SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ચમત્કારોનું વર્ણન કર્યું હતું. કૃપાળુદેવે એક લીટીમાં જવાબ લખી નાખ્યો કે ચમત્કાર બતાવીને યોગ સિદ્ધ કરવો એ યોગીનું લક્ષણ નથી.” યોગને સિદ્ધ કરવો તો આત્માનો જે પ્રભાવ છે તેનાથી. એટલે કૃપાળુદેવે એક સરસ મજાનું દૃષ્ટાંત લખ્યું છે. દક્ષિણમાં દિગમ્બર સંપ્રદાયમાં સમંતભદ્ર નામના એક મહાન આચાર્ય થઈ ગયા અને આ આચાર્યે “દેવાગમ્ સ્તોત્ર” નામનું એક જબરજસ્ત સ્તોત્ર લખ્યું અને સ્તોત્રની પહેલી જ ગાથાની અંદર સુંદર રીતે એ સ્તોત્રનું ઉપોદ્ઘાત એટલે કે ઉદ્ઘાટન કર્યું, અને કહે છે કે, “હે વિતરાગ દેવ ! હું સમવસરણમાં બિરાજમાન જિનેશ્વર ! હૈ જિનેન્દ્ર ! તું સમવસરા આદિ સિદ્ધિ ભોગવે છે માટે તું અમારે મન મહાન એમ નથી. આ દેવતાઓ આવે છે, ચામર વિઝાય છે, આ સ્વર્ગમાંથી પારિજાતના પુષ્પોની ધારા થાય છે માટે નું મહાન એમ નથી. તેટલાથી તારું મહત્ત્વ નથી. તું સદ્દેવ છો એનું વાસ્તવિક મહત્ત્વ આ બધાની વચ્ચે હોવા છતાં તારામાં રહેલી વિતરાગતા છે.’ અમે તો તારી વિતરાગતાને ભજીએ છીએ. તારા બાહ્ય વૈભવને નહીં. સોનામહોર વસે તો યે શું ? અને ન વરસે તો યે શું ? અમારે એની સાથે કંઈ સંબંધ નથી. અમે તો તારી વિતરાગતાને નમસ્કાર કરીએ છીએ. તારી વિતરાગતાની આરાધના કરીએ છીએ. તારી વિતરાગતાની અમે ઉપાસના કરીએ છીએ. અમારે પણ વિતરાગ થવું છે. અમારી એવી કલ્પના નથી કે અમે ચાલીએ ત્યાં સોનાના કમળ થાય કે ભિક્ષા માટે જઈએ તો સોનામહોર વ૨સે. એવું આયોજન તો ચક્રવર્તી કરી શકે. અને દેવલોકના દેવોને ઈન્દ્ર પણ આવી માયાવી રચના કરી શકે છે. અમને એવી માયાવી રચનામાં કોઈ રસ નથી. એ તો બધી પુદ્ગલની રચના છે. આત્માના અદ્ભુત સામર્થ્યને લીધે આ રચના તો આપોઆપ ગોઠવાઈ જાય છે. એમાં કંઈ પ્રયાસ કરવો પડતો નથી. અને કાંઈ તારી સદૈવ તરીકે સ્થાપના કરી છે તે તારું સમવસરણનું માપ લઈને નથી કરી. તારા રત્નજડિત સિંહાસન કે સુવર્ણના ગઢ જોઈને નથી કરી. હે જિનેશ્વર દેવ ! હે વિતરાગ ! અમે તો તારી પૂર્ણ વિતરાગતા જોઈને તને સદેવ તરીકે સ્થાપ્યા છે. એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા.' હું સમવસરામાં બિરાજમાન છે ત્યારે પન્ન જગતનું એક પરમાણું તને સ્પર્શ કરી શકતું નથી. આવી તારી અંતરંગ વીતરાગતા ! હૈ સર્વજ્ઞ પરમાત્મા ! આવા સૃષ્ટિના મહદ્ પ્રભાવ જોગમાં – જગતની વિભૂતિ અને ઐશ્વર્યનો ધારક હોવા છતાં તું અસંગ છે અને નિર્લેપ છે. આવું તારું અદ્ભુત સ્વરૂપ એ જ તારું સદ્ભવપણું છે. અને એને જ અમારી વંદના છે. માટે જે જીવ મતાર્થી છે તેણે ભગવાનના બાહ્ય વર્ણન, બાહ્ય વિભૂતિ, બાહ્ય ચમત્કાર અને બાહ્ય પ્રભાવ જોગથી પ્રભાવિત થઈને એના ગુણગાન ગાવામાં પોતાની બુદ્ધિને રોકી રાખી છે. એને ભગવાનની અંતરંગદશાનું ઓળખાણ થતું નથી. ભગવાનની નિગ્રંથતા, એની અંદર રહેલી દશા – એ દશાનું જો ઓળખાણ ન થાય તો દેવનું ઓળખાણ શું કામનું ? બાહ્ય ઓળખાણમાં તો આપણે મુશ્કેલીમાં મુકાઈ જાશું, આવી સમસ્યા સર્જાઈ હતી. - દેવલોકમાં ચર્ચા ચાલી કે આ જગતમાં આવા સમ્યક્ શ્રદ્ધાવાન શ્રાવકો હોઈ શકે ખરા ? જે પરમાત્માની વિતરાગતાને ઓળખે છે, એની અંતરંગ દશાને ઓળખે છે અને એમાં જ એની શ્રદ્ધા છે. - શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - 98
SR No.034356
Book TitleAatmsidhi Shastra
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2017
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy