ધસ્વરૂપનું ધ્યાન જો.’ અપૂર્વ - ૩ ‘આત્મા અને દેહ ભિન્ન છે. આત્મા કેવળ ચૈતન્ય અને જ્ઞાનમય છે, એવો બોધ, દર્શનમોહનીય કર્મના નાશથી ઉત્પન્ન થયો છે. તેથી શુદ્ધ આત્મ સ્વરૂપનું ધ્યાન વર્તતું હોવાથી ચારિત્ર મોહ પણ ક્ષીણ થતો જાય છે. એમ સ્પષ્ટ જોવામાં આવે છે.” નિગ્રંથપદની પ્રાપ્તિની ભાવના ક્યારે થાય? કોણ કરી શકે? સાચો નિગ્રંથ કોણ થઈ શકે? નિગ્રંથપદમાં પ્રવેશ ક્યારે થાય? સંસારના બંધનોથી કોણ છૂટે? બાહ્ય અત્યંતર ગ્રંથિથી રહિત ક્યારે થવાય? એની કોઈ પૂર્વ ભૂમિકા ખરી? શ્રીમદ્જીએ પોતાના સ્વચરિત્રના ઉદાહરણથી અહીં બતાવ્યું છે ‘દર્શનમોહ વ્યતીત થઈ ઊપજ્યો બોધ જે.’ આખા અપૂર્વ અવસરનું પદ સમક્તિ પ્રાપ્ત થયા પછી જીવના પુરુષાર્થના આરોહણનું પદ છે અને સમક્તિ પ્રાપ્ત થાય- જ્યારે જીવના દર્શન મોહકર્મનો નાશ થાય. પછી એ ચારિત્ર મોહના નાશની પ્રક્રિયામાં જોડાય. દર્શનમોહનો નાશ એ અજ્ઞાનનો નાશ, અને ચારિત્રમોહનો નાશ તે આસક્તિ અને આ બધી ગ્રંથિઓનો નાશ. દર્શનમોહના નાશને માટે બોધની આવશ્યકતા છે અને ચારિત્રમોહના નાશ માટે સવ્યવહારની-જ્ઞાનીઓએ જે આચાર ધર્મ કહ્યો છે તે આચારધર્મની આવશ્યક્તા છે. તો અહીં કૃપાળુદેવે કહ્યું છે કે ‘દર્શનમોહ વ્યતીત થઈ ઊપજયો બોધ જે.’ દર્શનમોહ વ્યતીત થઈને બોધ ઊપજયો છે, ‘દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન જો.’ શરીરથી આત્મા કેવળ જુદો, દેહમાં સ્થિત છતાં દેહથી ભિન્ન. સ્વયં જયોતિ, ચૈતન્ય સ્વરૂપ સ્વપરપ્રકાશક એવા આત્મ સ્વરૂપમાં હે મુમુક્ષુઓ! કે આર્યજનો! તમે નિમગ્ન થાઓ. તો અપાર સુખને અનુભવશો. કૃપાળુદેવ કહે છે. આત્મામાં લીન થાવ. મારું એક અસ્તિત્વ છે. મારી એક Individuality છે. I am different from my body. હું છું. હું શરીરથી ભિન્ન છું. અને જેનું અસ્તિત્વ છે એવો પદાર્થ છું. આવો આત્મબોધ થાય - જ્ઞાનીના વચનથી, સત્પુરુષોના અનુગ્રહથી, પોતાની વિચારણાથી. ૨૦
SR No.034359
Book TitleApurv Avsar
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year
Total Pages99
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy